Alpesh Barot

Drama Thriller

3  

Alpesh Barot

Drama Thriller

પ્રાચીન આત્મા-૧

પ્રાચીન આત્મા-૧

3 mins
524


રણ સૂકું ભઠ રણ, રણ એટલે રેતાળ રણ જ નહિ પણ, દલદલીય ક્ષેત્ર, કચ્છનો મીઠાવાળો રણ, ભારત-પાકિસ્તાનના અનામી વિસ્તાર જ્યાં મોટા પ્રમાણમાં સફેદ મીઠાથી ઘેરાયેલો છે. સફેદ મીઠાના સ્તર પછી, કાદવકીચડ વાળી ખારી જમીન, જ્યાં માઈલો સુધી કોઈ માણસ, પશુ, પક્ષીઓ કોઈ જ જોવા મળે નહિ. ભુજથી દોઢ એક સો માઈલ દૂર, આ વિસ્તારમાં એક પ્રાચીન પરમાણુંઓના અવશેષોની શોધ અંગે ગુપ્ત રીતે ખોદ કામ ચાલુ હતું. સરસ્વતી સભ્યતાના અવશેષો, અને ઘણું બધું શૂરવાતી સ્તરે અહીં પ્રાપ્ત થયું હતું. ગુપ્ત અત્યંત ગુપ્ત રીતે, કેટલાક પુરાતત્વીય, પરમાણું વિજ્ઞાનીઓની મોટી ટિમ અહીં આવી ચુકી હતી. રહેવાં માટે ટેન્ટમાં બાંધ્યાં હતા. સવાર સાંજ અહીં, ખોદકામ ચાલુ રહેતો, શૂરવાતી સ્તરે મળેલા સરસ્વતી સભ્યતાના અવશેષો હડપ્પા, અને મોહેજો-દડો સભ્યતાઓથી થોડા મળતા તો થોડા અલગ તરી આવતા હતા. સરસ્વતી નદી, જે ભારતમાં ધગ્ધર અને પાકિસ્તાનમાં હાકડા નામે ઓળખાય છે. જેને ઐતિહાસિક વૈદિક સરસ્વતી નદી પણ કહેવામાં આવે છે. જે શિવાલિકની પહાડી ક્ષેત્રમાંથી નીકળી નીચે ગુજરાતના કચ્છના રણમાં સમાઈ જાય છે. આ વિસ્તારમાં ગત ૧૦૦ વર્ષો દરમિયાન હડપ્પા વસાહતોનાં ૫૦૦થી વધુ સ્થળો મળી આવ્યાં છે.

                  ****


અન્ના કોલેજ, ચેનાઈ

"હૈ, અક્ષત."

"હૈ..." કહેતા તેણે ફરીથી પોતાનું મોઢું લેપટોપમાં પરોવી દીધું.

"એક ગુડ ન્યુઝ છે. અને એટલી જ સન્સનીખેજ.."

અક્ષતએ ખાસ ધ્યાન ન આપતા લેપટોપમાં જોવાનું ચાલુ રાખ્યું.

"સરસ્વતી સભ્યતા, અને પ્રાચીન પરમાણું વિશે કચ્છના રણમાં એક ગુપ્ત શોધખોળ ચાલી રહી છે."

સરસ્વતી સભ્યતાનું નામ સાંભળ્યા તે ઉછળી જ પડ્યો... 

"સરસ્વતી સભ્યતા, પ્રાચીન પરમાણું? ગુપ્ત શોધ હું કઈ સમજ્યો નહી.."

"એક કે જેના વિશે તું શોધે છે. વાંચે છે. ઘણું બધું જાણે છે. તે સભ્યતા અંગે ભારતમાં કઈ મળ્યું છે. કે મળવાનું છે. એ પણ બહુ જલ્દી..."

"જીવા, મને તે સભ્યતા અંગે જાણવાની આટલી ઉત્સુકતા કેમ છે ખબર છે?"  જીવા તેની સામે, ઉત્સુકતાવશ જોતી રહી..."એ સભ્યતા આપણાથી એડવાન્સ હતી. તે આપણાથી હજારો વર્ષ આગળ હતી. તેના શંશોધન તેની ટેકનોલોજી સમજવી કે તેની કલ્પના કરવી આપણા ગજા બહારની વસ્તુ છે. આપણે તો ફક્ત બ્રહ્માંડ વિશે પાંચ ટકા જાણીએ છીએ..હજુ આપણે આપણા પડોશી ગ્રહ સુધી નથી પહોંચી શક્યા... અને તેઓ બીજી આકાશગંગામાં આરામથી હરીફરી શકતા હતા."

"ઓહ વાવ..." જીવાએ કહ્યું.


" તું શું જાણે છે. આ ગુપ્ત મિશન અંગે?"

"એજ કે આ મિશનના મુખ્ય સંચાલકોમાં આપણા પ્રો. વિક્ટર પણ છે."

"પ્રો. વિક્ટર "

"હા પ્રો.વિક્ટર. મને એ પણ ખ્યાલ છે. આ સભ્યતા અંગે તને વધુ જાણવું જ નહીં પણ આવા કોઈ મિશનમાં જવાની ઈચ્છા પણ હશે. હું જરૂર કાલે પ્રો. ને તારી અને તારી શોધો અંગે વાત કરીશ..."

"થેન્ક યુ, થેન્ક યુ સો મચ જીવા. હું પણ કદાચ આ સભ્યતાના અંત વિશે જાણવા માગું છું. કેટલાક અંશે જાણું પણ છું. પણ શું તે સત્ય છે? એજ મારે શોધવુ છે."

"ગુપ્ત માહિતી?" જીવાએ અક્ષત તરફ જોતા કહ્યું.

"હા ગુપ્ત માહિતી, તને શું લાગે છે. આટલી તાકાતવર સભ્યતાનું અંત કોઈ કુદરતી આફતથી સંભવ હતું? શું તેની પાસે બધા જ રસ્તાઓ બંધ થઈ ગયા હતા? આટલી મહાન સભ્યતા અચાનક જ આ રીતે વિનાશ થઈ ઈતિહાસ થઈ જાય પાછળ કોઈ તો કારણ હોવો જોઈએ. શું તે પુસ્તકમાં લખ્યું તે સાચું છે? શું સરસ્વતી સભ્યતાનો અંત એ કોઈ સળયંત્ર હતું?"

"શું કઈ રહ્યો છે. મને તો કઈ જ ખબર નથી પડતી...."

તે ખંઘુ હસ્યો.

"કાલે મળીએ, પ્રો. ની કેબિનમાં..." જીવા કહેતા જ ખાલી કલાસના મુખ્ય દરવાજાથી બહાર નીકળી ગઈ..

" જરૂર.."

પુસ્તકમાં જેની વાત કરી છે. તે ફરીથી ક્યાંક? શું મારે આ ખોદકામ શોધ અટકાવી દેવા માટે પ્રો. ને કહેવું જોઈએ, શું તે જ જગ્યા છે જ્યાં પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે ઘટયું હતું? મારે હવે શું કરવું જોઈએ? એક વખત તો મારે અવશ્ય જવું જોઈએ.


                                ****

ખોદકામ વચ્ચે કઈને કઈ અડચણ ઉભી થઇ રહી હતી. એક સુરંગની જેમ ખોદકામ થયું હતું. ખુલ્લી જગ્યામાં કિંમતી મૂર્તિ, સોના ચાંદીના આભૂષણો, માનવ હાડપિંજરો, અને કેટલું બધું હતું. જેમ જેમ આગળ અંદર તરફ જતા, તાપમાનમાં ભારે ભરખમ વધારો થઈ રહ્યો હતો. કેટલાક હાડપિંજર બેઠેલી અવસ્થામાં હતા.

"ભાગો, ભાગો.. " સૌથી વધુ લોકોની ટિમમાં હડકંપ મચી ગઇ હતી. અંદરથી બરાડો, ચીંખોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આસપાસ કોઈ બૉમ્બ વિસ્ફોટ થયું હોય એને જે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ધૂળનું વવાડઝોડું ઊંચે સુધી અને દૂરથી પણ દેખાતું હતું. કેટલાક પરમાણુ વિજ્ઞાનીઓ, અને પુરાતત્વીયોઓની અંદર મોત થઈ હતી.

તે ક્ષણ કેટલીભયાનક હતી. લોકો કામ કરી રહ્યા હતાં. જમીનથી અમુક મીટર અંદર, એક ભયાનક અવાજ કાનના પડદા ફાડી દે તેવો ભયાનક હતો..

જમીન હલનચલન કરવા લાગી અને પછી જે થયું. તે બધાની સામે હતું.


ક્રમશ:Rate this content
Log in

Similar gujarati story from Drama