પ્રેમમાં પડવું અને પ્રેમ થવો એ વચ્ચે ઘણો તફાવત છે
પ્રેમમાં પડવું અને પ્રેમ થવો એ વચ્ચે ઘણો તફાવત છે
બેટા.. ઉચ્ચ ભણતર . ત્રણ વર્ષથી મોટા પગારની તારી નોકરી. છતાં પણ તું હજુ બે વર્ષ પછી લગ્ન કરવાની વાતો કેમ કરે છે..? તું કોઈના પ્રેમમાં તો નથી પડ્યો ને ?.. મેં પિન્ટુ ને હસતા હસતા રવિવારની સવારે સાથે ચા પીતા પીતા સવાલ કર્યો, પિન્ટુ હસી ને બોલ્યો..પપ્પા પ્રેમમાં પડવું. અને પ્રેમ થવો એ વચ્ચે ઘણો તફાવત છે. નથી હું પ્રેમમાં પડ્યો, નથી હું ઘાયલ થયો. જ્યાર થી હું સમજણો થયો ત્યારથી તમારી નિષ્કામ ભાવનાથી મારો ઉછેર કરતા હું તમને જોઇ રહ્યો છું. અને ત્યારથી હું ફક્ત તમને બન્ને ને જ પ્રેમ કરું છું. તમારા મોજશોખ ઉપર કાપ મૂકી તમે..મને આ મુકામ સુધી પહોચાડયો છે..પપ્પા મારી પણ પુત્ર તરીકે કોઈ ફરજ કે કર્તવ્ય તો તમારી તરફ બને કે નહીં ? બેટા એ તો અમારી ફરજનો એક ભાગ હતો જે અમે હસતા હસતા નિભાવ્યો છે. .મેં કીધું મારી અને કાવ્યા સામે જોઈ પિન્ટુ બોલ્યો, હેં પપ્પા. લગ્ન કર્યાની નોંધણી મતલબ મેરેજ સર્ટિફિકેટ ઉપર પત્નીથી કોઈ પણ કારણથી છુટ્ટા પડો તો એ ભરણપોષણનો દાવો ઠોકી શકે. તો જે માઁ એ અસહ્ય વેદના સહન કરી સંતાન ને જન્મ આપ્યો..પછી તેની કેરિયર પાછળ પોતાની બચત હસતા મોઢે ખર્ચી નાખી હોય. એ સંતાન જ્યારે માઁ બાપ સાથે દગો કરે ત્યારે એ માઁ બાપ પોતાના પુત્રના જન્મનું પ્રમાણપત્ર બતાવી ભરણપોષણ સંતાન પાસે કેમ માંગી ન શકે ? એ લોકો હસતા મોઢે દિલ ઉપર પથર મૂકી ઘરડા ઘરમાં કેમ જતા રહેતા હશે ? પપ્પા હું સ્કૂલમાં ભણતો ત્યારે મારા શિક્ષક એક વખત માઁ નું મહત્વ સમજાવતા અમને કીધું હતું. સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે. હિંમત હોય તો તમારા નાકમાંથી શ્રીફળ કાઢી બતાવો. તમારી જનેતા એ તમારા જન્મ વખતે આ કાર્ય કર્યું હતું તમારું મોઢું જોતા જ પોતાની બધી વેદના તે ભૂલી તમને છાતી એ લગાવે છે..એ માઁ બાપ ને ઘડપણમાં લાત મારતા નહિ. જોકે માઁ તો પેટમાં લાતો ખાતા ટેવાઈ ગઈ હોય છે. એટલે પુત્ર કપુત્ર થાય ત્યારે એ સમજું માઁ વધારે દુઃખી થતી નથી. પપ્પા આ પ્રેમને વાસ્તવમાં હું સાચો પ્રેમ કહું છું. જેમાં ત્યાગ સમર્પણ..ની ભાવના છુપાઈ હોય. .ગમે તેટલો પુત્ર કપુત્ર બનશે..પણ માઁ બાપ પોતાના મોઢે કદી તેને શ્રાપ નહિ આપે..આ પ્રેમની તાકાત છે.
