નસીબના ખેલ 19
નસીબના ખેલ 19


સવારે બંને પતિ-પત્ની વહેલા ઉઠી ગયા ધરા હજી સૂતી હતી... પણ ધરા ને જોતા જ બંને ના હોશ ઉડી ગયા... ધરા ના બંને હાથ પર કોણી સુધી દાઝ્યાના ફોડલા ઉપસી આવ્યા હતા અને બંને હાથ ખૂબ સુજી પણ ગયા હતા... બન્નેની આંખમાં પાણી આવી ગયા... પોતાની વહાલસોયી દીકરીના હાથ આટલી હદે દાઝી ગયા છે એની રાતે તો એમને કલ્પના જ ન હતી... રાતે ધરા રોતી હતી ...અત્યારે એના મા-બાપ રોઈ રહ્યા હતા....
ધરા ને સુવા ન દેતા પરાણે ઉઠાડીને ધીરજલાલ અને હંસાબેન ધરાને લઈને દવાખાને ગયા... પણ જે દવાખાને લઇ ગયા ત્યાંથી એમને બીજા દવાખાનાનું સરનામું આપવામાં આવ્યું . કારણ, ધરા ઘણું બધું દાઝી હતી.. અને એને દાઝેલાના અલગ દવાખાને લઇ જવી જરૂરી હતી...
વડોદરામાં ડો. શિખરચંદનું પ્રખ્યાત દવાખાનું હતું... જ્યાં દાઝેલા દર્દીની ખૂબ ઉત્તમ સારવાર થતી હતી અને એ પણ ફ્રીમાં... પણ ધીરજલાલને એમ કે ફ્રીમાં દવા આપે છે તો સારી નહિ હોય... પણ પેલા દવાખાનાના ડોક્ટરે ખૂબ આગ્રહ કર્યો કે ત્યાં લઇ જાવ તમારી દીકરી ને... સારવાર તો સારી જ થશે અને દાઝેલાના કોઈ ડાઘ પણ નહિ રહે. ભરોસો રાખો.... એટલે ન છૂટકે ધરાને ત્યાં લઈ જવામાં આવી.
(ક્રમશઃ)