STORYMIRROR

Leena Vachhrajani

Inspirational

4  

Leena Vachhrajani

Inspirational

નીતિ

નીતિ

1 min
22.6K


ડાયરીના પાને દિલની વાત ભરી પડી છે.

હમણાં ભારે કપરો સમય ચાલી રહ્યો છે. કોરોનાએ માણસને કેદ કરી લીધો છે. માનવજાતને ફરી ઊભા થવા માટે ઘણી મહેનત પડશે. 

જગતના દરેક દેશે પોતાને બચાવવા, પોતાની સમાજ વ્યવસ્થા બચાવવા કમર કસી છે. સમાજનો ઉપલો વર્ગ હાથ ફેલાવીને બહાર આવ્યો છે. અરસપરસ મદદ માટે માણસ તત્પર છે. 

આજની ડાયરીમાં એક નામને સલામ અર્પી છે. 

મારા જ અંગતની વાત છે. 

મલ્ટી નેશનલ કંપનીમાં બહુ ઊંચી પોસ્ટ પર છે. આજે સવારે ફોન પર વાત થઈ. લગભગ એકાંતરે ખબર પૂછી લઇએ. 

એમની સાથે અત્યારની કપરી પરિસ્થિતિની વાત કરતાં હતાં. 

સામાન્ય માણસને રોજબરોજ બે ટંક જમવાનું અને બેઝિક સગવડની જે તકલીફ પડી રહી છે એ વિશે વાત કરતાં એમણે કહ્યું,

માલિકને એટલી જ તકલીફનો અનુભવ થઈ રહ્યો છે. અત્યારે ધંધા મંદ ચાલે છે. છતાં પગાર તો ચૂકવવા જ પડે. એટલે મેં શેઠને કહ્યું છે કે, મને પગાર નહીં આપો તો ચાલશે. પણ નાના માણસોના પગાર રોકવા નથી. 

અને આ સ્વાર્થી જમાનામાં આવી નીતિ સાંભળીને મેં એમને ફોનમાં જ વંદન કરી લીધાં. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational