Tejas Vishvkarma

Drama

3  

Tejas Vishvkarma

Drama

પ્રેમ

પ્રેમ

4 mins
14


તારીખ 22 મી જાન્યુયારી, 2024નાં રોજ જયારે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના થઈ અને આખા દેશમાં આનંદ છવાઈ ગયો. ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેરમાં ગોતા જેવા વિસ્તારમાં જાનવી તેના પપ્પાનાં નિધનનાં 3 મહિના બાદ પોતાનો કોલેજનો અભ્યાસ પડતો મૂકીને પોતાના ઘરનું ગુજરાન ચલાવવા નોકરીની શોધમાં લાગી પણ પોતાની પાસે કોઈ ડિગ્રી ન હોવાથી બધી જગ્યાએથી તેને નિરાશા જ હાથ લાગી. પણ જાનવી હિંમત ન હારી કેમ તેની પાસે ડિગ્રી નહતી પણ તેની મમ્મી દ્વારા ગળથૂથીમાં મળેલી રાંધણકલા હતી. જાનવી રસોઈ બનવવામાં માહેર હતી. તેથી તેને પોતાના પપ્પાનાં મિત્રો તથા સગાસંબંધીઓ પાસેથી ઉછીના નાણાં લઇને શહેરનાં એક પોશ વિસ્તારનાં ફૂટપાથ પર આ શિયાળાની કડકડતી ઠંડીમાં બાજરીનાં રોટલા અને ડુંગરીયુંની લારી ચાલુ કરી. જેનું મુર્હત તેને તેની મમ્મીનાં કહેવાથી 22 મી જાન્યુઆરી, 2024 રાખ્યું.

શહેરનાં લોકો સેન્ડવીચ, બર્ગર તથા બીજું જંકફૂડ ખાવાના શોખીન લોકો શિયાળા માં થોડા આ દેશી રોટલા અને ડુંગરીયું ખાવા આવે ? બપોરબપોરજ અને સાંજની રાત થઈ પણ લારી પર કોઈ ગ્રાહક આવ્યું નહિ ! રાતે 11 વાગ્યાં પણ પ્રથમ દિવસે જાનવીને કોઈ બોણી ન થઈ. તે તેની સાથે કામ પર રાખેલા ચિન્ટુ ને બોલી

"ચિન્ટુ આપણો ફર્સ્ટ શૉ જ ફ્લૉપ થઈ ગયો !"

"દીદી ચિંતા નહિ કરવાની બધું સારુ થશે, ભગવાન રામ ને 500 વર્ષે આજે તેમનું મંદિર મળ્યું, તો આપણને પણ આપનો ગ્રાહક મળશે."

જાનવી એ ઘડિયાળ માં નજર કરી, ગુસ્સે થઈ ને બોલી

"શું તંબુરો મળશે, આ કડકડતી ઠંડીમાં રાતનાં 10 વાગવા આવ્યા. હવે તો આપણી ઘરે જવાનો સમય થઈ ગયો. લાગે છે આજે તો આપણે જ આપણા પોતાના ગ્રાહક બનીશું."

જાનવી લારી પરથી બધો રસોઈ નો સમાન ચિન્ટુ સાથે મળીને આટોપવા લાગે છે. ત્યાં લારી આગળ એક વૈભવી કાર આવીને ઊભી રહે છે. કારવાળો હૉર્ન વગાડે છે. જાનવી રસોઈનો માલસામાન આટોપવામાં લાગી છે. ચિન્ટુ કાર સામે નજર કરે છે.

"દીદી એવું નથી લાગતું કે આપણને જોઈને હૉર્ન વગાડી રહ્યો છે. "

જાનવી કાર સામે નજર કરે છે.

"આ ઠંડીમાં, એ પણ આટલી મોંઘી કારવાળો શું, આપણે ત્યાં થોડા રોટલા ખાવા આવ્યો હોય ? તે કોઈ 5 સ્ટાર હોટેલમાં નાં જાય ? હમમમ. . "

કારવાળો ફરીથી હૉર્ન વગાડી રહ્યો છે. ચિન્ટુ દોડીને કાર પાસે જાય છે.

"ઓ ભાઈ શું કામ છે ? ક્યારના એ હૉર્ન વગાડી રહ્યા છો, ખબર છે તમારી પાસે મોંઘી ગાડી છે. "

કારમાંથી અવાજ આવે છે.

"જમવામાં શું શું રાખો છો ?"

"બનાસકાંઠાની દેશી બાજરીનાં રોટલા અને ભાવનગરની લીલી ડુંગરીનું શાક એટલે ડુંગરિયું. બાજરીનાં રોટલા અને ડુંગરિયું. "

"ઓકે. . પણ આ બાજરી નાં રોટલા અને ડુંગરિયું બનાવશે કોણ ? તું કે તારા એ મેડમ ?"

