ફોઈ
ફોઈ


નિ: સંતાન વયોવૃદ્ધ ફોઈની ક્રિયાપાણી વતનમાં પતાવીને અમર શહેરમાં પોતાના ઘરે આવ્યો. રાત્રે તેણે ફોઈની નાનકડી પોટલી ખોલતા એક પત્ર મળ્યો. પત્રમાં લખ્યું હતું, "બેટા,અમર, મારા મરણ પછી મારા બેંક ખાતામાં મારી બચતના ₹ ૧,૧૦,૦૦૦/- પડ્યા છે. તે આપણા ગામની પ્રાથમિક શાળામાં દાન કરવું. આ પ્રાથમિક શાળામાં બાળકોને સારી સગવડ મળે તે માટે આ રૂપિયા દાનમાં આપવા."
આ વાંચતા અમરની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. બીજા દિવસે વતનમાં ગયો અને પ્રાથમિક શાળાના આચાર્ય ને " ફોઈ ના સ્મરણાર્થે " ₹૨,૦૦,૦૦૦/- નો ચેક આપ્યો.