STORYMIRROR

Sangita Dattani

Inspirational

3  

Sangita Dattani

Inspirational

નવરાત્રી - સિદ્ધિદાત્રીમા

નવરાત્રી - સિદ્ધિદાત્રીમા

1 min
197

આજે તો નવમું નોરતું એટલે કે સિદ્ધિદાત્રી માનું નોરતું, જે ખરેખર શુદ્ધતા અને સ્ત્રીઆર્થનું પ્રતિનિધિત્વ કરે છે. 

પૂર્વી આજે ગુલાબી સલવાર કમીઝ પહેરીને કોલેજ જવા નીકળી. કોઈ જ મેકઅપ નહીં પણ છતાં એ સુંદર લાગતી હતી. 

છેલ્લું નોરતું હોવાથી બધા સુંદર પોશાકોમાં સજ્જ હતાં. આંતર કોલેજ સ્પર્ધા પણ હતી. બધાં થનગનતાં હતાં. લેક્ચરર - પ્રોફેસરને પણ કહી દીધું કે આજે ભણવું નથી, પ્રેક્ટિસ કરવા જવા દો. 

છેલ્લી મિનિટની પ્રેક્ટિસમાં પૂર્વીને લાગ્યું કે ખોટા ચોપડા ઉપાડીને લઈ આવી, થયું કે ચાલ ઘરે જ ભાગી જાઉં, પણ હરીફાઈમાં ભાગ લીધો હોવાથી લાઇબ્રેરીમાં જઈને બેસી રહી. 

હરીફાઈ ઘણી લાંબી ચાલી. પૂર્વીની કોલેજ બીજા નંબરે આવી પણ પૂર્વીને નવો અનુભવ મળ્યો ને ઘણું જાણવાનું પણ મળ્યું, નવા નવા મિત્રો સાથે ફોન નંબરની આપ લે થયા પછી ઘરે પહોંચી ત્યારે રાતના નવ વાગી ગયા હતા. બસ, પૂર્વીની રાહ જોવાતી હતી બહાર ગરબામાં તો જવું ન હતું પણ માતાજીની પૂજા, અર્ચના, આરતી, સ્તુતિ વગેરે બાકી હતી. ઝડપથી હાથ પગ ધોઈ તે હોલમાં આવી ગઈ કારણ કે આજે પૂર્વી આરતી કરવાની હતી. 

રોઝ ફાલુદા અને અંજીરની બરફી તેણે બનાવ્યા હતા. 

ફાલુદા જોઈને મમ્મી કહે છે કે, "હવે માતાજીને પણ નવી પેઢીની જેમ ફાલુદા ખાવાનું મન થયું લાગે છે !" બધા હસવા લાગ્યા. હસી મજાક ને ગરબા ગાતા ગાતા બધા હોલમાં જ સૂઈ ગયા. 

સવાર પડી ત્યારે પક્ષી કલરવ કરવા લાગી ગયા હતા. પૂર્વી તરત જ અગાસીમાં દોડી ને પહેલા ચકલા કબૂતરને ચણ નાંખી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational