Shanti bamaniya

Romance

4.0  

Shanti bamaniya

Romance

પહેલી મુલાકાત

પહેલી મુલાકાત

5 mins
365


પ્રથમ વરસાદમાં પ્રથમ મુલાકાત પણ ગજબ કરી ગઈ.

જુની યાદોને તાજી કરી ગઈ.

લાગણીઓના આંસુ વહી ગયા ઝાપટામાં,

તારી યાદનું ઝાપટું પણ ગજબ કરી ગયું,

એવા પણ મોસમ જોયા છે,

ખૂબ પલળતા લોકોને અંદરથી કોરા જોયા છે.

વરસાદના પાણીથી ખુશ થઈને આ મારા બગીચાના છોડ નાચગાન કરી રહ્યા છે.

આ ઘરની દરવાજાની સામે ઊભેલો આ લાઈટ નો થાંભલો પણ જાણે ખુશ થઈ ગયો હોય એવું લાગતું હતું પણ એની ખુશીનું શું કારણ હશે?

બધા જ ખુશ દેખાઈ રહ્યા છે, કઈ જ ખબર પડી રહી ન હતી.

આ નિર્જીવ વસ્તુને વળી શેની ખુશી હોય.

પણ આ ઉદાસ થઈ ગયેલ મયુર ને તો એવું જ લાગી રહ્યું હતું કે એના સિવાય બધા જ ખુશ છે.

મારી આસપાસ ની બધી જ વસ્તુઓ આ વરસાદના આગમનની રાહ જોઈ રહી હતી અને તેને આવેલ જોઈને નાચગાન કરી રહ્યા છે.

આ વરસાદ, વાદળ, પાણીથી કોઈ જ ખુશી મને તો નહોતી થઈ રહી.

રશ્મી ના જવાથી તેની જિંદગી તો એકલતાથી ભરેલી નિરાશ, દુઃખો થી ભરેલી બની ગઈ હતી.

એક વર્ષ પહેલા એક છોકરી ને વરસાદ માં મળવુ તેની જોડે પલળતા પલળતા જોડે જોડે કોલેજમાં જવું.

મારુ એકરાર કરવું અને તેનું ના કહેવું.

અને તેને પ્રેમ સમજી બેઠેલા હું જ્યારે તેને મને કહ્યું કે આપણે તો ખાલી મિત્ર છીએ હું તો કોઈ બીજાને પ્રેમ કરું છું.

આપણે હવે પછીની લાઈફમાં ક્યારેય નહીં મળીએ બંનેના રસ્તા અલગ છે, તારા મનમાં જે પણ હોય ભૂલી જજે.

આજે તેના ગયે બે વર્ષ વીતી ચૂક્યાં છે પણ તે ક્યારેય મને ભૂલાઈ નથી.

વરસાદ થઈ રહ્યો હતો ને તે એટલો ગમગીન હતો કે તેના આંસુ વરસાદમાં કતાર બનીને ટપકી રહ્યા છે.

એટલામાં તો અચાનક એક છોકરી દેખાઈ જે વરસાદની મજા લઈ રહી હતી.

બારીની બહાર તેને હું જોતો રહ્યો તેને જોઈને પહેલીવાર મનમાં એવું લાગી રહ્યું છે કે તેનામાં એક ચીનગારીની લહેર દોડી ગઈ હોય.

એને જોતા પહેલા ક્યારેય કોઈ છોકરીને એવી નજરથી નહોતી જોઈ જે આજે આ છોકરીને જોઈને મને એવું લાગ્યું.

તેનો મુકાબલો તો કોઈ જ કરી શકે એમ નથી. તેની આંખોમાં ગજબનું આકર્ષણ હતું.

તેને આંખો જોઈને હું બધું જ ભૂલી ચૂક્યો છું.

મને તો શાયરી,ગઝલ, ગીતો ખબર નહીં શું શું યાદ આવી ગયું.

એની ચંચળતા જોઈને મારા મનમાં એક ખુશીની લહેર દોડી ગઈ મને લાગ્યું કે...

ફરીથી એકવાર પ્રેમનો જુગાર રમી લેવો છે.

આ છોકરીને મે ક્યારેય પહેલા જોઈ નથી, લાગે છે આ ફલેટ માં નવા નવા રહેવા આવ્યા હોય.

હવે એને છૂપાઈને જોવાની આદત પડી ગઈ, હવે મુલાકાત કરવી કેવી રીતે ?

અને એક દિવસ આવી ગયો હું ગાડી લઈને નીકળ્યો હતો અને તેને ઊભેલી જોઈ.

જોઈને તો હું હોશ ખોઈ જ બેઠો હતો અને ત્યાં જ એનો થમ્બ દેખાયો ગાડી રોકવાનો.

તેની સપનાની રાની જોઈને... એવું લાગ્યું કે શરાબથી પણ શરારા નો નશો એવો ચડ્યો હતો કે ગાડી નુ સ્ટેરીંગ પણ હવે હાથમાં નહીં રહે.

એટલી જોસ્તી બ્રેક લાગી ગઈ કે ગાડી ને રોકતા રોકતા હું ખુદ સ્ટેરીંગ સાથે ભટકાઈ ગયો.

ગાડી લઈને જતા જતા એ જ છોકરી તેની જોડે લીફટ માગશે તે તો મે સ્વપ્નેય વિચાર્યું નહોતું.

તેને કહ્યું મને,

સોરી હું તમને તકલીફ આપી રહી છું.

'પણ આ વરસાદ આવવાની તૈયારી છે અને મારે ઈન્ટરવ્યૂ માટે જવાનું હોવાથી બસ સ્ટેન્ડ પહોંચતા પલળી જવાય તો મારો ઈન્ટરવ્યુ ફેલ થઈ જાય.

અને મેં તમને બે થી ત્રણ વખત આ મારી સામે વાળા ઘરમાં જોયા છે.

તમે મારા પડોશી હોવાથી મેં તમને તકલીફ આપી.'

'હા મેં પણ તમને ચાર પાંચ દિવસ પહેલા વરસાદની મજા લેતા જોયા હતા.'

'મને લાગે છે તમને વરસાદ ખૂબ ગમે છે.'

'હા મને ખૂબ ગમે.'

આ છોકરી ને તેની બાજુ માં બેઠી છે ,તો એવું મહેસુસ થયું કે તે તો બસ તેની જ છે.

આ તો જુઓ પ્રેમ નો પગરવ ચૂપકેથી દિલમાં દસ્તક આપી રહ્યો છે.

પ્રેમના પંથે રોકાતા આશાવાદને ઊંચાઈ તો જુઓ વિરહ ના પરિણામ મિલન જ હશે એવી આશા આજે મને બંધાઈ છે.

'મારુ સ્થળ તો આવી ગયું લિફ્ટ આપવા બદલ થેંક્યુ.'

તેનુ થેન્ક્યુ સાંભળીને અચાનક તંદ્રામાંથી જાગ્યો મે તો તેનું નામ પણ પૂછ્યું નહોતું.

"મારી બેસ્ટ વીશ છે કે તમે ઈન્ટરવ્યુમાં સફળ થાવ."

'ફરીથી તમારો ધન્યવાદ.'

"મારું નામ મયુર છે તમારું શું નામ છે? એટલું તો હું જાણી શકું ને એક પડોશી તરીકે ? અને મારી ઓફિસ અહીં થી નજીક છે. જો કંઈ પણ કામ હોય તો મને કોલ કરજો આ મારુ કાર્ડ છે, ઈન્ટરવ્યુમાં સફળતા બદલ આપણી પાર્ટી તો પાક્કી જ છે. 'ઓલ ધ બેસ્ટ'

'હા જરૂર. અને મારું નામ સુરભી છે.'

મોબાઈલ રીંગટોન વાગી, નવો નંબર દેખાઈ રહ્યો છે.

'હું સુરભી બોલુ છું.

'શું મને ફરી ઘરે જવાની લિફ્ટ મળશે.?'

યસ અફકોર્સ

સુરભી નો અવાજ સાંભળી ને પહેલી વાર આજે મુખ પર વરસાદ ના સ્મિતની હેલી આવી હતી.

"સૂરજ ને કહો કે તારું રાજ જોખમમાં છે .

આજે મેં વાદળોને એક થતા જોયા છે."

મયુર ના મનમાં ફરી એકવાર નવી આશા જાગી છે.

મારી લાગણીઓને ફરી વાચા મળી છે હવે ફરી આ વરસાદની રાહમાં છું આવે અને તેમાં હું પલળી જાઉં.

આજે મતવાલું મન અંતરનાદ કરી રહ્યું છે.

તારી વાણીનો નાદ તારી આંખોની વીજળીનો પલકારો જોઈને મન મોહી રહ્યું છે.. રોમે રોમમાં તારી ઝરમર યાદ દિલને દસ્તક દઈ રહી છે.

મનને કોઈ કદીક કોઈ ગમી જાય ત્યારે ભિતરનું અકળ દર્દ અનાયાસે શમી જતું હોય છે.

ઉદાસ ચહેરે મીઠું મધુર હાસ્ય રમી જતું હોય છે.

કોઈ જાણી શક્યું નથી આ રહસ્ય અનાદિકાળથી કોણ ક્યારે કોને કેમ અકારણ ગમી જતું હોય છે.

સુરભી ને સામેથી આવતા જોઈને‌. મયુરના મનમાં નવી ઉર્મિઓ જાગી અકારણ અચાનક વાતાવરણ બદલાયું.

જોયા તમને સામેથી આવતા તો કારણ સમજાયું આ વરસાદ આવવાના એધાણ અત્યારે તો દેખાતા નથી પણ મને આખો આખો તે વગર વરસાદે ભીંજવી ગઈ.

ભીંજાય જવાનું કારણ દર વખતે વરસાદ નથી હોતો..

સુરભી આવીને બોલી તમારી પાર્ટી પાકી છે."

"કોન્ગ્રેચ્યુલેશન ઈન્ટરવ્યૂમાં પાસ થવા બદલ."

"બોલો પાર્ટી માટે ક્યાં જઈશું આ એરિયા માટે હું નવી છું મને ખાસ જાણકારી નથી."

"ઘરે જતા જ વચ્ચે જ કોફી શોપ આવે છે..‌ આજે ખાલી કોફી પીએ હવે તો દરરોજ મુલાકાત થતી રહેશે તમારો અને મારો રસ્તો એક જ છે.."

"હા જરૂર એક જ રસ્તો છે તો મળતા રહીશું અને જોવો ને કુદરત નો જાદુ પણ અદભૂત છે સવારમાં વરસાદ ના લીધે તમારી ગાડીમાં લિફ્ટ લીધી અને અત્યારે કોઈ જ વરસાદના એંધાણ દેખાતા નથી.."

"તમને વરસાદ ખૂબ ગમતો લાગે છે."

"હા એક વરસાદ જ એવો છે જ્યારે આવે ત્યારે કુદરતની સૌથી નજીક હોઈએ છીએ એક ઈશ્વરીય અહેસાસનો અનુભવ થાય છે ... કુદરત જાણે સીધી આપણી ઉપર પ્રેમ વરસાવી રહી હોય.


Rate this content
Log in

Similar gujarati story from Romance