નસીબ
નસીબ
નસીબમાં નહીં હોય એટલે ના થયું.... અથવા એતો એના નસીબ સારાને તે આટલી બધી સફળતા મળી.
આવા વાક્યો બધાને કયારેક સાંભળવા મળતા જ હોય છે. કોઈ કહે હાથની રેખામાં બધુ લખેલુ હોય છે અને તેના લીધે જ બધુ વ્યક્તિને મળે છે. હાથમાં લખ્યું હોય તે થાય. મને વિચાર આવે કે જો એવું હોય તો જેને પોતાના હાથ કોઈ અકસ્માતમાં ગુમાવી દીધા હોય અથવા જન્મથી હાથ જ ના હોય તેમનુ શું ? કેમકે આપણી સામે કેટલાય એવા ઉદાહરણ છે જેમાં વ્યક્તિ પાસે હાથ ના હોય છતાં ખૂબ લોકપ્રિયતા કે સફળતા મેળવી હોય. અરે !! હાથની રેખાઓ જ નથી તો આ કેવી રીતે થયું ?
