ઓળખ
ઓળખ


”દરેક યાદગાર સર્જનના મૂળમાં સર્જકની આખી જિંદગી હોય છે. મીરાની અપ્રતિમ રચનાઓ પાછળ એનો અધૂરો પ્રેમ હતો.”
ખ્યાતનામ લેખિકા મુક્તિ પોતાના નવા પુસ્તક “પ્રેમ”ના વિમોચન પ્રસંગે ચાર શબ્દો અર્પણ કરી રહી હતી.
લાગલગાટ મબલખ મહેનત પછી વિમોચન પામેલી નવલકથા માટે સંતોષનો હાશકારો અનુભવતાં તે સહેજ અતીતમાં સરકી ગઈ.
કેટલાક સંવાદો કાનમાં ગુંજવા લાગ્યા.
”હું તારા શબ્દોને પ્રેમ કરું છું.”
”પણ હું સાવ કદરુપી..”
”તો શું થયું?”
મુંજાલના પ્રેમમાં ગળાડૂબ મુક્તિના નસીબને પણ કદરુપતા વરેલી તે કમનસીબે મુંજાલ અચાનક એક દૂર્ધટનામાં વિરામ પામ્યો.
કોઇની પસંદગી ન પામેલી મુક્તિ અંતે શબ્દોને વરી.
આજે સફળતા મેળવીને મુક્તિને પ્રથમવાર પોતાની જાત સાથે પ્રેમ થયો.