Jay D Dixit

Inspirational

4.5  

Jay D Dixit

Inspirational

નીતુ રાકેશ

નીતુ રાકેશ

2 mins
23.3K


આશરે અઢી વર્ષ પહેલાંની વાત છે, જે કેસનો આરોપી હાલ ઝડપાયો એ કેસ પોલીસે અઢી વર્ષ પહેલાં શરૂ કર્યો હતો.

એક સવારે શહેરના છેડે કચરાના ઢગલાની કોરે એક યુવતી અર્ધનગ્ન હાલતમાં પોલીસને બેભાન હાલતમાં મળી. એને જોતા જ નક્કી થઈ ગયું હતું કે બળાત્કાર થયો છે, જે મેડિકલ રિપોર્ટ પરથી સાબિત થઇ ગયું. કોઈ પૂછવા ન આવ્યું એના વિશે અને એ છોકરી જાણે ચેતનાહીન હતી ત્યારે એટલે નારી સંરક્ષણગૃહમાં મોકલી આપવામાં આવી. એ બાદ બધી ચેતના આવવા છતાં એ મૌનજ રહેતી, હાવભાવ વિહીન, સપાટ ચહેરા સાથે, ન દુઃખ, ન આનંદ, ન હાસ્ય... ઘણા મનોચિકિત્સક જે સેવા આપતા હતા એ આવી ગયા પણ નિષ્ફળ. અંતે પોલીસે પણ છ મહિને ફાઇલ અધ્ધર કરી દીધી. એ છોકરીનું મૌન અને પોતાની લાગણીઓ રજુ ન કરી શકવાનો કિસ્સો મીડિયામાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો, મનોચિકિત્સકો માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો. આ યજ્ઞમાં ઘણા પ્રોફેશનલ ડૉક્ટર્સએ ઝંપલાવ્યું અને સહુની આહુતિ લેવાય ગઈ.

આખરે એક પ્રાથમિક શિક્ષક રાજેન્દ્ર મહેતાએ એ છોકરીની મુલાકાત કરી. નાના બાળકોની માફક સતત પંદર દિવસ સુધી રમકડાં, પેન, સ્લેટ, કાગળ, કલર, ચોક, વગેરે રમવા આપ્યું, આખરે સોળમાં દિવસે એ છોકરીએ રમકડાનો ઉપયોગ કરી એક કાર્ટૂન ચિત્ર દોર્યું, "એક છોકરો એક છોકરીને પોતાનું હૈયું આપતો હતો." આવું ત્રણ દિવસ સતત બન્યું, અંતે મનોચિકિત્સકોને આ શિક્ષકે દિશા બતાવી અને પ્રયતનો ફરી શરૂ થયા. અંતે તેર મહિને એ છોકરીએ પોતાનું નામ કીધું. "નીતુ".

અને જેને અઢી વર્ષે સજા થઈ એ નીતુ નો એકતરફી પ્રેમી "રાકેશ".


Rate this content
Log in

Similar gujarati story from Inspirational