પોકાર
પોકાર
🌿 પોકાર
તે કાંટા ઉપર ચાલ્યો,
જેને તેના જમાના નાં લોકો સ્પર્શતાં પણ ડરતા.
નાનાં પાંચ બાળકો એની પાછળ ચાલતાં રહ્યા,
તેઓને ખબર નહોતી કે તેઓ શાંતિને અનુસરી રહ્યા છે.
એક સ્ત્રીએ, અન્યાયથી થાકેલી,
તેનાં પગ ધોઈ નાખ્યાં, તેના આંસુઓથી.
અને બધા અંતરાય અર્પી હલકી થઈ ગઈ હવા કરતાં પણ વધારે.
તેણે સાથ ન છોડ્યો,
અને એ ક્ષણે પ્રેમનો અર્થ જગ આખા એ સમજ્યો. તેણે, એને પણ “સખા” કહ્યું,
જ્યારે જગ પૂરું અંધકાર બન્યું.
ત્યારે, મૌન પ્રાર્થના બની ગયું,
દુઃખ ભુલાવી,સ્વર્ગ અને ધરતી વચ્ચેનો તે પુલ બની ગયો.
જીત માત્ર ખુલ્લા કેશ બાંધવા માટેની જ નહોતી —
જગત ને જગાડવા માટેની હતી .
આજે પણ જ્યારે કોઇ હૃદય, ધર્મના લોપ વખતે એને પોકારે છે, ત્યારે આ ધર્મનો પ્રતિધ્વનિ જીવિત થાય છે —
અખંડ,શાંત, અને અનંત.
એ છે યોગેશ્વર કૃષ્ણ.
