Tejas Pandya

Horror Crime Thriller

3  

Tejas Pandya

Horror Crime Thriller

મોતનું જંગલ

મોતનું જંગલ

8 mins
232


હેલ્લો દોસ્તો, મારી આ વાર્તા માત્ર કાલ્પનિક છે, વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નથી.

એક જંગલ માં હું અને મારા દોસ્ત વેકેશન માં ફરવા ગયા હતા. મારા ૪ દોસ્ત સાથે હું એમ અમે પાંચેય દોસ્ત જંગલમાં એક લાકડાનું બનેલું ઘર હતું ત્યાં એમ બધા રોકાયા હતા.

પણ ત્યાં અમને જ ન્હોતી ખબર કે અમારે સાથે ત્યાં બહુ ખરાબ ઘટવા નું હતું. હું અને મારા દોસ્ત ત્યાં મજા કરતા હતા. તે જંગલ બહુ જ ડરાવનું અને રહસ્યમય હતું. ત્યાં અમને એક સાયકો કિલર સાથે ભેટો થવનો હતો.

તે સાઈકો કિલર માણસ ના ટુકડા કરી ને ખાતો હતો. તેને જંગલ માં બધીજ જગ્યા એ ઝાલ નાખ્યા હતા. જંગલમાં મારા દોસ્ત અને હું ત્યાં એક તળાવ હતું ત્યાં અમે મસ્તી કરવા જય રહ્યા હતા અને અચાનક પાછળથી એક ડરાવની અવાજ આવી જાણે સૂકા પાંદડાઓમાં કોઈ ધીરે ધીરે ચાલતું હોય તેમ પાંદડાનો તૂટવાનો અવાજ હતો.

ત્યાં મે અચાનક પાછળ જોયું તો કોઈ નોહતું ! પછી અમે તળાવ પાસે ગયા પણ અમારી પાછળ કોઈ સંતાય ને ઊભું હોય તેમ લાગતું હતું. મારો એક દોસ્ત સુભમ તે અમારાથી અલગ થઈ ને એક ઝાડ નીચે બેસી ગયો.

હું અને મારા બીજા મિત્રો તળાવ માં ડૂબકીઓ લગાવતા મસ્તી કરી રહ્યા હતા.અમે અમારી મસ્તીમાં એટલા મગ્ન થઈ ગયા કે અમે સૂભમ ને ભૂલી જ ગયા હતા. પછી અમે બધા પાછા તળાવમાંથી બહાર નીકળ્યા અને સુભમ જે ઝાડ પાસે બેઠો હતો ત્યાં ગયા તો અમે બધા જોયું ! કે ત્યાં સુભમ હતોજ નઈ અમને લાગ્યું કે તે અમે જ્યાં રોકાયા હતા ત્યાં જતો રહ્યો હશે. અમે ત્યાં ગાય પણ ત્યાં પણ સુભમ નહતો. અમે બધા ગભરાય ગયા કે સુભમ અચાનક ક્યાં ગાયબ થઈ ગયો ?

પછી અમે બધા સુભમ ને શોધવા નીકળ્યા અમે અવાજ લગાવતા ગયા સુભમ, સુભમ પણ કંઈ અવાજ આવ્યો નઈ. પછી અમે બધા અલગ અલગ થઈ ને સુભમ ને શો- ધાવા નું નક્કી કર્યું. 

 હું અને મારો દોસ્ત સાગર અમે બંને જંગલ ની જમણી બાજુ એ ગયા અને પ્રફુલ અને હિમાંશુ એ બંને ડાબી બાજુએ ગયા હું અને સાગર, સુભમ ની અવાજ લગાવતા લગાવતા બહુ જ આગળ નીકળી ગયા.પછી ધીરે ધીરે સૂર્યાસ્ત થવા લાગ્યો અને અંધારું થવા લાગ્યું. પણ સુભમ ક્યાં ના મળ્યો અમે સુભમ ને શોધતા, શોધતાં થાકી ગયા હતા. 

ત્યાં અમે થોડી વાર આરામ કરવા નું વિચાર્યું. અમે ત્યાં જ બેસી ગયા. ત્યાં ઘનઘોર કાળી રાત્રી ચારે તરફ શાંત વાતાવરણ અને ડરાવનું જંગલ પણ પછી સુભમ વિશે વિચારતા અમે બંને આગળ વધ્યા અને અમે તેને શોધતા, શોધતાં અમે બંને જંગલ ની એક તરફ ખંડેર જેવા એક બંગલા ની આગળ ઊભા રહ્યા.

એ બંગલો એવો હતો કે જાણે વર્ષોથી ત્યાં કોઈ રહેવા આવ્યું જ નથી. જાણે કોઈ ભૂત બંગલો જ ના હોય!

અમે બંને ધીરે ધીરે અંદર ગયા અને અંદર ગયા પછી એક વિચિત્ર વાસ આવવા લાગી જાણે ઘણા બધા લોકો નું સડેલું માંસ એક જગ્યા એ ભેગુ કરેલું હોય તેવું.

અમે તે ઘર માં આગળ વધ્યા ત્યાં એક સ્ટોર રૂમ હતો અને રૂમ ની નીચે ના ભાગ માં એક તૈખાનું હતું. અમે સીડી લગાવી ને નીચે ઉતર્યા. નીચે ઉતર્યા પછી એ સડેલા માંસ ની બહુજ વાસ આવવા લાગી. તે તૈખાનું બહુજ ડરાવનું અને અંધારૂ હતું. અમે ટોર્ચ ની મદદથી અમે ત્યાં આગળ વધ્યા ત્યારે ત્યાં એક મોટો રૂમ હતો.

રૂમ ની અંદર કોઈના ચાલવાની અવાજ આવતી હતી. ધબ..,ધબ.., અમે બંને ગભરાય ગયા અને ધીરે ધીરે તે રૂમ ના દરવાજા પાસે ગયા પણ દરવાજો અંદરથી બંધ હતો. એટલે અમે બાજુ ની સાઈડ માં એક બારી હતી ત્યાં જઈને જોયું, "કે અંદર, કુહાડી, ચાકુ, છરી, કોયતો, હથોડો, ખિલાઓ વગેરે હથિયારો હતાં. બારી ને થોડી વધારે સરકાવી ને જોયું કે..., પ્રફુલ અને હિમાંશુ બંને બેહોશ ની હાલત માં તમને બાંધેલા હતા. એ બંને ને જોઈને એવું લાગતું હતું કે તેમના કોઈ કટ્ટર દુશ્મને તેમને ઢોર માર માર્યો હોય તેવું લાગતું હતું.

હું અને સાગર બંને બહુજ ડરી ગયા, પણ અમે ડર ને બાજુ માં રાખીને અમે અમારા દોસ્તો ને બચાવવા બારીમાંથી અંદર ગયા. અંદર ગયા પછી ધીરે ધીરે પગલાં માંડી ને અમે બંને પ્રફુલ અને હિમાંશુ તરફ આગળ જવા લાગ્યા. ત્યાં અચાનક કોઈક ના આવવાનો અવાજ આવ્યો તેથી અમે બંને ત્યાં કબાટની પાછળ સંતાય ગયા.

એ વ્યક્તી જ્યારે અંદર આવ્યો ત્યારે અમે ધીરેથી તેની તરફ નજરો ફેરવીને જોયું તે ૫થી ૬ ફૂટ ઊંચો, શરીરે તંદુરસ્ત, અને હુસ્ટ પુષ્ઠ હતો.તેનો એક હાથ પર ચાકુ ના મોટા મોટા ઘા હતા, તેનો ચહેરો એક બાજુથી બળી ગયેલો હતો અને તેના લાંબા કાળા વાળથી તે વધારે ડરાવનો લાગતો હતો.

તે અમારા દોસ્ત હિમાંશુ પાસે જાય છે અને તેને લાફા મારી ને જગાડવાની કોશિશ કરે છે. જ્યારે હિમાંશુ જાગે છે ત્યારે તે બૂમો પાડે છે બચાવો...! બચાવો...! મને આ સાયકો, પાગલથી બચાવો ! તેજસ, સાગર બચાવો એવી બૂમો પાડવા લાગ્યો. પણ હું અને સાગર બંને એટલા ગભરાય ગયા હતા કે તેને બચાવવાની હિમ્મત જ ના કરી શક્યા. 

પછી તે સાયકો એ હિમાંશુ મોઢા પર જોરદાર તમાચો માર્યો અને તેના પર કકળતું ગરમ પાણી નાખ્યું. જેથી હિમાંશુ ની ચિખો નો કોઈ પાર જ ન રહ્યો અને પછી તેને એક ખીલો અને એક મોટો હથોડો લીધો અને હિમાંશુ ના હાથ પર ખીલો મૂક્યો અને જોરથી...! હથોડો મારવાની કોશિશ કરી પણ તેને હિમાંશુ ને માર્યો નહિ, પણ તેની ડર ના કારણે ચિખ નીકળી ગયી, આ....! મને મારી નાખ્યો..., બચાવો ! બચાવો ! જેથી સાયકો ને ગુસ્સો આવ્યો અને એને તેને હાથ માં ખીલા ને ગુસેડી દીધો અને હિમાંશુ ને અસહ્ય પીડા થવા લાગી.

આ બધા દૃશ્યો જોઈને હું અને સાગર બહુંજ ડરી ગયા અને કાંપતા કાંપતા પોતાના મોંઢા ઉપર હાથ રાખી ને બેસી ગયા. હું અને સાગર બંને શિયાળા ની કાતિલ ઠંડી માં જેવો માણસ કાંપે તેવી જ રીતે અમે બંને ધ્રુજતા ધ્રુજતા મોઢું બંધ કરી ને કબાટ ની પાછળ સંતાય ને બેસી રહ્યા, થોડી વાર પછી તે સાયકો રૂમ નો દરવાજો બહારથી બંધ કરી ને જતો રહ્યો.

જેથી અમારો ડર થોડો ઓછો થવા લાગ્યો અને પછી ધીરે ધીરે અમે હિમાંશુ પાસે ગયા અને તેને છોડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ તેમને એક ભારે વજનદાર લોખંડની સાંકળથી બાંધી રાખ્યા હતા અને તે સાંકળ ને તાળાથી બંધ કર્યું હતું. તેથી અમે તાળાની ચાવી શોધવા લાગ્યા,પણ ચાવી ના મળી. 

પછી સાગરે પ્રફુલ ને જગાડવાની કોશિશ કરી પણ તે જાગ્યો નહિ. પછી ત્યાં પ્રફુલ ને હલાવી નાંખ્યો અને તે જાગી ગયો અને જોરથી બુમ પાડવા લાગ્યો "મને ના મારતો", મે તારું શું બગાડ્યું છે? બચાવો.., બચાવો..,સાગરે તેનું મોંઢુ દબાવી તેને શાંત કર્યો. તે અમને બંને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને બોલ્યો," આપણે બધા મારવાના છીએ.", " કોઈ જીવતું પાછું નઈ જાય."

 અમે તેને શાંત કરીને તેને કહ્યું કે," આપણે બધા અહીંથી બહાર નીકળી ને પાછા ઘરે જતા રહીશું." પછી મેં પ્રફુલ ને પૂછ્યું કે, સાંકળ પર લગાવેલ તાળા ની ચાવી ક્યાં છે? તે જોઈ છે ? પ્રફુલ બોલ્યો," તેને ચાવી તમારી બંને ના પાછળની બાજુના કબાટમાં એક ફોટા નીચે મૂકી છે.

આ સાંભળી ને સાગર ઝટપટ ત્યાં કબાટ પાસે ગયો અને કબાટ ખોલવા લાગ્યો પણ ખૂલ્યું નહિ. તેથી તેને બાજુમાં પડેલા હથોડાથી કબાટનો દરવાજો તોડવા લાગ્યો થોડી વાર પ્રયત્ન કર્યા પછી દરવાજો તૂટી ગયો.

કબાટની અંદર ગાડીઓ ની ચાવીઓ, મોબાઈલો, વગેરે પડેલું હતું.ત્યાં પછી સાગર ની નજર એક ફોટા પાર પડી તે ફોટા પર ધૂળ જામી ગઈ હતી.તેને ફોટા ને સાફ કર્યો અને તે ફોટા માં એક પાંચ વર્ષ નું બાળક અને એક સ્ત્રી હતી. પણ સાગરે વધારે ન વિચારતા તે ફોટા ને એક બાજુ ફેંકી ને ત્યાં પડેલી ચાવી ને લઈને તેને પહેલા પ્રફુલ ને ખોલી ને પછી હિમાંશું ને ખોલી નાખ્યો.

 પ્રફુલ અને હિમાંશુ બંને અમે બંને કબાટ ની પાછળ ની સાઈડ લઈ જયને બેસાડ્યા અને પછી હિમાંશુ ને હોશમાં લાવવાનો પ્રયત્ન કર્યો તે હોશમાં આવી ગયો અમને બધા ને જોઈને ગળે મળીને ને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે, " આપણે બધા મારવાના છીએ ! પછી તેને શાંત કરવી ને તેના હાથ માં જે ખીલો હતો. તેને અમે તેનું મોંઢુ બંધ કરીને ખીલો કાઢી લીધો. જેથી તેને ખૂબ જ દર્દ થયો.તેના હાથ માંથી ખૂન નીકળવા લાગ્યું તેને રોકવા તેના હાથ પર હાથરૂમાલ બાંધી ને ખૂન ને રોક્યું.

 પછી અમે ત્યાંથી નીકળવાનો રસ્તો શોધવા લાગ્યા અને પછી અમે જે બારીમાંથી અંદર આવ્યા હતા તે જ બારીમાંથી બહાર નીકળ્યા. પ્રફુલ અને હિમાંશુ બંને ની હાલત ચાલી શકે તેમ નહતી તેમ છતાં પણ અમે તેમને સહારો આપતા ચાલવા લાગ્યા.તે તૈખાના માં બહુજ અંધારું હતું અમે ટોર્ચ ત્યાં પડી ગઈ હતી તે શોધવા લાગ્યા ગણી વાર શોધ્યા પછી તે ટોર્ચ મળી ગઈ.

ટોર્ચ તો મળી ગઈ પણ...! તે સાયકો અંદર આવી ગયો અને એ અમને બધા ને બહુજ ગુસ્સાથી જોઈ રહ્યો હતો તેના હાથમાં કુહાડી જોઈને અમને ડર વધવા લાગ્યો. એ અમને મારે એ પહેલા અમે બધા ત્યાંથી એકસાથે ભાગ્યાં અને ભગતા ભાગતા એક અંધારા રૂમ માં આવી ને સંતાય ગયા અમે બધા ધ્રૂજતાં હતાં અને બહુ ડરી ગયા હતા. મારા હૃદયના ધડકારા ૧૪૦ ની સ્પીડની ઝડપથી વધવા લાગ્યા, ધબ.., ધબ.., ધબ..,ધબ.., થોડી વાર પછી અમારા આજુબાજુનું વાતાવરણ શાંત થતાં અમે ઊભા થયા અને રૂમમાં અંધારું હોવાથી અમે ટોર્ચ ચાલુ કરીને જોયું કે રૂમ માં એક દરવાજો હતો અને એ દરવાજા પાછળથી બહુજ વાસ આવતી હતી અમે ગભરાતા ગભરાતા તે દરવાજો ખોલ્યો. અંદર જોયું કે...! તે રૂમમાં ગણા બધા લોકો ના ટુકડા, માંસ અને ખૂનથી લથપથ તળિયું, બાજુમાં કંકાલ હાડપિંજર ના ટુકડા પડેલા હતાં. 

અમે ડરતા ડરતા તે રૂમમાં આગળ વધ્યા, અચાનક મારો પગ નીચે પડેલા એક માંસ ના ટુકડા પર પડ્યો નીચે જોયું તો..! "મેં કોઈની આંખ પર પગ મૂક્યો હતો જે મારા પગ નીચે દબાઈ ગઈ હતી. હું અને મારા દોસ્તો તે જોઈને બહુજ ડરી ગયા ! ગભરાટમાં હિમાંશુ ત્યાજ ઉલ્ટી કરી દીધી. ત્યાં અચાનક સુભમ નો બુટ દેખાયો ! ત્યાં અમે જોવા ગયા ત્યાં આજુબાજુ કોઈજ નહોતું એટલા માંજ ઉપરથી લોહી નું ટીપુ મારા ખભા પર પડ્યું.અને ઉપર જોયું,તો અમારા બધા ના હોશ ઉડી ગયા ! ત્યાં સુભમનું માથું એક લોખંડ ના સળિયા માં ભરાયેલું લટકતું હતું.એ જોઈને અમે બધા એટલા બધા ડરી ગયા કે હોશ જ ખોય બેઠા. સુભમ ની આવી હાલત જોઈને અમને ખૂબજ દુઃખ થયું. એવા માં અચાનક..! હિમાંશુ ના મોંઢા અને નાકમાંથી ખૂન નીકળવા લાગ્યું અમે પાછળ જોયું તો તે સાયકો તેને પાછળથી છરી ના ઘા મારી અને તેની આંખ માં ખીલો ગૂસેડી ને તેની આંખ ફોડી નાખી અમે આ બધું જોઈને ત્યાંથી ભાગી ગયા. ભાગતા ભાગતા અમે બારીમાંથી આવતાં સૂર્યના કિરણો તરફ ગયા અને સૂર્યના કિરણો જોઈને બહુજ ખુશ થયા. બારી ને અમે તોડી ને એક પછી એક બાહર નીકળ્યા.

બહાર નીકળી ને અમે ભાગતા જ રહ્યા અને ભાગતા ભગતાં પ્રફુલ નો પગ સાયકો એ બિછાવેલી જાલ માં ફસાય જતા તેનો પગ શરીર પરથી અલગ થઈ ગયો,તેને ખૂબ જ દર્દ થવા લાગ્યા તેના પગ પર એક કાપડ બાંધી ને તેને સહરો આપીને ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા મારા પગ માં પ્રાણી ઓ ને પકડવાની જાળી માં ફસાય ગયો, જેથી મને ખૂબજ દર્દ થયો સાગરે મારા પગ જાલથી અલગ કરીને મારા પગ ને આઝાદ કર્યો,પણ પગ માં દુઃખવો તો હતો જ તો પણ ધીરે ધીરે અમે અમારી ગાડી સુધી પોહચી ગયા.અમે બધા ગાડી બેસી ને જંગલથી બાહર નીકળી દવાખાને પહોંચી ગયા. અમને ખૂબજ પસ્તાવો અને દુઃખ થયું કે અમે અમારા બે મિત્રો ને હમેશાં માટે ખોઈ નાખ્યા.અને પ્રફુલને એક પગ ગુમાવો પડ્યો. અફસોસ થયો કે એ મોતના જંગલમાં ના ગયા હોત તો કદાચ આવું ના થયું હોત.


Rate this content
Log in

Similar gujarati story from Horror