પપ્પા આવા નિષ્કામ અને ત્યાગની ભાવનાવાળા પ્રેમ આજકાલ જોવા મળતા નથી..જો મળે તો ઈશ્વર કૃપા સમજવી. કુંડળી અને આર્થિક સદ્ધરતા જોઈ પ્રેમમાં પડતા આથવા લગ્ન કરતા લોકો ના પ્રેમ માં ફક્ત આડંબર અને નાટક જ હોય છે. જે FB ઉપર આપણે રોજ ચાપ્લુસી અને વેવલા વેવલા ફોટા જોઈએ જ છીએ.. પિન્ટુ ઊભો થયો. .અંદરના રૂમમાં ગયો..પછી બહાર આવી મારા હાથ માં પાસબુક મૂકી મને અને કાવ્યા ને પગે લાગ્યો પછી બોલ્યો. પપ્પા મેં મારા પગારમાંથી ત્રણ વર્ષ માટે દર મહિને 50,000 નું રીકરીંગ તમારા અને મમ્મીના નામે કર્યું હતું. .વ્યાજ સાથે અંદાજે 20 લાખ રૂપિયા થાય છે. તમારુ ઋણ અદા કરવા મારા માટે મારે સાત જન્મ પણ ઓછા પડે ..તમે તમારું નિવૃતજીવન જોખમમાં મૂકી આર્થિક સંકડામણ સહન કરી ને પણ મને ભણાવ્યો. મારી જરૂરિયાત પૂરી કરી. આખર તારીખ માં તમારું પાકીટ કદાચ ખાલી રહેતું હશે..પણ મારું પાકીટ તમે ભરેલ રાખતા. એ માઁ બાપના ત્યાગ અને નિ:સ્વાર્થ પ્રેમ ને હું કેમ ભૂલું ? પપ્પા લગ્ન પછી પરિવારની જવાબદારી મારા માથે આવવાથી હું તમને આ રકમ એ સમયે કદાચ પરત ન કરી શકું આ ઉદ્દેશ માત્રથી મેં આ કાર્ય કર્યું છે..આ મારી મોટાઈ સમજતા નહી. માઁ બાપ સામે શું વટ મારવાનો હોય. જે માઁ બાપે આપણા જન્મ સમયે આપણી નગ્ન અવસ્થા જોઈ હોય..બાળોતિયા બદલ્યા હોય મોઢા માં કોળિયા મૂકી મોટા કર્યા હોય. તેની સામે પાવર બતાવવાનો ? પિન્ટુ બોલતો જતો હતો પણ તેની આંખોમાંથી આંસુ ચા માં ટપકતા હતા..તે બોલ્યો મમ્મી આવનાર પાત્ર કેવું હશે એ નથી તમે જાણતા નથી હું જાણતો. બસ ઈશ્વરને પ્રાર્થના કરો આપણા પરિવાર ઉપર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ બની રહે..પિન્ટુ થોડો સ્વસ્થ થઈ હસી ને બોલ્યો હવે પછીના બે વર્ષ હું લગ્ન માટે રૂપિયા બચાવીશ.
તમે એવું ન સમજતા હું મારી ઘર કે તમારી પ્રત્યે ની જવાબદારીમાંથી મુક્ત થવાની વાતો કરું છું. .મારો બાપ સ્વમાની છે એ હું જાણું છું..એ આર્થિક ચર્ચા મારી સાથે કદી નહિ કરે, પપ્પા માઁ બાપ ને પણ માન સન્માન અને સ્વમાન જેવું હોય છે તેનો હું સદા ખ્યાલ રાખીશ..મેં પણ ભીની આંખે કહ્યું બેટા ઈશ્વરનો આભાર માનું છું.. તારા જેવો સમજદાર પુત્ર મળ્યો ! બેટા આ પાસબુક તારી પાસે રાખ મુસીબત સમયે પરિવાર ના કોઈ પણ સભ્ય ને કામ આવે તેવી રીતે સાચવી ને મૂકી દેજે. આને મુસીબત સમય નું રિઝર્વ ફંડ સમજી ચાલજે..કાવ્યા બોલી.. બેટા માઁ બાપ ને પોતાના કર્તવ્યનો થાક ત્યારે ઉતરી જાય છે..જ્યારે પોતાના સંતાનો અપજશ ને બદલે જશ આપે. અમારા માટે આ પૂરતું છે..અમારા 25 વર્ષ ની તપશ્ચર્યાનો બદલો તેં જે રીતે ચૂકવ્યો છે..તેનો આભાર માનવા અમારી પાસે કોઈ શબ્દો નથી. તું સુખી થા અને જલ્દી જલ્દી ગૃહલક્ષ્મી લાવ જેથી મને કામમાં મદદ કરાવે. કાવ્યા હસી ને બોલી, પિન્ટુ પણ મજાક માં મમ્મી સામે જોઈ બોલ્યો, નાનો હતો ત્યારે પપ્પા પાસે. . બંદૂક લાવી આપવાની જીદ કરતો હતો, જેમાં લાલ ચાંદલા મૂકી ને ફોડતાં હતાં, જે બંદૂક માત્ર દિવાળી ના તહેવારમાં જ ફૂટતી હતી. હવે મોટાં થઈ ગયાં સમય બદલાયો, હવે પપ્પા જીદ કરે છે લાલ ચાંદલાવાળી લાવી જ પડશે ! પપ્પા ને ક્યાં ખબર છે જે દરરોજ ફૂટે, અમે બધા હસી પડ્યા..મેં કાવ્યા સામે જોઈ કીધું. જોયું ને કાવ્યા આપણો પિન્ટુ મોટો થઈ ગયો, મેં પિન્ટુ સામે જોઈ કીધું બેટા સાગરની અંદર મોતી શોધવા સહેલાં છે. પણ. માનવીના મન સમજવા બહુ અઘરાં છે. .જિંદગી તો સસ્તી જ છે. મોંઘી તો જીવવાની રીત છે..!
