શોલે
શોલે
હીરો :- સીકે ભાઈ
વીલન :- ગબ્બરસિંહ,સાંભા,કાલિયા અને અન્ય ડાકુ
મોશન :- નો ફાઈટીંગ ઓન્લી દિમાગ વાપરીંગ
એકવાર સીકે ભાઈને વિચાર આવ્યો કે આ વખતે તો ધુળેટી રમવા રામપુરમાં જાવું છે, એમણે એમના દાદાનાં મોઢે બોવ વખાણ સાંભળ્યા હતા રામપુરની ધુળેટીનાં એટલે એમણે ટાઈમમશીન બનાવવાનો વિચાર કર્યો કારણકે એ રામપુરની ભુતકાળની વાત હતી જ્યારે એમનાં દાદા બાળપણમાં હતા અને એટલે ચાલુ કર્યું ટાઈમમશીન બનાવવાનું છ મહિના સખત પરીશ્રમ કરીને બનાવી નાંખ્યું, ટાઈમમશીન એ બહુ ખુશ હતા એમણે વહેલી સવારે ટાઈમમશીનમાં બેસીને રામપુરનાં ભુતકાળમાં જવાનું વિચાર્યું
વહેલી પરોઢે સીકે ભાઈ તૈયાર થયા જરૂરી ક્રીયાકર્મ કરીને પછી ગયા ટાઈમમશીન પાસે, પછી યાદ આવ્યું કે એમની લકી ચાર્મનો ફોટા લેવાનું ભુલાઈ ગયુ એટલે એ દોડ્યા ફોટા લેવા
એ ફોટો દિપીકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાનો હતો
પછી બધું ચકાસણી ટાઈમમશીનની ઠીક ચાલે છે કે નય પછી ટાઈમમશીનનું એન્જિન બાઈકમાં ફીટ કર્યું પછી ચાલુ કર્યું
ટાઈમમશીન અને પહોંચી ગયા 1955ની સાલમાં
ટાઈમમશીન પહોંચી ગયુ કાલી પહાડીની પાછળ પછી ઉતરી ને બધી બાજુ નજર ફેરવી પણ કશે ગામ નજર ના આવ્યું,પહાડો સિવાય પછી થોડા આગળ ગયા તો ત્યાં દૂર કોઈક નજર આવ્યું, એટલે એની બાજુ આગળ વધ્યા જેમ નજીક આવ્યા એમ એ લોકોના કપડાં દેખાણા બે જણા કાળા કપડાં પહેરેલા હતા અને એક ખભા પર રાઈફલ ટીંગાળી હતી અને કમર પર કારતુસનો પટ્ટો હતા એ બેયે તરત સીકે ભાઈ પર નજર ચોંટાડી ઉપરથી નીચે જોયા કર્યા પછી તરત રાઈફલ કાઢી એમની છાતી પર મુકી અને પુછ્યું પોલીસ નો આદમી ડાકુ ગબ્બરસિંગનાં ઇલાકામાં અમારા સરદારને પકડવા આવ્યો છે સીકે ભાઈ એ સામે જવાબ આપવા ગયા "હું પોલીસ આદમી નથી" પણ બેય ખંધુ હસ્યા અને બોલ્યા "અમને શું ગાંડા સમજી રાખ્યાં છે ખાખી કપડાં પહેરેલા છે અને પાછો કહે છે હું પોલીસ નો આદમી નથી"
તરત સીકે ભાઈ પોતાના કપડા પર નજર નાખી એ ભૂલમાં ખાખી કપડાં પહેરી લીધા હતા ઉતાવળમાં અને મનમાં બોલ્યા "ઓહ તારી ભાઈગમાં ભમરો બેહી ગયો" અને એમને યાદ આવ્યું કે આ ગબ્બરસિંહે એમના દાદા અને ગામવાળાને બોવ રંજાડેલા એટલે મનમાં વિચાર કર્યો, આ ગબ્બરસિંહને એકવાર બાટલીમાં ના ઉતાર્યો તો જામનગરનું પાણી લાજે અને બોલ્યા લયજાવ તમારા સરદાર પાસે અને ઓલા બેય ડાકુઓને ગુસ્સો આવ્યો, "તારી એટલી હિમ્મત તું અમારા સરદારને હથકડી પહેરાવવા આવ્યો છે, તને તો અમે જીવતો નય મુક્યે" અને રાઇફલ્સના ટ્રીગરે આંગળી દબાવી પણ બીજો ડાકુ થોડોક મગજવાળો હતો એટલે તેણે પહેલાં ટાકુની રાઈફલ ખેંચીને બીજી દિશા પર કરી દીધી એટલે સીકે ભાઈ બચી ગયા પણ પહેલાં ડાકુને બીજા ડાકુ પર ગુસ્સો આવ્યો "આ શું કરી રહ્યો છે, તું આ પોલીસ વાળાને બચાવી રહ્યો છે કેમ" એટલે બીજા ડાકુ એ સમજાવ્યું કે આને આપણે આપણા સરદાર પાસે લયી જાઈએ એને આપણા સરદાર સજા કરશે અને આપણને ઈનામ આપશે એટલે પહેલાં ડાકુએ વિચાર્યું "અગર અમે આને મારી નાખ્યો તો સરદાર અમને જીવતા નય છોડે" એટલે એણે મંજૂરી આપી સરદાર પાસે લય જાવાની અને સીકે ભાઈના બેય હાથ બાંધી દીધા અને ચાલ્યા સરદાર પાસે
સરદાર નો અડ્ડો
(ચારે બાજુ પહાડો જ હતા ખાલી એકજ રસ્તો હતો અંદર જવાનો એક જગ્યાએ ખાલી એક ખાટલો હતો માટલુ પાણી પિવા પછી ચારે બાજુ બોમ્બ અને કારતુસ ભરેલાં પડ્યા હતા અને પહાડો પર એક એક ડાકુ બેઠેલા હતા અને ખાટલા પર કોઈ જાડો ગેંડા જેવો સરદાર ડાકુ ગબ્બરસિંહ પોઢેલો હતો )
એક ડાકુ સરદાર પાસે ગયો અને એકે સીકે ભાઈ કસોકસ પકડી રાખ્યાં ભાગી નો જાય એટલે
સરદાર પાસે જયીને સલામી આપી "સરદાર કી જય હો" "તમારા માટે એક ભેટ લાવ્યા છીએ એક પોલીસનો આદમી" આટલું સાંભળતા ગબ્બરસિંહ ફટાક દયીને ઉભો થયો અને બોલ્યો
"ડાકુ ગબ્બરસિંહના એરીયામાં પોલિસ બહુત હી ગલત કીયા તુને સરકારી કુત્તે, ઈસકે હાથ બાંધીદે ઈસકે હાથ કાટને હે મુજે, ફીર કબી કીસી સરકારી કુત્તે કી હિમ્મત નહીં હોગી યહાં આને કી, તરત સીકે ભાઈએ મગજ દોડાવ્યુ અને બોલ્યા "આપ બહુત હેંડસમ હો સરદાર" અને ગબ્બરસિંહનો પીતળીયો ગયો અને બોલ્યો "તેરી યે મજાલ તું મુજે હેંડપંપ બોલ રહા હે" ત્યાં વચ્ચે કાલિયા બોલ્યો "યે આપકો ખુબસુરત કે રહા એ અંગ્રેજી મેં"
ત્યાં ગબ્બરે એને પુછ્યું "તુમે અંગ્રેજી કૈસે આતી હે" ત્યાં કાલિયા બોલ્યો "આપ ભુલ ગયે મેં પહેલે ટ્રેન મેં ચોરી કા કામ કરતા થા, વહાં મેને ઐસે શબ્દ સુને ઓર મુજે વહી થોડે અંગ્રેજી શબ્દ શીખે થે, મેને ઈસલીએ મુજે આતે હે"
ત્યાં ગબ્બર સીકે ભાઈ તરફ ફર્યો "મુજે પાગલ સમજા હે ક્યાં જો મેં તેરી ચીકની ચુભલી બાતો મેં આ જાવ"
સીકે ભાઈ બોલ્યા "નહીં સરદાર મેરે હાથ કાટને સે આપકો ક્યાં મીલેગા ઔર આપ પુલીસ કે હાથમે આજ નહીં તો કલ પકડૈ હી જાઓગે, ફીર આપકા ક્યાં હોગા ફીર આપકો છુડાને વાલા કોન ઔર કાલિયા ઔર સાંભા કી ઉંમર આપસે જ્યાદા હે વો દોનો બુઢે હો ગયે હૈ, વો કબ તક આપકો બચાતે રહેગે પુલીસ સે, મેં તો કહેતા હું આપ શાદી કરલીજીએ મેરે ધ્યાન મેં એક લડકી ભી હે,જો આપસે શાદી કરેગી વો મેરી બીવી કી બડી બહેન હે, જો અભીતક શાદી નહીં કી હે મેરે પાસ ઉસકા ફોટો ભી હે"
સરદાર થોડી વાર વિચાર કરીને "પર વો મુજસે શાદી ક્યું કરેગી, મેં તો ડાકુ હું"
સીકેભાઈ :- "આપ મુજે જીંદા જાને દીજીયે ઉસકો મેં મનાલુગા આપસે શાદી કરને કે લીએ"
ગબ્બરસિંહ :- "પર મેં એક અજનબી પર વિશ્વાસ ક્યું કરું"
ત્યાં સીકે ભાઈ રોતલુ મોઢું કરીને બોલ્યા "મારા ચહેરાને જોઈને લાગે હું તમારી સાથે ગદ્દારી કરું અને વિશ્વાસ નો આવતો હોય તો મારા ખિસ્સામાં જોવો ત્યાં મારી થનાર પત્ની અને એની બહેનનાં ફોટો હશે"
ત્યાં ગબ્બરસિંહે એમના ખિસ્સા ચકાસ્યા અને એમાંથી બ્લેક એન્ડ વાઈટ દિપીકા અને પ્રિયંકા નો ફોટો નિકળ્યો, ગબ્બરસિંહે ફોટો આખી ડાકુ ટીમને દેખાડીયો
ત્યાં સાંભા બોલ્યો "આ બે છોડીઓ ક્યાં રામપુરમાં રહે છે"
સીકે ભાઈ બોલ્યા "એ કાલ સવારે જ આવી, એમના દાદાને ત્યાં રોકાવા અને ડાકુઓ રાતે જ લૂંટવા નીકળે ગામે ગામ એટલે તમને ના ખબર હોય ને"
અને ગબ્બરસિંહતો પ્રિયંકાનાં રૂપમાં અંજાઈ ગયો ત્યાં કાલિયા ને દાવ ઉંધો જાતા લાગ્યો એટલે બોલ્યો "આ ને આપણે સહીસલામત ના જવા દઈ શકીએ, નકર ગામના લોકોમાં આપણો ડર નહીં રહે"
ત્યાં સીકે ભાઈ બોલ્યા "મારો ટકો કરી દો, એટલે ગામવાસીઓ તમને દયાળુ સમજી જાશે એટલે તમારી લગ્ન વિશે વાત કરવામાં આશાની રે" ગબ્બરસિંહને એ આઈડિયા સારો લાગ્યો અને સીકે ભાઈનો ટકો કરીને જાવા દીધા
અને સીકે ભાઈ ડાકુનાં અડ્ડામાથી બાહર નીકળી ને પુષ્પાની સ્ટાઈલમાં બોલ્યા "મેં અચ્છે અચ્છે કો બાટલી મેં ઉતાર દેગા સાલા.."
અને પાછા આવી ગયા ભવિષ્યમાં એમણે ગબ્બરસિંહને ઉલ્લુ રમાડ્યો એટલે પોતાનું નામ સીકે"ગબ્બર" રાખી દીધું.
