STORYMIRROR

Sanjay Rathod

Classics Others

4  

Sanjay Rathod

Classics Others

પિપ્લાધ મહાદેવ

પિપ્લાધ મહાદેવ

10 mins
233

શનિદેવ અઘોર તપસ્યા કરીને ન્યાયાધીશ બન્યા અને એમને વક્રદ્રષ્ટિ મળી હતી. જેનો પ્રભાવ ભયંકર હતો, જેના પર પડતી એનો સર્વનાશ થઈ જતો. શરૂઆતમાં તો સરખો ન્યાય કરતા પણ સર્વોચ્ચ ગાદી પર હોવાથી એમનામાં અહંકાર જાગૃત થવા લાગ્યો અને ન્યાય કરવામાં પણ ભુલો થવા લાગી આ વાત ત્રિદેવોનાં નજરમાં આવી.

એકબાજુ ઋષી દધિચી મહાદેવની તપસ્યા કરવા બેઠા સંતાન પ્રાપ્તિ માટે એ અઘોર તપાસ્યા કરતા હતા. ત્યારે શનિદેવે કારણ વગર વક્રદ્રષ્ટિનો પ્રભાવ ઋષી દધીચી પર કર્યો અને ત્યાં મહાદેવ સામાધી પરથી જાગૃત થયા અને બોલ્યા

"સમય આવી ગયો છે શનિદેવ તમને તમારા સર્વો પાપોનું પરિણામ આપવાનો અને તમારા અહંકારનો નાશ કરવાનો"મહાપ્રભુ પ્રસન્ન થયા ઋષી દધીચીની તપાસ્યાથી અને કહ્યું,

"માંગો જે જોઈએ એ આપુ"

ઋષી દધીચી:"પ્રભુ તમે તો સર્વ જાણો છો તમારાથી અનંત બ્રહ્માંડમાં કંઈ પણ છુપાયેલું નથી"

મહાદેવ:"હા ઋષી દધીચી એ હું જાણું છું પણ હું તમારા મુખે સાંભળવા માંગુ છું"

ઋષી દધીચી:"પ્રભુ મારી કામના આપ સમાન તેજસ્વી પુત્ર પ્રાપ્ત થાય એ છે"

મહાદેવ:"મારા સમાન તો આ અનંત બ્રહ્માંડમાં હું એક જ છું"

ઋષી દધીચી: "તો આપ મારા પુત્ર રુપે પધારો પ્રભુ"

આટલું વાક્ય પુરું થતાં જ બ્રહ્મદેવ અને નારાયણ ધ્યાનમાથી જાગૃત થયા અને સ્મિત સાથે બોલ્યા"સમય આવી ગયો છે મહાદેવને પ્રથમ અવતાર ધારણ કરવાનો"

ભોળોનાથ તો ભોળોનાથ છે. "તથાસ્તુ હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ અને હજુ એક વરદાન આપું છું તમારાં શરીરનાં હાડકા અનંત બ્રહ્માંડમાં સૌથી કઠોર થજો" અને પ્રભુ અંતરધ્યાન થયા અને ઋષી દધીચી હરખાતા હરખાતા આશ્રમ તરફ દોટ મુકી, જલ્દી પોતાના પત્નીને હરખની વાત કેવા કે આપણા પ્રભુ આપણા આંગણે પા પા પગલી પાડશે ઋષી માતા આશ્રમ બહાર વાહીદા વાળતાં હતા ત્યાં એમની નજર એમના સ્વામી પર પડી એમનાં ચહેરા પર હરખ નતો માતો એટલે માતાએ પુછ્યું. "કેમ આજ આટલા હરખાવ છો સ્વામી, મને તો કો તમારા હરખની વાત"

ઋષી દધીચી: "આજ હું ઘણો ખુશ છું, આપણા આંગણે જગતપિતા પધારવાનાં છે આપણા પુત્ર રુપે"

આ સાંભળીને માતાને ઘણી ખુશી થય જેને શબ્દોમાં ના વર્ણવી શકાય એતો એક માતા જ જાણે એ ખુશી જાજી ટકવાની ન હતી કારણકે શનિદેવની વક્રદ્રષ્ટિ આ વરદાનને શ્રાપમાં ફેવરી દેવા તૈયાર હતી.

બીજીબાજુ વૃતાસુર નામનો એક દૈત્ય બ્રહ્મદેવની કઠોર તપસ્યા કરતો હતો અને એની તપસ્યા અંતીમ ચરણમાં હતી એની કઠોર તપસ્યાથી બ્રહ્મલોક ડોલી ગયું અને બ્રહ્મદેવ પ્રસન્ન થયા એની તપસ્યાથી અને પ્રગટ થયા એની સામે બ્રહ્મદેવ,

"આંખો ખોલ વત્સ ! હું તારી તપસ્યાથી પ્રસન્ન થયો છું જે માંગે એ આપું"

વૃતાસુર: "પ્રભુ જો તમે મારી તપસ્યાથી ખરેખર પ્રસન્ન થયા હો તો મને અમરત્વ આપો"

બ્રહ્મદેવ આ સાંભળીને મુંઝાયા અને કહ્યું "અમરત્વનું વરદાન તો હું આપી ન શકું માટે અન્ય કોઈ વરદાન માંગી લે"

વૃતાસુર ઘણું વિચારીને કહ્યું: "તો મને વરદાન આપો, મારું શરીર કઠોર કરો જેનાં પર કોઈ પણ અસ્ત્રો/શસ્ત્રોનો પ્રભાવ ન થાય અને ત્રિદેવોનાં હાથે મારું મૃત્યુ ન થાય"

બ્રહ્મદેવ: "તથાસ્તુ"કહીને અંરતધ્યાન થય ગયા

આ વરદાન મળતા સાથે જ વૃતાસુરે સ્વર્ગ પર આક્રમણ કરી દીધું, બધા દેવતાઓએ પોતાના અસ્ત્રો અને શસ્ત્રોનો મારો ચલાવ્યો પણ વૃતાસુરનાં શરીરને કંઈ હાની ના પહોંચી. વૃતાસુર અટ્ટહાસ્ય સાથે બોલ્યો:

"તમારા અસ્ત્રો અને શસ્ત્રો મારું કંઈ નય બગાડી શકે, મને બ્રહ્મદેવનું વરદાન છે કે સંસારનાં કોઈ પણ અસ્ત્રો શસ્ત્રો મારું કંઈ નય બગાડી શકે"

પછી વૃતાસુરે બધા દેવતાઓને મારીને સ્વર્ગથી તગેડી મુક્યા. બધા દેવતાઓ બ્રહ્મદેવ પાસે ગયા અને બોલ્યા "અમારી રક્ષા કરો પ્રભુ વૃતાસુરથી"

બ્રહ્મદેવ બોલ્યા:"મારું વરદાન નિરર્થક ન જઈ શકે માટે ચાલો નારાયણ પાસે એ જ કોઈ રસ્તો બતાવશે"

બધા દેવતાઓ નારાયણ પાસે ગયા અને વૃતાસુરની બધી વાત કરી. નારાયણ બધું ધ્યાનથી સાંભળ્યું અને બોલ્યા "એનું મૃત્યુ ત્રિદેવોનાં હાથે શક્ય નથી. એટલે ચાલો દેવાધી દેવ મહાદેવ પાસે એ જ કોઈ માર્ગ બતાવશે"

બધા ગયા મહાદેવ પાસે મહાદેવ સમાધિમાં બેઠા હતા બધા દેવતાઓએ: "હર હર મહાદેવ"નો નારો લગાવ્યો

ત્યાં પ્રભુ સમાધિમાંથી જાગ્રત થયા અને બોલ્યા, "શું દુખ આવી પડ્યા કે બધા અહીં મારી સન્મુખ આવ્યા"

