છપ્પન ભોગ
છપ્પન ભોગ
“શેઠ મારો દીકરો બે દી થી ભુખ્યો સે. મારા નસીબમાં ભલે અન્નને અને દાંત વચ્ચે ભગવાને ઝેર લખ્યું હોય પણ મારાં નાનકા માટે હૂકો રોટલો હશે તો પણ ચાલશે”
એક માં તેના બે વર્ષના ભૂખ્યા દીકરાને લઈને ગામના મુખી આગળ પોતાના બાળક માટે આજીજી કરી રહી છે.
“ઈ બાઈ અહીંથી હાલતી ની થા, કઉ શુ. હમજણ નથ પડતી ક શુ ? ચામડીથી તો જવાન લાગે હેં તો જઈને કો’કને તાં દાડિયે જા બે પૈસા મલી રેશે. આમ માગણ ના વેહે હુ હાલી આવે હે” મુખી તેના મુખીપણાના જોરમાં બોલ્યા.
ત્યાં જ અંદર ઓરડામાંથી સાદ આવ્યો.
“બાપુ, આ ભગવાન રામ માટે છપ્પન ભોગ રંધાય ગયા શે.”
“હા તો ઈ ભગવાનની આગળ ધરાવ, હુ હાથ ધોઈ આવ્યો”
તે સ્ત્રી પોતાના બાળકના કાન છપ્પન ભોગ સાંભળી ના લે તેથી પોતાના બે હાથ બાળકના કાન પર મૂકી સાથે પોતાના પણ કાન બહેળા કરવાની કોશિશ કરે છે.
