PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

ઑપરેશન

ઑપરેશન

1 min
164


"કેમ શાંતા આજે શું થયું, કેમ મૂંગી છે આજે ?" પૂર્વીએ પૂછ્યું. શાંતા ખૂબ જ ઉત્સાહી હતી. જ્યાં પણ કામ કરવા જાય ત્યાં ભજન લલકારતી જાય અને કામ કરતી જાય. એ જ્યારે " ઓધાજી રે મારા વ્હાલાને વઢીને કેજો રે...." ગાય એટલે એનો બેસુરો અવાજ પણ મીઠો લાગે. આજે શાંતા ખૂબ જ ઉદાસ હતી, અને એ ભજન ગાવાની જગ્યાએ રડતી હતી. તેથી પૂર્વીબેને પૂછ્યું, શાંતા શું થયું ? તો ખબર પડી કે એના એકનાએક દીકરાને પથરીનું ઓપરેશન કરાવવાનું છે પણ એની પાસે આટલા બધા પૈસા નથી અને નાનકડા દીકરાનું દુઃખ જોવાતું નથી. આ સાંભળીને પૂર્વીએ મેરી ક્રિસમસ ઉજવવા માટે ભેગા કરેલા પૈસાનું કવર શાંતાના હાથમાં મૂકી દીધું. 

પહેલી જાન્યુઆરીની સવારે જ્યારે શાંતા કામ કરવા આવી ત્યારે એ ખૂબ જ ખુશ હતી કેમ કે એના નાનકડા દીકરાનું ઓપરેશન સફળ થયું હતું અને હવે એને સારું પણ હતું. શાંતાએ પૂર્વીબેનનો આભાર માન્યો પછી ફરીથી ભજનનો એ બેસૂરો અવાજ સાંભળીને વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું અને નાતાલની અને નવાવર્ષની ખરી ઉજવણી પણ થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational