પિયરનું ખાપણ
પિયરનું ખાપણ
શારદાબેનનું સિત્તેર વર્ષની ઉંમરે અવસાન થયું એટલે એમને સ્મશાને લઈ જવાની સૌ ઉતાવળ કરવા માંડ્યા.પણ, એમનાં પિયરીયાં હજુ સુધી આવ્યાં નહોતાં. દીકરીનું ખાંપણ તો પિયરનું જ હોય એવી માન્યતા હોઈ એમની રાહ જોયા વિના છૂટકો પણ નહોતો. બૈરાંઓમાં ચર્ચા ચાલતી હતી:-
"શારદામાએ તો એમના મા- બાપની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યાં હતાં. કોઈ દા'ડો પિયરીયાંને અહીં આવતાં જોયાં નથી."
"શારદામાએ પણ પિયર સાવ છોડી જ દીધેલું ને ?"
"તો પછી રાહ કોની જોવાય છે ?"
"સમાચાર મોકલ્યા છે તે........"
"પણ, કોઈ આવે તેમ લાગતું નથી !"
અને ત્યાંજ એક ટ્રેક્ટર આવીને ઉભું રહ્યું. ખીચોખીચ ભરેલા એ ટ્રેક્ટરમાંથી પુરુષો અને બૈરાંઓ ઉતર્યાં. શારદાબેનની નનામી આગળ ખાંપણ ઓઢાડવા લાંબી લાઈન લાગી ગઈ. ગામના બધા ફાટી આંખે આ જોઈ જ રહ્યા.
શારદાબેનના ભાઈએ ખાંપણ ઓઢાડતાં કહ્યું:-" આતો બહેનનો હક્ક છે ને !