બધા દેવતાઓને વૃતાસુરની વાત કરી ત્યારે મહાદેવ બોલ્યા: "બ્રહ્મદેવ અને નારાયણ મારું જ એક રુપ છે એટલે એમનુ આપેલ વરદાન નિરર્થક ના જઈ શકે"

દેવતાઓ નિરાશા સાથે બોલ્યા: "તો પ્રભુ એનો કોઈ ઉકેલ હવે તો તમારો જ એક આશરો છે"

મહાદેવ વિચારીને બોલ્યા: "તમારી મદદ ઋષી દધીચી કરી શકે એમ છે, કારણકે એમનાં હાડકા અનંત બ્રહ્માંડમાં સૌથી કઠોર છે અને હાડકા કોઈ અસ્ત્ર કે શસ્ત્રમાં ના ગણાય"

બધા દેવતાઓ મુંઝાયા હવે, ઋષી દધીચીને કેવી રીતે આ વાત કરવી. એકબાજુ પ્રભુને અવતાર લેવાનો સમય અને બીજીબાજુ સવારે ઋષી સવારનાં નિત્યક્રમ પતાવવા નદિએ જવું ઋષી દધીચી સ્નાન કરીને નીકળ્યા અને સામે દેવરાજ ઈન્દ્ર અને અન્ય દેવતાઓને હાથ જોડીને નતમસ્તકે ઉભા જોયા

ઋષી દધીચી બોલ્યા: "અહો ભાગ્ય મારું બધા દેવતાઓ અહીં મારી સન્મુખ"

બધા દેવતાઓ નતમસ્તકે બોલ્યા: "ઋષી દધીચી અમને તમારી મદદની આવશ્યકતા છે, એક અસુરે અમને સ્વર્ગલોકથી ખદેડી મુક્યા છે, એનો વધ માત્ર તમારા શરીરનાં હાડકાથી જ સભંવ છે, માટે અમે દેવતાઓ તમારા પાસે હાડકાનું દાન માંગીએ છીએ"

આ સાંભળીને ઋષી દધીચી મુંઝાયા પણ એતો એક ઋષી હતા એમનાં માટે સંસાર હીત પહેલાં એમણે વધારે વિચાર્યા વગર પોતાના હાડકાં દાનમાં આપી દીધા દેવતાઓને અને એ મૃત્યુ પામ્યા, ત્યાં ત્રિદેવો પ્રગટ થયા અને બોલ્યા : "સંસાર ક્યારેય તમારું આ બલીદાન નય ભુલે ઋષી દધીચી"

બધા દેવતાઓ ઋષી દધીચીનાં હાડકાં લયને દેવ શિલ્પકાર વિશ્વકર્મા પાસે ગયા અને વિશ્વકર્માએ એ હાડકાથી વજ્ર નામનું અસ્ત્ર બનાવ્યું. પછી બધા દેવતાઓએ વૃતાસુર સામે આક્રમણ કર્યું અને વૃતાસુરને હરાવ્યો, ત્યાં વૃતાસુર નીચે ઢળીને બોલ્યો: "આ અસંભવ છે બ્રહ્મદેવનું વરદાન નિરર્થક ના જઈ શકે"

ત્યાં બ્રહ્મદેવ પ્રગટ થયા અને બોલ્યા: "સભંવ છે વૃતાસુર ! કારણકે વજ્ર કોઈ અસ્ત્ર કે શસ્ત્ર નથી પણ હાડપીંજર છે"

ત્યાં દેવરાજ ઈન્દ્રએ વજ્રનો વાર કર્યો વૃતાસુર એક આહકારા ન અને મૃત્યુ પામ્યો અને બધા દેવતાઓમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો.

આ બાજું પ્રભુનો જન્મ થયો અને આખાં અનંત બ્રહ્માંડમાં તેજ પુંજ વ્યાપી ગયો. માતાએ ઘણી રાહ જોઈ પણ ઋષી દધીચી ના આવ્યા, ત્યાં માતાને સમાચાર મળ્યા કે ઋષી દધીચી સ્વર્ગ સીધાવી ગયા છે. આ સાંભળતા માતાએ બાળકને પીપળાનાં ઝાડ નીચે મુકીને અગ્નિ સ્નાન કર્યું. એક અબોલ બાળકને કોનો સહારો હવે, બાળકને અડધી રાતે ભુખ લાગી એટલે કરુણ રુદન કર્યું. આ કરુણ રુદન માતા પાર્વતીનાં કાને પડ્યું આ સાંભળતા માતાએ દોટ મુકી, આ તો જગત જનની કરુણતાનાં મુર્તિ માતા પાર્વતી હતાં, એ ક્યાંથી ઉભા રહે એટલે એ બાળક પાસે પહોંચ્યા અને બાળકને તેડી લીધું. ત્યાં નારાયણ અને બ્રહ્મદેવ પ્રગટ થયા બ્રહ્મદેવે બાળકનું નામ"પીપ્લાધ"રાખ્યું કારણકે એ પીપળા નીચે પોઢેલ એટલે, ત્યાં પીપળાના થડમાંથી દુધની શેર ફુટી અને બાળકનાં મોઢામાં પડી, જાણે પ્રકૃતિ જ પ્રભુના વધામણા ન કરતી હોય.

માતા પાર્વતીએ બાળકનું ધ્યાન રાખવા લાગ્યા, આતો પ્રભુનાં અવતાર હતા સમજણા થતાં વેત સમાધિ ક્રિયા શીખી લીધી અને સમાધિમાં બેસી ગયા. ઘણા દિવસો વિતી ગયા પણ બાળકરુપી પ્રભુ સમાધિમાંથી જાગ્રત ન થયા. માતા પાર્વતીની ચિંતા થવા લાગી કે બાળક કેમ ના જાગ્યું ત્યાં નારાયણ માતાનાં મન સાથે જોડાયા અને કહ્યું "બહેન તમે હવે કૈલાશ તરફ પ્રસ્થાન કરો, તમે જાણી ગયા હશો એ બાળક કોઈ સાધારણ નથી પણ ભગવાન શિવે અવતાર ધારણ કર્યો છે"પછી માતાએ કૈલાશ તરફ પ્રસ્થાન કર્યું.

પ્રભુ ઘણા વર્ષો સમાધિમાં રહ્યા, પુરા સોળ વર્ષ પછી પ્રભુ સમાધિમાંથી અચાનક જાગ્રત થયા અને આજુબાજુ નજર કરીને જોરથી"મા"પોકાર કર્યો, આ પોકાર માતા પાર્વતીએ સાંભળ્યો, એ પોકાર તરફ ડગ માંડ્યા ત્યાં બ્રહ્મદેવ અને નારાયણ આવ્યા અને બોલ્યા: "ઉભા રહો દેવી"

માતા પાર્વતી: "એક માતાને તેના પુત્ર પાસે જતા તમે દેવ કેમ રોકો છો"

નારાયણ: "બહેન ! કોઇને તેના ખરાબ કર્મોની સજા આપવાનો સમય આવી ગયો છે, એ જ પ્રભુનાં અવતારનો ઉદ્દેશ છે અને અત્યારે તમે એમની પાસે ગયા તો એ ઉદ્દેશમાં બાધા ઉત્પન્ન થશે."

