મોટીવેશન
મોટીવેશન


"તો આ દોડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીનું નામ છે ચૌહાણ પ્રવિણ જેને આપણી કોલેજનાં ટ્રસ્ટી પોતાનાં વરદ હસ્તે એવોર્ડ આપશે." - સ્ટેજ પરથી આવું એનાઉન્સમેન્ટ થતાં હાજર રહેલાં તમામ લોકોએ તાળીઓના ગલગળાટ સાથે આ નિર્ણયને વધાવી લીધો.
પ્રવિણને ટ્રસ્ટી દ્વારા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો, સ્ટેજ પરથી એન્કરે પ્રવિણને પૂછ્યું કે,
"પ્રવિણ ! આ દોડ સ્પર્ધા વિશે કોઈએ એવું નહીં વિચાર્યું હશે કે તારો નંબર આવશે. કારણ કે તું શરૂઆતથી જ ધીમું દોડી રહ્યો હતો, એટલે કે તું બધાથી છેલ્લે હતો, અને બીજા વિદ્યાર્થીઓ કે જે તારાથી આગળ હતાં એમાંથી જ કોઈ વિજ
ેતા બનશે એવું જ અમને લાગી રહ્યું હતું, પરંતુ તું વિજેતા બન્યો એ પાછળનું કારણ શું છે.?"
"સાહેબ ! હું વિજેતા બન્યો એનું જો કોઈ કારણ હોય તો તે છે મારા પપ્પાનું સ્મિત એટલે કે સ્માઈલ એ જેટલું સ્મિત મને આપે એટલો જ ઉત્સાહ મારામાં વધે..આ સાથે હું જ્યારે નાનો હતો ત્યારે મારા પપ્પાએ મને સસલા અને કાચબાની દોડ વાળી વાર્તા સંભળાવતા હતાં અને કહેતાં કે લક્ષ મેળવવું હોય તો સતત મહેનત કરવી અને ક્યારેય અટકવું નહીં. બસ મેં આ જ બોધને યાદ રાખ્યો અને મારું નામ આ દોડ સ્પર્ધાનાં વિજેતા તરીકે જાહેર થયું..આમ મારા પિતાનું સ્મિત એ જ મારી હિંમત અને મારું મોટિવેશન છે.!