પિતાની અમૂલ્ય શીખ
પિતાની અમૂલ્ય શીખ
પપ્પા એટલે ધૂપસળી જે પોતે સળગી વતાવારણ ને મહેકતું બનાવે, પપ્પા એટલે ઘરનો મોભ જેના પર આખા ઘરનો આધાર છે. પિતા એટલે મજબૂત લાકડું જે વાગે ઘણું પણ એના આધારે સમંદર તરી શકાય. પિતા એટલે મકાનનો ઊંડો પાયો જે દેખાય નહીં પરંતુ બિલ્ડિંગનો આધાર એના ઉપર એના હિસાબે બિલ્ડિંગ અડીખમ ઊભી રહે. પોતાના સપનાઓને ગીરવી રાખી સંતાનો ના મનોરથ પૂરા કરે એ પિતા, મૂઠી ભર પૈસામાં હજારો સપના સંતાનનાં પૂર્ણ કરે એ પિતા છે.
આવા ઈશ્વરના અવતાર જેવા પિતા ને સો સો વાર નમન કરું, કેટલીય શીખ કેટલુય જીવનનું ભાથું આપ્યું મારા પિતા એ.
૧)જ્યાં આપણી લાગણીની કદર ન હોય ત્યાંથી ખસી જવું.
૨)સમય અને પૈસા એવી જગ્યા એ ખર્ચવા જ્યાં કદર હોય.
૩ ) કર્મ વળતરની આશા વગર કરવું. આવા સંચિત કર્મોની નોંધ ઈશ્વર રાખે છે.
૪ ) સંસ્થા આશ્રમ કે મંદિરમાં દાન આપતા પહેલા સ્વજનોની જરૂરત ને ધ્યાનમાં લેવી મુસીબત કે બીમારી માં એજ કામ આવશે.
૫) મોટી વ્યક્તિઓ અસામાન્ય સંજોગોમાં સમયનું બહાનું કાઢી નીકળી જાય છે. પરંતુ નાની વ્યક્તિઓ સમય અને પૈસાનો હિસાબ નથી કરતી મદદ કરવા તૈયાર હોય છે, આવા લોકોની કદર કરવી.
૬)દુનિયા સ્વાર્થી નથી તમારો વ્યવહાર અને નજર બદલો તો બધા તમારા જ છે.
૭ )જીવન એક યજ્ઞ છે. જ્વાલા વિના યજ્ઞ ના હોય શકે.
૮)જીવન એક સંગ્રામ છે, જખ્મો વિના સંગ્રામ ના હોય શકે.
૯)જીવન એક દરિયો છે તોફાન વિના દરિયો ના હોય શકે.
૧૦) જીવનમાં આવતી તકલીફો તમારામાં રહેલી છૂપી શક્તિ ને બહાર લાવે છે મુસીબતથી ડરવું નહીં.
૧૧) તારી સામે કશુંક સુંદર રાખ જે ભલે એક ફૂલ નું કુંડુ કેમ ના હોય!
૧૩) સારા સારા પુસ્તકો વસાવજે
૧૪) ચા કોફી ઉકળે પછી એમાં નિખાર આવે છે જીવન માં પણ તકલીફો નિખાર લાવે છે.
૧૫) સમય એ એક મોંઘા મુલું રત્ન છે.જ્યાં ત્યાં વેડફતો નહીં.
