પૈસાદાર ભિખારી
પૈસાદાર ભિખારી


આજે હું બહુ ખુશ હતી કેમકે મારો જન્મદિવસ હતો અને પપ્પાએ મને વાપરવા માટે પૂરા 10 રૂપિયા આપ્યા હતા. હું પહેલેથી બહુ દયાભાવનાવાળી હતી એટલે વિચાર્યું કે આનું દાન કરી દઉં અને મને ટ્રાફિક સિગ્નલ પર એક ભિખારી દેખાયો, એને જોઈને મને બહુ દયા આવી એટલે એની પાસે જઈને મેં એને એ 10ની નોટ આપી અને હસતી હસતી આગળ ચાલવા લાગી. આગળ ગયા પછી મને યાદ આવ્યું કે મારી વોટરબેગ ત્યાંજ રહી ગઈ એટલે હું પાછી લેવા માટે ગઈ અને જોયું તો એ માણસ સૂટ બુટ પહેરીને ટેક્ષી રોકી રહ્યો હતો એટલે મને નવાઈ લાગી અને હું પણ રીક્ષા કરી અને એનો પીછો કરવા લાગી.
એક આલીશાન મકાન આગળ કાર રોકાઈ, ત્યાં બહાર એક ભિખારી જેવો માણસ મને ભટકાયો તો એને પૂછ્યું કે, "આ કોણ છે??"
એ ભિખારીએ કીધું "એ પૈસાદાર ભિખારી છે".