Hina dasa

Fantasy Inspirational

4.2  

Hina dasa

Fantasy Inspirational

નિઃસ્પૃહ

નિઃસ્પૃહ

1 min
228


"ઉમેશ હવે તારે ક્યારે યુનિફોર્મ સિવડાવવો છે ?"

શિક્ષિકાબહેને પૂછ્યું ત્યારે ઉમેશ રડમસ થઈ બોલ્યો,

"બેન, આ મહિનાની દાદાની મજૂરી આવી નથી એ આવે પછી સિવડાવી દેશે એવું મારા દાદીએ કહ્યું છે.."

શિક્ષિકાબહેન પણ જાણતા હતાં કે ઉમેશ માટે કેટલું અઘરું છે યુનિફોર્મ સિવડાવવું. એ પણ બહુ ભાર ન આપતા. બીજા દિવસે ઉમેશ આવ્યો તો એણે યુનિફોર્મ પહેરેલો હતો. બહેને પાસે બોલાવી પૂછ્યું,

"આ યુનિફોર્મ ક્યાંથી આવ્યો ?"

ઉમેશ બોલ્યો, " રોહને આપ્યો, એની પાસે બે હતાં તો જૂનો મને આપી દીધો.."

બહેન ઉમેશને રવાના કરી વિચારમાં પડી ગયા. રોહનના પિતા ગયા વર્ષે જ મૃત્યુ પામ્યા હતાં. ઘરમાં એવી ખાસ કોઈ આવક પણ નહીં છતાં એની આવી ઉદારતા જોઈ બહેનને માન થઈ આવ્યું. રોહન વર્ગમાં આવ્યો ત્યારે બહેને બોલાવ્યો ને પૂછ્યું,

" રોહન તારી પાસે વધારાનો યુનિફોર્મ હતો કે તે ઉમેશને આપ્યો ?"

રોહન બોલ્યો, " હા બહેન, મારી પાસે ગયા વર્ષનો હતો. મેં મારી મા ને પૂછ્યું કે ઉમેશને આપી દઉં તો એણે હા પાડી. ઉમેશને તો મા-બાપ કોઈ નથી તો એના દાદા-દાદી બિચારા કેટલે પહોંચે.."

બહેન એક મહાન છતાં નિઃસ્પૃહ જીવને જાણે નજર સામે જોઈ રહ્યા. કોઈ પણ પ્રકારના આડંબર વગર એ બાળક પોતાની જગ્યાએ જઈ બેસી ગયો ને બહેનને વિચારતા મૂકી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy