Tirth Soni "Bandgi"

Romance Inspirational

4.5  

Tirth Soni "Bandgi"

Romance Inspirational

પ્રેમ નામે સોદો ન કરો

પ્રેમ નામે સોદો ન કરો

4 mins
221


સંધ્યા... ઓ સંધ્યા... સાગર એ સંધ્યાને ખૂબ રોકવાનો પ્રયત્ન કર્યો પણ સંધ્યા ચાલી નીકળી. સાગર અને સંધ્યા કૉલેજમાં સાથે અભ્યાસ કરે, અને બંને ના ઘર ખૂબ નજીક નજીક આવેલા. દરરોજ કૉલેજ સાથે જાય અને સાથે અભ્યાસ કરતા. થોડો સમય જતાં બંનેની પરસ્પર સમજણ વધી અને હળવે હળવે બંને વચ્ચે પ્રેમ થયો. બંનેનો સંબંધ ખૂબ ગાઢ થઈ ગયો હતો. સાથે હરતા ફરતા, સાથે ભણતા. બંનેના પરિવારને પણ બંનેના સંબંધ વિશે ખ્યાલ હતો.

અચાનક એક દિવસ સંધ્યા એ સાગરને એકાએક મળવા બોલાવ્યો. પાસેના રોયલ કાફેમાં બંને મળ્યાં, પણ આ વખતે સંધ્યા સાથે કોઈ અજાણ્યો પુરુષ પણ હતો, સાગર તેમની પાસે ગયો. થોડી ક્ષણો સુધી કોઈ કશું બોલ્યું જ નહીં. અચાનક એ શાંતિ ને ભંગ કરતા સંધ્યા બોલી સાગર આ વેદ છે. એની બાજુ માં બેઠેલાં પુરુષ તરફ જોઈને કહ્યું અને વેદને સાગરનો પરિચય કરાવ્યો. આગળ વધતાં સંધ્યા એ જણાવ્યું કે સાગર મારું સગપણ વેદ સાથે નક્કી થયું છે. અને બે મહિના પહેલાં અમે મળેલા થોડાં સમયમાં મને એની સાથે ગમવા લાગ્યું. અને વેદ અને બંને એક જ કંપનીમાં સાથે કામ કરીએ છે. અમને બંને ને કંપની દ્વારા પ્રમોશન મળ્યું છે અને અમારું યુકેમાં પોસ્ટિંગ થયું છે. અમે બંને એક બીજાના પરિવારની સહમતીથી સગાઈના બંધનમાં બાંધવા તૈયાર થયા છીએ. સાગર આજે અમે તને કંકોત્રી આપી આ વિશે જાણ કરવા જ બોલાવેલો.

સાગરને આ બધું સાંભળીને જાણે પગ તળેથી જમીન ખસી ગઈ. એને લાગ્યું કે અત્યાર સુધી એ એક જૂઠના સહારે જીવતો હતો. શું પ્રેમ નામે ફક્ત ફરેબ જ હોય છે ? આવા પ્રશ્નો અને વિચારો એ એનું મન ઘેરી લીધું હતું. એણે વેદને થોડી ક્ષણો માટે સંધ્યા સાથે એકાંતની માંગ કરી. અને વેદ ત્યાંથી ચાલી નીકળ્યો. મારી શું ભૂલ થઈ ? મારીથી તને કોઈ દુઃખ પહોંચ્યું ? વગેરે જેવા અનેક પ્રશ્નો સંધ્યા સામે સજળ આંખે સાગર એ મૂક્યા. સંધ્યા થોડીવાર કશું બોલ્યાં વિના મૌન રહી. હળવેથી સાગરનો હાથ પકડી સંધ્યાએ સાગર સામે પોતાના મનની વાતો શરૂ કરી. અને સાગર બધું વહેતી આંખોથી સાંભળતો રહ્યો.

અંતે ઘણી વાતો દલીલો બાદ સાગરને સંધ્યાએ કહ્યું હવે હું આગળ વધી ગઈ તું પણ આગળ વધ. કહી સંધ્યા હળવે થી ખુરશી ખસેડી ફરી એકવાર પોતાની સગાઈમાં આવવા કહ્યું અને ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધી.

સંધ્યા... ઓ સંધ્યા... સાગર એ સંધ્યાને ખૂબ રોકવાનો પ્રયત્ન કર્યો પણ સંધ્યા ચાલી નીકળી.

આ સમગ્ર ઘટનાએ સાગરને અંદરથી સાવ તોડી નાખ્યો હતો. પ્રેમ નામના શબ્દ પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. શું વફાનો બદલો હંમેશાં બેવફાઇથી જ મળે ? આવા અનેક ખ્યાલથી ત્રસ્ત મને સાગર હતાશ થઈ સજળ નયને સાગર બેઠો હતો. અચાનક એક પાણી ગ્લાસ લઈ એક યુવાન તેની સામે ઊભો હતો. હાય, આઈ એમ વિરાટ. હું તમારી સામેના ટેબલ પર બેઠાં બેઠાં બધું સાંભળતો હતો. મે આઈ હેવ અ સીટ ? કહી સાગર સામે વિરાટ મીટ માંડી જોઈ રહ્યો હતો. સાગરે હકાર માં ડોકું હલાવી ને સહમતી જણાવી.

સાગર મારી સાથે પણ કંઇક આવી જ ઘટના બની છે. હું એક વ્યક્તિને અત્યંત ચાહતો હતો. હળવે હળવે એ ચાહતે પ્રેમનું સ્વરૂપ લીધું. અમે અમારા સંબંધથી ખુબ ખુશ હતાં. પણ એક દિવસ સંધ્યાની જેમ એણે પણ મને ના કહી હતી. પણ ધીરે ધીરે મને પ્રેમનો ખરો અર્થ સમજાયો. પ્રેમ એટલે કોઈ સોદો નથી કે આપ્યું એટલે વળતર મળે જ. પ્રેમ તો એક નિ:સ્વાર્થ, બિનશરતી, પરસ્પર વિશ્વાસનો પવિત્ર સંબંધનું નામ છે જેમાં બસ આપવાની વૃત્તિ હોય છે. મળે તો મોજ અને ન મળે તો પણ મોજ. એજ સાચો પ્રેમ કહેવાય. કહ્યું પ્રેમ એ છે જે પ્રેમીના મુખ પર સ્મિત જોઈ પોતાના મુખ પર સંતોષ ભરી સ્મિત હોય. પછી એ આપણાં કારણે હોય કે પછી કોઈ બીજાના કારણે. પ્રિયતમની ખુશીમાં જ પ્રેમીનું સુખ છે. પ્રેમને આમ સંકીર્ણ ન કરો. વિરાટે આગળ કહ્યું કે, આજે પણ હું એ વ્યક્તિને અત્યંત પ્રેમ કરું છું. પણ એ આ વાતથી અપરિચિત છે.

પ્રેમને સોદો ન બનાવીશ સાગર. કહી વિરાટ ત્યાંથી ઊભો થયો. અને સાગરના મુખ પર એક સુંદર સ્મિત આવી ગઈ. અને એની પ્રેમ પ્રત્યેની ધારણા બદલાઈ. અંતે સાગરે વિરાટનો આભાર માનતા વિરાટના પ્રેમીનું નામ પૂછ્યું.

અને વિરાટે જવાબમાં નામ આપ્યું "સાગર".

આજે પણ વિશ્વમાં પ્રેમ ફક્ત પુરુષ અને સ્ત્રી વચ્ચે જ સમજાય છે. અન્ય કોઈ પ્રેમને કોઈ પ્રેમની બાબતમાં ગણતું જ નથી. પ્રેમ એ ફક્ત પતિ પત્ની, સ્ત્રી પુરુષ વચ્ચે જ થોડો હોય. પ્રેમ બે મિત્રો વચ્ચે પણ હોય છે અને અજાણ્યા માણસો વચ્ચે પણ હોય છે. પણ કોઈ એ સમજતું નથી. પ્રેમ એ એક નિ:સ્વાર્થ સંબંધ છે. કહી વિરાટ દરવાજો બંધ કરી ત્યાંથી ચાલ્યો ગયો, સાગરને પ્રેમની સાચી વ્યાખ્યા સમજાવતો ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Romance