માતાએ ઘણું વિચાર્યું, પોતાના મા હ્રદય પર પથ્થર મુકીને કૈલાશ રોકાઈ ગયા. આ બાજુ પ્રભુ મા મા પોકારતાં કરુણ રુદન કર્યું, આજુબાજુની દિશામાં રુદન કરતા કરતા દોડવાં લાગ્યા ત્યાં આગળ જતા એક આશ્રમ દેખાયો. આશ્રમ જોતાં તેમને અંદર પોતાનું ઘર હોય એવો આભાસ થયો. એમણે આશ્રમમાં પ્રવેશ કર્યો. અંદર બધે કરોળિયાનાં જાળાં અને ધુળ જામી ગયી હતી, પ્રભુને એમનાં માતા પિતા યાદ આવવા લાગ્યાં

મનમાં: "ક્યાં છે મારા માતા પિતા જેઓ મને મુકીને ક્યાંક વયા ગયા કે કોઈએ એમની સાથે છલ કપટ કર્યું છે."

હવે પ્રભુ રોઈ રોઈને થાક્યા હતાં એટલે એમની અંદર ધીરે ધીરે ક્રોધ પ્રગટવાં લાગ્યો એટલે પ્રભુએ બધી હકીકત જાણવાં ધ્યાનમાં બેઠા, થોડા સમયમાં પ્રભુ બધું જાણી ગયા અને ગુસ્સામાં આંખો ખોલી ત્રાટ પાડી "શનિદેવ ! મારા માતા પિતાનું મૃત્યુનું કારણ તમે છો, આ પાપી કૃત્ય કરવા બદલનું પરિણામ ભોગવવા તૈયાર થઈ જાવ"

આ ત્રાડ સાંભળી આખું બ્રહ્માંડ ધ્રુજી ગયું, બધા દેવતાઓએ બાળક રુપી પ્રભુને પ્રણામ કર્યા. પણ શનિદેવને કંઈ ફરક ના પડ્યો, અહંકાર માથે ચડી ગયો હતો એટલે એમને આ નાના બાળકમાં પ્રભુ ના દેખાણા. શનિદેવ અહંકારમાં એ જ ભુલ કરી બેઠાં. જે એનાં મોટા ભાઈ યમરાજે કરી હતી. મહાપ્રભુનાં શિવલીંગને યમપાસનો સ્પર્શ કર્યો હતો એવી, શનિદેવે પ્રભુ પર વક્રદ્રષ્ટિનો પ્રભાવ કર્યો પણ આ તો ભગવાન શિવ હતા એમનાં પર કંઈ પણ પ્રભાવ ન થયો વક્રદ્રષ્ટિનો.

પ્રભુએ એક મોટી છલાંગ મારી ગ્રહ મંડળ તરફ, સૌ પ્રથમ સુર્યદેવ આવ્યા તેમને બાળકને જોતા વેંત એક મહાશક્તિ પુંજ દેખાણો એટલે તે સઘળું સમજી ગયા આ કોઈ સાધારણ બાળક નથી પણ ભગવાન શિવ છે, એમણે પ્રભુને પ્રણામ કર્યા અને આગળ જવા દીધા. આવી જ રીતે એક પછી એક ગ્રહોને પણ સુર્ય દેવ જેવો જ આભાસ થયો એટલે એમણે પણ પ્રભુને આગળ જવા દીધા. અંતે પ્રભુ શનિ મંડળમાં પ્રવેશ કર્યો, ત્યાં શનિદેવે પોતાના ગ્રહની ધરીને ફેરવવાનું શરૂ કર્યું ( તમે જાણતા જ હશો શનિ ગ્રહની આસપાસ બંગળી આકારની ધરી છે) પ્રભુ પ્રવેશી ના શકે એટલે, આ તો જગતપિતા મહાદેવ હતા એમને કોણ રોકી શકે આ બ્રહ્માંડમાં એમનું ધાર્યું કામ કરતા. આ ખાલી એક ગ્રહ મંડળની ધરી હતી, જ્યાં પ્રભુએ ઉંચો હાથ કર્યો ત્યાં શનિ ગ્રહની ધરી થંભી ગઈ. આ જોઈને પણ શનિદેવને કંઈ ફરક ના પડ્યો, એમને લાગ્યું આ બાળક કોઈ માયાવી છે એટલે જ મારા ગ્રહની ધરી થંભી ગઈ પછી પ્રભુ શનિ મહેલમાં પહોચ્યા અને બોલ્યા "શનિદેવ મારા સવાલનો ઉત્તર આપો, મારા પિતાએ ક્યું પાપ કર્યુ હતું કે તમે એમના પર તમારી વક્ર દ્રષ્ટિ નાંખી"

શનિદેવ અહંકારમાં "હું તારા સવાલનો જવાબ આપવા બંધાયેલ નથી બાળક અને તું ભુલી ગયો છે કે તું કોની સામે ઉંભો છે સર્વ શક્તિશાળી દેવતા છું હું"

પિપ્લાધ: "મારા પ્રશ્નોનાં ઉત્તર આપવા જ પડશે તમારે શનિદેવ"

શનિદેવ: " છેલ્લી વાર કહું છું અહીંથી પાછો જા અન્યથાં મારી શક્તિનો સામનો કરવા તૈયાર થઈ જા"

પ્રભુ ત્યાંથી હલ્યા પણ નહીં એટલે શનિદેવે પોતાની સૌથી ભયંકર શ્રાપીત ક્રુર દ્રષ્ટિનો પ્રયોગ પ્રભુ કર્યો, જેનો ઉપયોગ સૌથી પાપી અને નફાવટ જીવ પર કરતાં એ જ દ્રષ્ટિનો પ્રયોગ એક પાપ રહીત બાળક પર કર્યો, આ તો સૌથી છેલ્લો ગુનો હતો શનિદેવનો

પ્રભુએ તરત મોઢું ખોલ્યું અને બધી જ ક્રુર દ્રષ્ટિ ગ્રહીત કરવા લાગ્યા પોતાના ઉદરમાં, એટલે પ્રભુનું શરીર લાલ રંગનું થવા લાગ્યું અને બીજી તરફ કૈલાશમાં સમાધિમાં લીન મહાદેવનાં શરીર પર પણ આ પ્રભાવ થવા લાગ્યો ગમે એમતો પ્રભુ પિપ્લાધ મહાદેવનાં અવતાર હતાને. આ જોઈને માતા પાર્વતીને ગુસ્સો આવ્યો અને બોલ્યા"શનિદેવ આ તમે શું કરી બેઠા આનું પરિણામ સારું નય હોય તમારા માટે"

શનિદેવે આ જોયું કે એમની ક્રુર દ્રષ્ટિથી બાળકને કંઈ ના થયું, ત્યાં પ્રભુએ ત્રાડ નાંખી એક જ ત્રાડે શનિ મહેલનાં તુકડે તુડકા કરી દીધા, આ જોઈને પણ શનિદેવની આંખ ના ખુલી અને હાથ ઉંચો કર્યો પોતાના અસ્ત્રને બોલાવવા, ત્યાં પ્રભુએ જોરથી લાત મારી શનિદેવની કમરમાં, શનિદેવ ઉછળીને પૃથ્વી પર ફેંકાઈ ગયા અને પડ્યા દધિચી આશ્રમની સામે, કમરની પાસળી તુટી ગઈ એટલે કળસવા લાગ્યા. બહું ભયંકર વેદના થવા લાગી આ બાજું પ્રભુએ ત્રિશુલનું આહવાહન કર્યું અને છલાંગ મારીને શનિદેવની છાંતી પર ઉભા રહી ગયા અને જેવું ત્રિશુલ શનિદેવનાં ગળે સ્પર્શવાં ગયું ત્યાં બ્રહ્મદેવ અને નારાયણ આવી ગયા અને બોલ્યા: "ઉભા રહો પ્રભુ ! જો તમે શનિદેવને મૃત્યુ દંડ આપ્યો તો સૃષ્ટિમાં અસંતુલન વ્યાપી જશે"

પિપ્લાધ: "હું નય છોડુ શનિદેવને એમનાં લીધે જ મેં મારા માતા પિતા ખોયા છે"

નારાયણ: "સ્મરણ કરો તમે કોણ છો, તમે જગતપિતા મહાદેવ છો, તમને કોણે રોકી શકે આ સંસારમાં પણ આ છેલ્લો મોકો આપો શનિદેવને સુધરવાનો"

ત્યાં બીજા દેવતાઓ પણ આવી ગયા સુર્યદેવતો પગે પડી ગયા અને બોલ્યા: "છેલ્લો મોકો આપો પ્રભુ ! મારા પુત્રને સુધરવાનો"

શનિદેવ નારાયણ અને બ્રહ્મદેવ સામું જોઈને બોલ્યા: "મને બચાવી લો, આ અધર્મી અને માયાવી બાળકથી"

નારાયણ અને બ્રહ્મદેવ ગુસ્સાથી શનિદેવ સામે જોઈને બોલ્યા: "મુર્ખ શનિદેવ ! તમને હજુ પણ સમજાયું નથી આ કોઈ માયાવી બાળક નથી એમ, તમારે પ્રાયશ્ચિત કરવાની જરૂર છે"

પિપ્લાધ બોલ્યા: "નારાયણ અને બ્રહ્મદેવ સત્ય કહી રહ્યા છે શનિદેવ, તમારે પ્રાયશ્ચિત કરવાની જરૂર છે ત્યાં સુધી ભોગવો આ દુખ"

એમ કહીને પ્રભુ ત્યાં જ પીપળા નીચે ધ્યાન મગ્ન થયા અને બધા દેવતાઓ પોત પોતાનાં લોક પર પ્રસ્થાન કર્યું. આ વાતને થોડો સમય વયો ગયો. આ બાજુ શનિદેવની પીડા વધવા લાગી, આ પીડામાં એમને અહંકારમાં કરેલી ભુલો દેખાવા લાગી, એમને એ ભુલોનો પસ્તાવો થવા લાગ્યો. ધીરે ધીરે એમની નજર ત્યાં પીપળા નીચે ધ્યાન મગ્ન પ્રભુ પર પડી, ત્યાં એમને એ બાળકમાં પ્રભુ મહાદેવ દેખાવા લાગ્યા કારણકે આંખ પર ચડેલી અહંકારની પટ્ટી ઉતરવા લાગી હતી. એ હવે પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા.

પ્રભુનાં નામનું સ્મરણ કરવાથી એમની પીડા ઓછી થવા લાગી એટલે એ ધીમે ધીમે પ્રભુ તરફ સુતા સુતા આગળ વધ્યા અને પ્રભુનાં ચરણ પકડી લીધાં. પ્રભુનાં ચરણ પકડવાથી એમની પીડા સાવ ઓછી થઈ ગઈ અને એ બેઠાં થય ગયા શનિદેવ રાજી રાજી થય ગયા અને એ પુરાં દિલથી પ્રભુની સેવા કરવા લાગ્યા ઘણા વર્ષો વીતી ગયા.

એક દિવસે પ્રભુ સમાધિમાંથી જાગ્રત થયા અને બોલ્યા: "શનિદેવ ! હું તમારી સેવાથી પ્રસન્ન થયો છું એટલે તમને માફ કરું છું અને તમારી સમસ્ત પીડાનું હરણ કરું છું પણ ધ્યાન રાખજો બીજીવાર આવી ભુલ ના થવી જોઈએ અને જન્મથી લયને સોળ વર્ષ સુધી તમે કોઈ પણ મનુષ્ય જીવની કુંડળીમાં પ્રવેશ ન કરો"

શનિદેવ: "પ્રભુ ! વચન આપુ છું અને તમારું સ્મરણ કરવા વાળા ભકતોને મારી દ્રષ્ટિનો પ્રભાવ ઓછો લાગશે"

જય પિપ્લાધ મહાદેવ.


Rate this content
Log in

Similar gujarati story from Classics