Dhaval Limbani

Romance Fantasy Inspirational

4  

Dhaval Limbani

Romance Fantasy Inspirational

ફક્ત તું - ૧

ફક્ત તું - ૧

5 mins
201


                 ફરી પાછી એક સોનેરી સવાર પડી છે. આસપાસ પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે. સૂરજદાદા ધીરે ધીરે આકાશ તરફ વધવા લાગ્યા છે. સૂરજની કિરણ લહેરાતા ફૂલ અને વૃક્ષ પર પડી રહી છે. પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળીને આકાશમાં કલબલ કરતા કરતા ઊડી રહ્યાંં છે. ધીરે ધીરે રસ્તાઓ પર માણસોની ચહલ પહલ વધવા લાગી છે. છાપાં વાળા અને દૂધવાળા ઘરે ઘરે દૂધ અને છાપાંઓ પહોચાડી રહ્યાં છે.

             બેટા નીલ ઊઠ હવે. આ જો સૂરજ દાદા તારી માથે આવી ગયા છે. આજે ભલે રવિવાર રહ્યો પણ હવે ઊઠ ચાલ. એક તો ઘરે ખાલી એક બે દિવસ આવે છે બાકી તું અને તારું કામ. ખબર નહિ શું કરતો હોય છે ત્યાં ? બસ કામ કામ કામ. એવું તે તારે વળી શું કામ છે ખબર નથી પડતી. નીલના મમ્મીએ કહ્યું.

નીલ : અરે અરે મારી વ્હાલી મમ્મી !

કામ ની તો વાત જ પૂછમાં એટલું કામ હોય છે. તારો લાડલો થોડો કઈ જેવી તેવી હસ્તી છે.

નીલના મમ્મી : બસ બસ હવે સવાર સવારમાં ડાયલોગ બાજી ન કર . ચાલ ઊઠ અને નાહી લે. તારા માટે મસ્ત થેપલા બનાવ્યા છે.

નીલ : વાહ મમ્મી ! તું પણ ખરેખર ગજબ છે હો. તમારી તો વાત જ ના થાય. તું આ દુનિયાની બેસ્ટ મમ્મી છો. તમારા જેવું તો કોઈ નહિ હો.

એ બસ હવે હો. સવાર સવારમાં મસ્કા નહિ અને શાંતિથી છાનો માનો ઊઠ ની. . . લ. નીલના મમ્મી જોરથી બોલ્યા.

નીલ : અરે હા મારી વ્હાલી મમ્મી. આમ નાના જીવ પર ચીસો ના પડાય હો. બિચારો આ જીવ ડરી જાય.

નીલના મમ્મી : નીલ પ્લીઝ. ખોટી મગજમારી ન કર. ફટાફટ તૈયાર થઈને નીચે આવ. હું તારી રાહ જોવ છું.

            થોડીવાર પછી નીલ તૈયાર થઈને નીચે જાય છે. માં અને દીકરો બંને સાથે નાસ્તો કરે છે. પેલું કહેવાય ને કે જયારે માં ના હાથનું કઈક મળે એટલું આસપાસનું બધુ ભૂલાઈ જાય એમ નીલ બધું ભૂલી એના મમ્મીના હાથના થેપલાનો લુફ્ત ઊઠાવે છે. બસ આમ દિવસભર મમ્મી અને દીકરો આખો દિવસ મસ્તીમાં પસાર કરે છે. બીજા દિવસે નીલ ને સવારે નોકરી માટે જવાનું હોય છે. ( નીલ પાસે આવેલા એક ગામમાં નોકરી કરતો હોય છે. ક્યારેક ક્યારેક શનિ- રવિ એમ બે દિવસ ઘરે રોકવા માટે આવતો હોય છે ને સોમવારે પાછો નોકરી પર જતો રહે છે ) 

નીલ : સારૂ મમ્મી. હવે હું જાવ છુ. પાછો ક્યારે આવું એ નક્કી નહીં. આ વખતે પ્રયત્ન કરીશ કે જલ્દી આવી શકું .

હા મારા વ્હાલા નીલ. પાછો જલ્દી આવજે અને હા તારું ખાસ ધ્યાન રાખજે, કામ ઓછું કરજે, આરામ કરજે, અને હા સરખું જમી લેજે. નીલના મમ્મીએ કહ્યું.

નીલ : અરે હા મારા વ્હાલા મમ્મી હા. મારી એટલી બધી ચિંતા ના કરો. તારા આ લાડલા ને કઈ નહીં થાય. . .

          બસ આમ નીલ એના મમ્મીને ચરણ સ્પર્શ કરીને પોતાના કામના સ્થળે જવા માટે નીકળી પડે છે. બે કલાકની અંદર પોતાના કામના સ્થળે પહોંચી જાય છે. ઓફિસ પહોચતા જ બધા ને મળે છે અને એક બીજાના ખબર અંતર પૂછે છે. થોડીવાર પછી પોતાના ડેસ્ક પર જાય છે. પોતાના ડેસ્ક પર જઈ પોતાનું કામ કરવા લાગે છે. આમ કામ કરતા કરતા ત્રણ થી ચાર કલાક નીકળી જાય છે. નીલ ફ્રેશ થવા માટે થોડીવાર માટે ઊભો થાય છે. કોફી ટેબલ પર જઈ પોતાના માટે એક કોફી લે છે અને ત્યાં ઊભો ઊભો બધાને નિહાળતો હોય છે. એટલામાં જ એનું ધ્યાન પોતાના સરની કેબીન પર જાય છે. ત્યાં જોતા નીલ ને કોઈ છોકરી દેખાય છે જેને કેસરી કલરનો ડ્રેસ પહેરેલો છે. એ છોકરી ખુરશી પર બેઠી હોય છે. નીલના સર એ છોકરીને કઈક પૂછી રહ્યાં હોય એવું લાગતું હોય છે અને એ છોકરી ધ્યાન પૂર્વક સાંભળીને એના જવાબ આપતી હોય છે.

              એક નશા થી ભરેલી આંખ, ખિલખિલાટ હસતો ચહેરો, ગુલાબી હોઠ, કોમળ મૃદુ હાસ્ય, અને કાળા ચમકદાર વાળ અને એ પણ એકદમ પ્રોફેશનલ, હાથમાં ગોલ્ડન વોચ, આ બધુ જોઈને નીલને એ છોકરીને જોવાની ઈચ્છા થઇ જાય છે પણ ઘણો સમય લાગતા પોતાના ડેસ્ક પર પાછો ફરે છે. ત્યાં તો થોડી વાર પછી એ છોકરી નીલના ડેસ્ક પાસેથી પસાર થાય છે. થોડી નાની એવી ક્ષણ માટે એક બીજાની આંખો ભેગી થાય છે ને છોકરી ત્યાંથી ચાલી જાય છે. નીલના મનમાં એ છોકરીનો ચહેરો સમાઈ જાય છે. થોડીવાર તો નીલ એ છોકરીના વિચારમાં જ પડ્યો રહે છે પણ પછી પોતાના કામમાં લાગી જાય છે. આમ આજના દિવસનું કામ પૂર્ણ કરી નીલ પોતાના રૂમ પર જાય છે ( રૂમ ઓફિસ તરફથી આપવામાં આવેલો હોય છે અને સાથે જ ત્યાં એક મેસ આવેલું હોય છે જ્યાં અહી નોકરી કરતા બધા લોકો જમતા હોય છે ) રૂમ પર પહોંચી પોતે ફ્રેશ થઇ જાય છે અને પછી મેસમાં જમવા માટે જાય છે. જમીને નીલ રૂમ પર પરત ફરે છે. સૂતી વખતે નીલ એ છોકરી વિશે વિચાર કરે છે. વિચાર કરતા કરતા નીલ અંતે સૂઈ જાય છે.

                  આમ જ દિવસો વિતતા રહે છે અને નીલ પોતાનું કામ કરતો રહે છે. એક દિવસ નીલ ઓફિસ પર પહોંચે છે. દરરોજની જેમ નીલ પોતાના કામમાં લાગી જાય છે. થોડીવાર માટે પોતાના ડેસ્ક પર થી ઊભો થઈને બહાર આવે છે. આગળ જતા જુએ છે તો નીલની સામે પેલી એ જ છોકરી એની સામે ઊભેલી જોવા મળે છે અને નીલની નજર બસ ચોંકી ઊઠે છે. થોડી વાર પછી એ છોકરી બધાની સામે આવીને પોતાના વિશે જણાવે છે.

હેલો, ગુડ મોર્નિંગ . . .

હાઉ આર યુ ઓલ. . . .

મારુ નામ અવની છે. તમને બધા ને જોઈ ને ખૂબ આનંદ થયો. તમને જણાવતા આનંદ થશે કે હું હવે તમારી સાથે અહી જ કામ કરવાની છું. મને આશા છે કે તમારી સાથે હર એક પળ મારા માટે ખાસ હશે અને જ્યાં સુધી બને ત્યાં સુધી હું તમારી મદદ કરીશ. બસ વધારે ન બોલતા છેલ્લે એટલું જ કહીશ કે આપણો સંબંધ સારી રીતે જળવાઈ રહે અને એકબીજાની મદદ કરતા કરતા આગળ વધતા રહીએ.

થેન્ક યુ . .

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Romance