મતદાન_એક અમૂલ્ય ઉત્સવ
મતદાન_એક અમૂલ્ય ઉત્સવ


'શૈલી, આજે શું પ્લાન છે ? તારે મિટિંગ કેટલા વાગે છે ?' શૌર્યએ ફોનમાં પૂછ્યું.
'આજે પ્લાનમાં એવું છે કે હોટૅલથી ડાઇરેક્ટ મિટિંગમાં જઈશ અને ત્યાં કેટલો સમય લાગે છે એ પછી આગળનો પ્લાન નક્કી કરીશ અને એમ પણ મારે વધારે સમય નથી ઇન્ડિયામાં ફરવા માટે. લાગતું નથી કે હું મહિનાથી ઇન્ડિયામાં છું. ૧ મહિનાથી બસ આ હોટેલનું જમવાનું, આલીશાન સ્વીટમાં સુવાનું ને સવારે આમ રોબોર્ટ બનીને કામે લાગી જવાનું. આજે આ ફાઇનલ ટ્રેનિંગ અને મીટિંગ પતે એટલે સીધું ન્યૂયોર્ક. તારી સાથે વાત કરવાનો સમય પણ નથી ફાળવી શકતી અને લૂબી સાથે વાત કરે પણ સમય થઇ ગયો. પછી મારી જ દીકરી મને મારા જ આર્ટિકલ અને સ્ટોરીમાંથી ઉદાહરણ લઈને સંભળાવશે. હા...હા...હા... સારું ચાલ હું તને બધું જ પતાવીને કોલ કરીશ એટલે બપોર પછી વાત થશે એરપોર્ટ જતી વખતે.' શૈલી બોલી.
'યેસ સ્વીટહાર્ટ. બસ એક કામ હતું. તું ઇન્ડિયામાં છે તો એક કામ તારે કરવું જ જોઈએ. તને તો ખબર જ છે કે આજે તું જ્યાં છે એ એરિયાનું ઇલેકશન છે અને તારી પાસે ડોક્યુમેન્ટ્સ પણ છે તો તું વૉટ આપીને જ આવજે. બપોરે મીટિંગ પતાવીને લંચ કરીને તું એરપોર્ટ આવવા નીકળે ત્યારે હાલ્ફ એન અવરમાં તો તારું વોટિંગનું કામ પતી જશે એટલે તું કરીને જ આવે એવી મારી ઈચ્છા છે. બાકી તારું સ્કેડયુઅલ કેવું છે એ તું જાતે જ નક્કી કરીને ડિસાઈડ કરજે. લોટ્સ ઓફ લવ.', શૌર્યે ફોન મૂકીને ઓફિસ જવાની તૈયારી કરી.
'લૂબી, તું રેડી પણ થઇ ગઈ ? શું બનાવીશું આજે રાતનાં ડિનરમાં ? શું ખાવું છે આજે મારી પ્રિન્સેસને ?' શૌર્યએ લૂબી પાસે જઈને કીધું.
'થેન્ક યુ ડેડ. લવ યુ.' લૂબી શૌર્યને ભેટી પડી.
'શું થયું માય ચાઈલ્ડ ? કેમ આજે અચાનક એટલો પ્રેમનો વરસાદ ? બાકી કોલેજમાં આવ્યા પછી તો તું જાણે બહુ મોટી થઇ ગઈ હોય એવું જ મને લાગતું હતું. હવે આજે અચાનક બાળક બનીને વળગી ગઈ ને તો મારી પણ આંખ એક ઇન્ડિયન ફાધરની જેમ થોડી નમ થઇ ગઈ.' શૌર્ય પણ વળગી રહ્યો.
'ડેડ. આઈ એમ સૉરી. હું એક ઇન્ડિયન ફાધરની ડૉટર છું એ વાતનો ગર્વ લેવાનો ૧૮ વર્ષથી ભૂલી જ ગઈ હતી. જે માણસ દેશના વિકાસમાં વિદેશમાં બેસીને પોતાનો ફાળો આપી શકે એ માણસ પોતાના સંતાનો અને એમની ખુશી માટે તો કઈ પણ કરી શકે એ વાતમાં કોઈ શંકા નથી. મમ્મી સાથેની તમારી વાતો આજે મેં સાંભળી લીધી અને તમને ઇન્ડિયાની કેટલી યાદ આવે છે એ પણ જોઈ લીધું. બહુ મોડું થઇ ગયું ડેડ એ સમજવામાં કે પરદેશની હવા ભલે ઠંડી અને તાજગીભરી હોય પરંતુ હૂંફ તો આપણી ધરતીની મહેકથી જ મળે.' લૂબી બોલી.
અરે! વાહ... આ અમેરિકન ચાઈલ્ડ આજે ખરેખર ગુજરાતી પટલાણી જેવી વાતો કરવા લાગી ને કઈ !' શૌર્ય ફરી એને ભેટી પડ્યો.
આ બાજુ શૈલી મિટિંગ પતાવીને એરપોર્ટ જવા નીકળી અને રસ્તામાં શાંતિથી આંખ બંધ કરીને બસ ન્યૂ યોર્ક જઈને આરામ ફરમાઈશ એ બધું યાદ કરી રહી હતી ત્યાં જ એને યાદ આવ્યું કે સવારે શૌર્ય સાથે વોટિંગની વાત થઇ હતી. ઓહ ! શીટ, (મનમાં) કહી દઈશ શૌર્યને કે સમય જ ના રહ્યો, હવે ૧૦ કિલોમીટર આગળ આવી ગઈ છું અને એરપોર્ટથી પાછું ઘર સાઈડ વોટિંગ કરવા જવું અઘરું થઇ જશે. પરંતુ... નો.. શુ કામ આટલું વિચારું છું હું ? ડોક્યુમેન્ટ તો સાથે છે જ. હું હમણાં જ જાઉં છું.
'અરે દોસ્ત! ગાડી જરાક સુભાષચોક પાસે લે જે ને અને જ્યાં વોટિંગ બુથ હોય ત્યાં જ કાર ઉભી રાખ જ.' શૈલીએ ડરાઇવર સાથે વાત કરી.
શૈલી બુથ પર પહોંચીને વોટ કરીને બહાર આવી.
'હમમમ...થેન્ક યુ શૌર્ય. ઘણું સારું ફીલ થઇ રહ્યું છે. ઘણો ખરો થાક ઉતરી ગયો. ઓહ હો! શૈલી શૌર્ય પટેલ, આજે તો એન આર આઈ વોટીંગ કર્યું એમ ને ? આનંદ કેમ ના હોય ! મનાવોતમ તારે ઉત્સવ પ્લેનમાં. હા...હ...હા...'(મનમાં હસતા બોલી.)
ગાડી સીધી એરપોર્ટ ચાલી અને ન્યૂ યોર્કની ફ્લાઈટમાં બેસીને શૈલી પરદેશમાં આવી ગઈ છતાં પરદેશની ધરતી પર પગ મુક્ત એ મુસ્કાન હજી ગાયબ થઇ નથી. એક વોટ કરીને પોતાની આંગળી પરનું એ બ્લુ નિશાન જોઈને ફરી થોડી વધારે ખુશ થતી ઘરે જવા નીકળી.
દેશના એક બ્લુ ચિન્હની ખુશી પરદેશમાં રહીને પણ ખુશીની લાગણીઓ વહાવી જાણે.