ચિન્ટુ પુરા વટથી માથાની ટોપી સરખી કરી ને કહે છે.

"યો યો મેરી દીદી બનાયેગી "

"તો તમારી દીદી ને કહો કે 5 લોકોનું ભોજન પેક કરે. "

ચિન્ટુ ઝબકીને "5 જ્ણનું ભોજન પેક કરવાનું ! "

"હા ભાઈ હા, પાંચ જ્ણનું પેક કરવાનું છે. "

ચિન્ટુ તરત જ દોટ મૂકી ને લારી પાસે પહોંચે છે.

"દીદી એક મિનિટ ઊભી રે, પેલા કારવાળા શેઠે 5 લોકોનું જમવાનું ભોજન પેક કરવાનું કહ્યું છે. "

"શું ? પાંચ જણ નું ભોજન પેક કરવાનું !"

"હા " ચિન્ટુ બોલ્યો.

જાનવીનાં ચહેરા પર ઠંડીનાં ચમકારામાં એકદમ ઊર્જાભરી રોનક છવાઈ જાય છે. જાનવી ઝડપથી ચિન્ટુની મદદથી 5 લોકો માટે રોટલા અને ડુંગરિયું બનાવી પેક કરી ચિન્ટુને આપવા મોકલે છે. ચિન્ટુ કાર માં બેઠેલા ભાઈ ને પેકેટ આપે છે.

"કેટલા રૂપિયાનું બિલ થયું ?"કારમાંથી અવાજ આવે છે.

"એક હાજર ચારસો પુરા "

કારમાં બેઠેલા વ્યક્તિએ માથા પર ટોપી, મફરલ સ્વેટર અને બ્લેક ચશ્માં પહેર્યા છે. જેમાં તેનો ચહેરો ઓળખવો ચિન્ટુ માટે અઘરું છે. કાર માં બેઠેલો તે વ્યક્તિ ચિન્ટુ નાં હાથ માં 500 રૂપિયાની ચાર નોટો થમાવી દે છે. ચિન્ટુ તે નોટો લઈને જાનવી પાસે જાય છે. જાનવી પોતાના પર્સમાંથી 600 રૂપિયા છુટ્ટા કાઢી રહી હોય છે. ત્યાં તે વ્યક્તિ પૈસા પાછા લીધા વગર જ કાર લઈને જતો રહે છે. જાનવી તેને બુમ પાડતી જ રહી જાય છે. જાનવી અને ચિન્ટુ વિચારમાં પડી જાય છે. પરંતુ આખા દિવસમાં બધા ગ્રાહકનો કોટો આ ભાઈએ પૂરો કરી દીધો. દિવસનો પહેલો ઓર્ડર મળ્યો તેનો આનંદ જાનવી અને ચિન્ટુ નાં ચહેરા પર દેખાઈ આવતો હતો.

"મમ્મી તું નહીં માને એ ભાઈ તેના હકનાં 600 રૂપિયા લેવા પણ નાં રોકાયો. મેં કેટલી બૂમ પાડી પણ તેમણે તો કાર પૂરઝડપે હંકારી મારી. "જાનવી રાતે 11 વાગે જમતા જમતા તેની મમ્મી આગળ પોતાના પ્રથમ દિવસની વાત વર્ણવી રહી છે.

તેના મમ્મીનાં ચહેરા પર ચિંતાનાં વાદળ દેખાઈ આવે છે.

"શું થયું મમ્મી ? કેમ કંઈ બોલતી નથી ?"

"બેટા સાચું કહું તો મને તારી ચિંતા છે. તું આમ મોડા સુધી ફૂટપાથ પર રસોઈનું કામ કરીશ, તો પછી તારો હાથ કોણ પકડશે ?"

"મારાં બાજરી નાં રોટલા અને ડુંગરિયુંનો ટેસ્ટ લોકો ને એવો ચખાડીશ કે કોઈ તો મારાં હાથનાં બાજરીનાં રોટલા અને ડુંગરિયું ખાવા જિંદગીભર તૈયાર થઈ જશે. "જાનવી આટલું બોલી જોરજોરથી હસવા લાગે છે.

જાનવી અને તેની મમ્મી સૂવાની તૈયારી કરે છે. ત્યાં જ તેમાં ઘરનો દરવાજો કોઈ ખટખટાવે છે.

"અડધી રાતે, એ પણ આવી હાડ થીજવતી ઠંડી માં ? કોણ હશે ?"

જાનવીની મમ્મી જાનવી સામે જોઈને બોલે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama