Jay Gokani

Comedy Romance

5.0  

Jay Gokani

Comedy Romance

મિસ ફાયરબ્રિગેડ

મિસ ફાયરબ્રિગેડ

7 mins
745


તમને લોકોને ખબર જ છે કે હું બધા લોકોને મારી મિત્રવારી કેટેગરીમાં આવવાનો મોકો જલ્દીથી આપતો નથી. પણ જે વ્યકતિ પર મને ભરોસો આવે એવીજ વ્યકતિને હું મારી મિત્ર વાળી કેટેગરીમાં એન્ટ્રી આપતો હતો. આ વખતે હું જામનગર ગયો હતો. જે વ્યક્તિને હું મારી સારી મિત્ર એટલે જે વ્યક્તિ સાથે તમે તમારા જીવનનું તમામ પ્રકાર નું સુખ અને દુઃખ બને વહેંચી શકો. પેલા જેઠાલાલની જેમ હું પણ મારો ફાયરબ્રિગેડ શોધવા માટે ગયો હતો. હા પણ આમાં એજ મારો ફાયરબ્રિગેડ નહિ પણ હું પણ એનો ફાયરબ્રિગેડ બનીને રહેવા માંગતો હતો. પણ મને આ વખતે થોડો ડર લાગતો હતો. કેમ કે મેં હજી સુધી કોઈ છોકરી સાથે કામ સિવાય વાત કરી ન હતી. એટલા માટે હું થોડો ગભરાતો હતો. હવે પહેલેથી શરૂઆત કરું.

હું મારા ભાઈ એટલે કે થોડા દૂરના ભાઈના લગ્નમાં ગયો હતો. એ મને ત્યાં મળી હતી. હા, આ પહેલા પણ અમે લોકો મળ્યા તો હતા, પણ મારે એને મારી મિત્ર બનાવવી હતી. કે જયારે કોઈ મારી ગર્લફ્રેન્ડ મને છોડી કદાચ જતી રહે તો પણ એ એક મને સંભાળી લે .અને હું કોઈ જેવી તેવી વ્યક્તિને આવા કામ માટે પસંદ ના કરુ. મારી નજરમાં આ વ્યક્તિ પરફેક્ટ હતી. પણ એ પણ મારે જોવાનું હતું કે એ મને એનો મિત્ર બનાવવા માંગે છે કે નહિ. અને હા એ અત્યારની છોકરી કરતા થોડી અલગ છે. મતલબ કે થોડી સીમ્પલ એટલે કે મેં જેટલું જોયું છે ને જાણ્યું છે એ પ્રમાણે આ ઘણી સારી હતી. એ મારી મિત્ર કે ફાયરબ્રિગેડ બને કે ના બને. પણ હા એનો થવાવાળો પતિ ચોક્કસ નસીબદાર હશે એ પાકું. હું એનું નામ ક્યાં લખીશ નહિ પણ માત્ર મિસ ફાયરબ્રિગેડ લખીશ. ઓકે તમને મેં એના વિશે માહિતગાર કરી દીધા હવે આપણે પાછા રસ્તા પર આવી જાય.

મિસ ફાયરબ્રિગેડ એ ઘણા સમય પછી મને પાછી મળી હશે. એ પહેલા એ મને મામીનું દુઃખદ અવસાન થયું ત્યારે મળી હતી. એ વાતને ૧૦ થી ૧૧ મહિના થયા હશે. હા પણ ત્યારે હું આટલો બધો વિચારમાં પડ્યો રહેતો હતો કે મને મારા સિવાય બીજા કોઈ વ્યક્તિ સાથે કઈ મતલબ ના હતો. પણ આ વખતે હું સાવ એકલો પડી ગયો હતો. કેમ કે ભાઈના લગ્ન હતા અને જો હું ના જાત તો એ મને સંભળાવી સંભળાવીને મારી નાખત એટલે મારે તો જવું જરૂરી હતું જ. હું વિચારી રહીયો હતો કે હું ત્યાં જઈને શુ કરીશ. કેમ કે એના બધા મિત્ર અલગ હતા. એ લોકો આખો દિવસ સ્મોકિંગ એન્ડ ડ્રીંક કર્યા કરે. અને મને એ બધી વસ્તુ જરા પણ ગમતી ના હતી.

એટલા માટે થઇ ને હું બને ત્યાં સુધી એકલો જ રહેતો. અને હા એ બધામાં જો હું કોઈ વ્યક્તિ સાથે બોલતો હોઈ ને તો એ આ વ્યક્તિ સાથે. બાકી કોઈ સાથે નહિ. અને ભાઈ સાથે બનતું હતું પણ એ આજે કોઈ હિસાબે ફ્રી હતો પણ નહિ અને થશે પણ નહિ.

મારી પાસે હિંમત ના હતી. કેમ કે મેં કોઈ દિવસ કોઈ છોકરી ને નાતો મેસેજ કરીયો હતો. એનો નંબર માંગવાની હિંમત મારામાં ના હતી. મને એનું નામ ખબર હતી સરનેમ મને ખબર ના હતી એટલે પહેલા તો મારે એ જાણવું પડે એમ હતું કે એનું આખું નામ શુ છે. એ શોધવું કઈ અઘરું ના હતું. મેં ઇન્સ્ટાગ્રામ પણ એને સર્ચ કરી એ મળી. પણ મેં ઇન્સ્ટાગ્રામ આવા લોકોને શોધવા માટે જ ખોલ્યું હતું. એ સિવાય મારે ઇન્સ્ટાગ્રામનું કઈ કામ ના હતું.

મે રિકવેસ્ટ મોકલી. ભાઈ ના લગ્ન પુરા થઇ ગયા. પાંચ દિવસ પછી એની મોટી બેનના લગ્ન હતા. એમાં પણ મારે જવું જ પડે એમ હતું. એ દિવસે મેં થોડી હિંમત કરીને બેનની વિદાય થઇ ગયા પછી કહીંયુ કે તારો નંબર તો મને આપ. પણ એને એવોજ જવાબ આપીયો કે આ પહેલા પણ મને આવો જવાબ મળીયો હતો. પણ કોઈ બીજા પાસેથી. "પણ તારે શુ કામ છે ?" એટલે મેં પણ કહી દીધું "તારે આપવો હોય તો આપ નકર કઈ નઈ મારે જોશે ત્યારે હું ગોતી લઇશ." મિસ ફાયરબ્રિગેડ કહ્યું હા તો ગોતી લેજે પછી શુ હું બાય કહીને ત્યાંથી નીકળી ગયો.

પછી દસ દિવસ એમ જ વીતી ગયા. હું એ વાતને ભૂલી ગયો હતો કે મેં મિસ ફાયરબ્રિગેડને રિકવેસ્ટ મોકલી છે. અચાનક એનો મસેજ આવ્યો બે એકાઉન્ટ એટલે મેં હા પાડી. પછી એનો ઓકેનો રીપ્લાય આવ્યો. મારામાં હિંમત ના હતી કે એને બીજો કઈ મેસેજ કરી શકું એની હું એને હેલો લખું. એનો સામે રિપ્લાય આવે પછી પાછું હું કઈ ના લખી શકતો કેમ કે મારામાં હવે હિંમત જ ના હતી.

એક દિવસ મારે જામનગર થોડું કામ હતું. એટલા માટે હું જામનગર ગયો હતો. એટલે ત્યાં પહોંચીને મેં એને મેસેજ કર્યો. પણ એનો કોઈ રીપ્લાય આવ્યો નહિ. ચાર વાગે પછી એનો રીપ્લાય આવ્યો, કે આજે ભાઈ અને ભાભી આવિયા છે, એટલે હું નઈ આવી શકું. ઓકે તું ફ્રી થઇ જ તો આવજે. એને હું કહી ન હતો શકતો કે તું મારી ફાયરબ્રિગેડ છે.

આજે મને એમ હતું કે એ જરૂર આવશે. પણ એ દિવસ મે કેમ કાઢયો છે એ મને જ ખબર છે, અને થઇ પણ શું શકે. મારા મા કઈ પણ બોલવાની હિમત જ ના હતી, એમા પણ મિસ ફાયરબ્રિગેડ પાસે બોલવું એટલે !

એ આખો દિવસ મે કાચની બહાર જોયા કર્યું. થોડું કામ કરું અને ત્યાં કોઈ પણ છોકરી સ્કૂટર લઇને આવે એટલે મારી નજર ત્યાજ જતી રહે. હા પણ ઠીક છે “જો કોઈ વ્યક્તિ તમને આસાનીથી મળી જાય તો તમને એની કદર ના થાય એ વાત પણ સાચી જ છે”.

મને એ વાતનું દુઃખ તો ધણું હતુ. એ મને મળવા કેમ ના આવી પણ એ વાત પર મને ખબર હતી કે કોઈ દિવસ તો એ આવશે. એ દિવસે હું જામનગરથી પાછો રાજકોટ આવી ગયો. બે-ત્રણ દિવસ મે કઈ મેસેજ ના કરીયા. પણ પછી છ-સાતદિવસ થઇ ગયા. એટલે હવે મારે પાછો મેસેજ કરવો પડયો. આમ પણ જો એ મારી ફાયરબ્રિગેડ હોઈ તો મારે એને થોડા થોડા દિવસે યાદ તો કરવી પડે. જેથી હું એના મગજમાંથી નીકળી ના જાવ. મે એને મેસેજ કરિયો "હાઈ બીઝી ગર્લ." એનો એ દિવસે રીપ્લાય આવીયો "હાઈ" પછી આગળ મેસેજ કરવામાં મને થોડો દર લાગતો હતો. કેમ કે ગમે એમ તો એ એક છોકરીને જ કહેવાની મારાથી હિમત ના થય એટલે મે એને મેસેજ ના કરિયો .

હા એ વસ્તુ તો હતી કે હું એને મારી એવી મિત્ર બનવવા માંગતો હતો, કે એ મારા સમયે એ મારી પાસે અને એના સમયે હું એની પાસે એક મિત્ર તરીકે ઉભો રહી શકું. હા ભલે પછી એ પરિસ્થિતિ ગમે એવી હોય મને મંજુર છે. એ પછી ૨ દિવસ નીકળી ગયા અને પાછુ મારે જામનગર જવાનું હતુ, પણ ક્યાં દિવસે કે તારીખે એ નક્કી ના હતુ. એટલા માટે મે એને કંઈ પણ ના કીધું .

બે દિવસ પછી હું જામનગર પહોંચી ગયો. મે એને મેસેજ કરિયો આજે તું કામમાં ના હોઈ તો આવજે, એ આખો દિવસ મે એની રાહ જોઈઅ કે આજે તો મિસ ફાયરબ્રિગેડ જરૂર આવશે. આમ જ આખો દિવસ નીકળી ગયો. એને નવવાગે મેસેજનો રીપ્લાય આવીયો. હું આજે નહી આવી શકું મારે આજે રાત્રે હોસ્પિટલમા જ રહેવાનું છે .

ઓકે બીજું શું ! મારું મન સાવ ભાંગી ગયું હતું. એટલે મારાથી આ વખતે ના રહેવાયું એટલે મે એને કહી દીધું કે બધા મારી સાથે જ આવું કેમ કરતા હશે. એટલે એનો પાછો મેસેજ આવીયો.

"પંકજ ઉદાસ ના ડાયલોગ શું મારસ."

"હું તો પંકજ ઉદાસ જ છું." ત્યાં એનો પાછો રીપ્લાય આવીયો.

"અરે રે, તારીજ જિંદગી મા તમામ દુઃખ છે. નહિ ?"

મારું મન બદલીયું એટલે મે એને પાછો મેસેજ કરિયો "એ બધું મુક કાલે તું આવે છે કે નહિ ?"

પાછો રીપ્લાય આવીયો "હું પાકું ના કહિ શકું" તેણે મને આટલું કહયું. "ઓકે બીજું શું જલ્દી જાગી જ તો આવજે."

હા મારા નંબર મે એને મેસેજ કરીયા. "જો તું કાલે આવવાની હોય તો મેસેજ કરીને આવજે."

એટલે એના તરફથી "ઓકે"નો મેસેજ આવી ગયો .હું એ દિવસે નીકળી જવાનો હતો પણ ત્યાંજ રોકાય ગયો.

હું એના પછીના દિવસે પણ જામનગર જ હતો. એનો કોઈ મેસેજ કે ફોન આવીયો ના હતો. એટલે હું એ દિવસે ત્યાંથી નીકળી ગયો. હા હવે પાછો એક વિક પછી જામનગર જવાનો છો ત્યારે મિસ ફાયરબ્રિગેડ આવી જશે.

પણ હવે જોવા નું એ પણ છે કે એ મારી મિસ ફાયરબ્રિગેડ બનવા તૈયાર છે કે નહિ ?

એ બધા જ મારા પ્રશ્નો ના જવાબ બીજા અંક માં તમને મળી જશે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Comedy