Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Dilip Ghaswala

Inspirational


3  

Dilip Ghaswala

Inspirational


નવા વર્ષને આવકાર આપો

નવા વર્ષને આવકાર આપો

2 mins 207 2 mins 207

નવા વર્ષને આવકારીએ...

જિંદગી વિતાવી છે મેં આકરા સંઘર્ષમાં;

પૂર્ણ થાશે મારા સપના આવનારા વર્ષમાં;

હાંસિયામાં ક્યાં ધકેલી દો નીતિ નિયમો તમે ?જિંદગીને ચાલ જીવી જોઈએ આદર્શમાં.

વીતેલું વર્ષ ૨૦૨૦ જવાની તૈયારીમાં છે. અને નવું વર્ષ ૨૦૨૧ ઘરના આંગણે આવી ઊભું છે. અને સૂર્યોદય થતાં જ ઘરનો ઉંબરો ઓળંગીને ઘરમાં પ્રવેશી જશે. એકત્રીસ ડિસેમ્બર ની સાંજ વર્ષની આખરી સાંજ હશે. વર્ષમાં છેલ્લી વાર સૂર્ય ડૂબશે. વીતી ગયેલી બધી વાતોને ચાલો પાછળ મૂકીને આવનારા વર્ષના પ્રભાતને પોંખવાનું છે. કેટલીયે ઘટનાને ભૂલવાની છે. એને હાથથી છોડવાની છે અને કશુક નવું આંગળીએ પકડવાનું છે.

બે હજાર વીસનું વર્ષ આઘાતજનક ચોક્કસ વીત્યું છે પણ સાથે સાથે કોઈ વર્ષે નહિ ને આ વર્ષે ઘણું શીખવાડ્યું છે માનવ જાતને. કોરોનાએ પારાવાર નુકશાન કર્યું છે. કોઈના સપના છીનવ્યા છે તો કોઈના સગા. પણ આજ મહામારીએ કુટુંબને જોડતા પણ શીખવ્યું છે. અરે બચત કરતા શીખવ્યું છે. જે પુરુષો કદી રસોડામાં નથી ગયા તેમને રસોઈ કરતા શીખવ્યું છે. ઘરના કામમાં બાદશાહ ગુલામ પોતે જ છે. પોતાના સ્વાસ્થ્યની કાળજી લેતો થઈ ગયો છે. ખાવામાં પીવામાં નિયંત્રણો મુકતો થઈ ગયો છે. કરકસરનો ગુણ વિકસાવ્યો છે. બધી જ વસ્તુ વગર જિંદગી ચાલી શકે છે તે પદાર્થ પાઠ આ વર્ષમાં શીખ્યો છે. હોટેલમાં જઈને બિનજરૂરી ખર્ચા કરતો બંધ થયો. ઘરને સ્વચ્છ રાખવું, બાળકોની જવાબદારી ઊઠાવવાનું શીખી લીધું છે. સકારાત્મક જીવન જીવવાનું શીખ્યું આ વર્ષે. આત્મનિર્ભર બનાવ્યા છે આ ૨૦૨૦. પ્રાર્થના પૂજા મંદિરમાં જ કરી શકાય એ વાત ભૂલીને ઘરે જ પૂજા કરતો થયો માનવી. પહેલા લગ્નમાં અઢળક પૈસો ખર્ચતો માનવી કરકસરથી લગ્ન સમારોહ આટોપવા લાગ્યો. બેસણું ન કરીને ટેલીફોનથી લાગણીનું આદાન પ્રદાન કરવાનું નવું શીખ્યો. આમ બે હજાર વીસ ભલે આર્થિક નુકશાનકારક રહ્યું પણ જિંદગીના મહત્વના કેટલાય પાઠ શીખવી પણ ગયું છે.

ચાલો નવા વર્ષે સંકલ્પ કરીએ કે નવા વર્ષે વીતી ગયેલી દુ:ખદ પળને સાથે લઈને નહિ ચાલીએ. નવા વર્ષે માત્ર સુખદ સમયને જ નવું શીખવાની ઘટનાને જ કેરી ફોરવર્ડ કરીશું. દુઃખને મૂળમાંથી ડિલીટ કરીશું. આંખોને નવા સપનાથી આંજી દઈશું. ગયા વર્ષે જીવ્યા એના કરતા વધુ પ્રમાણિકતાથી જીવીશું. આવનાર વર્ષના પ્રત્યેક દિવસને મનભરીને જીવશું. નિષ્ફળતા જો આવી પડે તો તેને પણ પચાવી જાણશું. બધા નવા વર્ષની રાહ પોતાના અંગત કારણસર પણ જોતા હોય છે. કોઈ જન્મ દિવસ ઊજવવાની રાહમાં, તો કોઈ લગ્નના બંધનમાં બંધનમાં બંધાય જવા માટે તો કોઈ કોઈ ગરીબ બાપ નો દીકરો નોકરીએ લાગશે એની આશમાં, કોક વૃદ્ધ ઘૂંટણનાં દર્દમાંથી મુક્તિ મેળવવા માટે ઓપરેશન થાય એની આશામાં દરેક જણ પોતપોતાની રીતે બે હજાર એકવીસ ને આવકારવા આતુર છે. આ નવું વર્ષ સોનાનો સૂરજ લઈને ઊગશે ને !


Rate this content
Log in

More gujarati story from Dilip Ghaswala

Similar gujarati story from Inspirational