ફર્સ્ટ ફ્રેન્ડ
ફર્સ્ટ ફ્રેન્ડ
મારી સ્ટોરીની શરૂઆત એક કાફેથી થાય છે .હું એક કાફેમા રોજ જતો હતો. રોજની જેમ આજે પણ હું ત્યાં જઈને બેસી
ગયો. મારા આજે નસીબ ખરાબ હતા.
હું અહી લેપટોપ વગર બેસેલો હતો કારણકે મારું લેપટોપ માંદગીમા હતું એટલે એને ડોક્ટર પાસે મૂકીને આજે જુના લેખકોની જેમ બેસેલો હતો. પણ મને એટલી ખબર છે કે હું જે કઈ કરી રહયો હતો એ બધું મને કરવું જરાપણ નથી ગમતું કેમ કે મારા
અક્ષર એ ખુબ ખરાબ થતા હતા.એટલે મે મારો ફોન બહાર કાઢ્યો.અને એમા ખુબ ફાસ્ટ વોલ્યુંમમા ગીત સાંભળી રહયો હતો.
ત્યાં અચાનક બાજુંમા એક છોકરી આવીને બેસી ગઈ. મારાથી એની સામે જોવાઈ ગયું .એ દેખાવે સારી હતી .પણ બાજુમા
કોઈ છોકરી આવી ને બેસી જાય એટલે આપણામા થોડી હિમત વધી જાય. પછી ભલેને ખરાબ અક્ષર થતા હોય પણ આપણો
વટ તો પડવો જ જોઈએ એટલે મે મારી સ્ટોરી લખવાનું કામ ચાલુ રાખ્યું અને થોડીવાર માટે હું એવો મગન બની ગયો. એ એક
પેજ પૂરું કર્યું .અચાનક ખબર નહી મને શું થયું કે લખવામા મારું મન ન લાગી રહયું હતું અને હું બોર થઇ રહયો હતો.અને કાફે મા નહિ પણ શાક માર્કેટમા આવીયો હોઉ એવી ફીલિંગ મને આવી રહી હતી કેમ કે આસ પાસ મીટીંગવાળા લોકો ખુબ જોર જોરથી બોલી રહયા હતા એટલે મે મારું કામ બંધ કર્યું અને બાજુમા બેસેલી છોકરીને જોવાનું શરૂ કર્યું .
હું એની સામે જોતો હતો પણ મારામા એની સાથે વાત કરવાની હિમત ન હતી. ઈચ્છા તો પુરેપુરી હતી એની સાથે વાત કરવાની પણ હિમત નતી થતી પછી અચાનક એનું ધ્યાન મારા તરફ પડયું. મારું દયાન તો એના તરફ જ હતુ .એટલે હું એના સામે
જોઈ ને હસ્યો. અચાનક એ પણ મારી સામે જોયું ને નાનું એવું સ્મિત આપ્યું.
મે એના ટેબલ પર પડેલી બ્રૂક જોઈ હતી એટલે મે એમને પૂછયું તમે CA કરી રહયા છો એટલે એને મને હા પાડી. પછી એને
મને પૂછયું તમે શું કરો છો એટલે મે કહયું. હું એક લેખક છું. એટલે એ થોડી વિચારવા લાગી અને પછી એ બોલી ટોપીક કયો છે
એટલે હું બોલ્યો લવ સ્ટોરી.
ત્યાં એ પાછુ બોલી તમારી કે પછી કોઈ બીજા ની?
પહેલા તો તમે તમે કહેવાનું બંધ કર.
હા તમે પણ મને તમે તમે કહેવાનું બંધ કરો .
હા ભલે બોલો સોરી ભૂલથી બોલાય ગયું બોલ શું કહેતી હતી.
હા મને તારું નામ તો કે એટલે હું બોલ્યો.જય, તારું નામ અનવી.
તારો કોઈ બોયફ્રેન્ડ ખરો. અને એ બોલી હા.
પછી વાત મારા પર આવી એટલે મે કહી ના હજી તો કોઈ નથી બસ આવે એની રાહ જોઈ રહયો છું.
મે પહેલી એવી છોકરી જોઈ હતી કે જેને જરા પણ અભિમાન ના બતાવ્યું છોકરીઓમાની આ એવી પહેલી હતી.
એટલે મે એના બોયફ્રેન્ડ વિશે પૂછી એને મને જે જવાબ આપ્યો છે એ હજી મારા મગજમા ફરી રહયો છે.
અમને મળ્યાંને ખાલી ૮ મહિના થયા છે.
મારાથી ના રહેવાયું એટલે મે પૂછયું ખાલી ૮ મહિના એમ? ૮ મહિના ખાલી કહેવાય?
અને એ હસવા લાગી. હા ચાલ એ કે તમે લોકો ક્યાં મળ્યાં હતા એ મને કહે?
અનવી મારી સામે જોઈને આજ જગ્યા એ અમે લોકો મળ્યાં હતા. મને લાગ્યું કે મે તને પહેલા પણ અહી જોઈ હતી .
ઓકે તો તમે અને જીજુ અહિયાં મળીયા હતા .
તે મને બેન બનાવી લીધી? ના મારે બેન નથી થાવું મિત્રો બરાબર છે .
હા તો તું જે કે એમ બસ બીજું શું ?
ત્યાં અચાનક એના બોયફ્રેન્ડનો ફોન આવી ગયો એટલે એ એની સાથે વાત કરવા લાગી. અને પછી ફોન મૂકી ચાલો હવે હું રજા
લવ કીધું.
હા બીજું શું જાવ તમે .
અને એ મારી સાથે હાથ મિલાવીને કાફેમાંથી બહાર જતી રહી મારી પાસે ખાલી એનું નામ હતું બીજુ કઈ મારી પાસે ના હતુ .
હા પણ એ છે એ છોકરી મને થોડી હિમત આપતી ગઈ .
અને હવે પાછી મળવા આવશે ત્યારે આપણે ટુ બી કન્ટીન્યુ ...કરીશું .
