BINAL PATEL

Inspirational

4.8  

BINAL PATEL

Inspirational

ઑસ્ટ્રેલિયાની સફરે

ઑસ્ટ્રેલિયાની સફરે

3 mins
646



   ઑસ્ટ્રેલિયામાં કુદરતના ખોળે ખીલેલી પ્રકૃતિમાં રહેવાની કાંઈક અલગ જ મઝા છે. પેસિફિકના દરિયાકિનારે આવેલો આ દેશ આશરે ૧૦,૦૦૦થી પણ વધારે બીચથી ઘેરાયેલો છે. ઑસ્ટ્રેલિયા એ એક એવો જ દેશ કહી શકાય કે જ્યાં બસ કુદરતના દરેક રંગોનો સરખો સમન્વય થાય છે. લેખકની નજર કુદરતના સાનિધ્યમાં સૌથી પહેલા પહોંચે અને એમાં પણ ગુજરાતી (ગુજ્જુઝ) એટલે તો કુદરતના ખોળે રમવાવાળા કાળા માથાના માનવીઓ. માણસ શાંતિની શોધમાં આખું જીવન ખર્ચી નાખે એ વાત તો આપણે સહુ માનીએ છે. ૨૧મી સદીની આ હરણફાળ દોડમાં જો શાંતિની થોડી પણ અનુભૂતિ કરવી હોય તો ઓસ્ટ્રલિયાની મુલાકાત તો અવશ્ય લેવાય. વિશ્વમાં શાંતિપ્રિય દેશમાં ઓસ્ટ્રેલિયા ૧૩માં ક્રમાંકે આવે છે. મનની શાંતિ સાથે તનની તંદુરસ્તી પણ એટલી જ અગત્યની છે એ પ્રકારે જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયામાં વસતા લોકોનું મહત્તમ આયુષ્ય ૮૦ વર્ષ કહી શકાય. 

ઈકોનોમી:

   ઑસ્ટ્રેલિયામાં સૌથી ઓછો પોવર્ટી રેટ નોંધાયો છે. આ એક ખેતીપ્રધાન દેશ કહી શકાય. અહીંયા એગ્રીકલ્ચર અંગે વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. કુદરતી સૌંદર્ય સાથે ખેતીલાયક જમીન પણ ઉપલબ્ધ છે સાથે વાઇનરીની ખેતી અહીંયા ખુબ પ્રખ્યાત છે. વિશ્વમાં ચોથા ક્રમાંકે વાઇનરીનું ઉત્પાદન કરતો દેશ એટલે ઑસ્ટ્રેલિયા.

ઑસ્ટ્રેલિયાના જોવાલાયક શહેરમાં:

 *મેલબર્ન 

 *સિડની

 *ગોલ્ડકોસ્ટ 

 *તાસ્માનિયા

 *પર્થ

અને બીજા ઘણા બધા જેનું કુદરતી સાનિધ્ય આપણને મનના અંતરઆત્મા સાથે મેળાપ કરાવે એવું છે. 

રમતગમત અંગે:

ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં વિક્ટોરિયામાં આવેલું MCG (મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ) જે સૌથી મોટું રમતગમતનું ગ્રાઉન્ડ કહી શકાય જેમાં આશરે ૨ લાખ લોકો સાથે બેસીને મૅચનો આનંદ લઇ શકે છે. ઑસ્ટ્રેલિયા પહેલેથી જ રગ્બી અને ફૂટબોલ મૅચ માટે પ્રખ્યાત છે. આ રમતો એમની રાષ્ટ્રરમત કહી શકાય. ઑસ્ટ્રેલિયા ક્રિકેટમાં પણ એટલું જ આગળ છે. રમતગમત અંગે પણ પોતાના દેશનું ગૌરવ જાળવી રાખે આવા ખેલાડીઓ અહીંયા હાલ પણ પોતાના પ્રદર્શનો આપી જ રહ્યા છે. 

    ઑસ્ટ્રલિયામાં વસતા લોકોના સ્વભાવ અંગે આપણે ચર્ચા કરીએ તો એ એક વિશાળ વિષય છે. જનરેશન પ્રમાણે માણસના સ્વભાવમાં પરિવર્તન આવવું એ સ્વાભવિક છે. પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો અહીંયાના લોકો શાંત, સરળ ને સ્વભાવે પ્રામાણિક કહી શકાય. પોતાના કામ પ્રત્યે વફાદારી, એકબીજાનું માન-સમ્માન જાળવી રાખવું એ એમની ખાસિયત કહી શકાય. ફૉરેન દેશના દરેક લોકોમાં આ વસ્તુ જોવા મળે પરંતુ અહીંયા એનું પ્રમાણ થોડું વધારે કહી શકાય. 

   ઑસ્ટ્રેલિયાની વાત તો અનોખી છે દોસ્ત. આ તો આપણે સામૂહિક રીતે એની ચર્ચા કરી છતાં આપણું મન તો એકવાર આ દેશની મુલાકાત લેવાનું વિચારી જ લે. આ દેશના દરેક સ્ટેટની પોતાની અલગ ખાસિયતો છે અને એક અલગ વિશેષતા છે જે આપણે સહુએ માણવી જ રહી.


   'દેશ-પરદેશ ફરી હું ભોમિયો થાઉં,

   ગીત એ દેશના હું ગાતો જાઉં,

   કોણ કહે છે કે નવીનતાનો નજારો નથી,

   આ દેશને કુદરતી સૌંદર્યનો સથવારો છે.'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational