ભૂત બંગલો
ભૂત બંગલો
એક સમયની વાત છે રાહુલ,અજય અને પ્રિયા ત્રણે મિત્રો હતા. ત્રણે મિત્રોની જિંદગી મોજમસ્તીમાં ચાલતી હતી. ત્રણે મિત્રો કૉલેજના વિદ્યાર્થી હતા. અજય અનાથ હતો,. રાહુલ તેના ભાઈ - ભાભી સાથે સાથે રહેતો હતો અને પ્રિયા તેના મમ્મી - પપ્પા સાથે રહેતી હતી.
એક દિવસ બધા ભેગા મળી ને હસી મજાક કરી રહ્યા હતા. ત્યારે રાહુલ એ પૂછ્યું," તમે બધા ભૂત પ્રેત વિશે મનો છો. ત્યારે પ્રિયા એ કહ્યું,"હા હું માનુ છું, ત્યારે અજય બોલ્યો કે," ના હું આ બધા માં વિશ્વાસ નથી કરતો. . આ બધી અંધવિશ્વાસ ની વાતો છે . ત્યારે રાહુલ કહે છે કે," હું એક એવી જગ્યા જાણું છુ જ્યાં કોઈ એક વાર જાય તો તે બીજી વાર પાછો નઈ આવે. " તે આપણા શહેર થી ૬૦ કિલોમીટર દૂર એક બંગલો છે. " ત્યાં ભૂત પ્રેતનો વાસ છે. ત્યારે આ સાંભળી ને અજય હસવા લાગ્યો,"બોલ્યો, કે આ બધી અંધવિશ્વાસની વાતો છે. ત્યારે રાહુલ બોલ્યો,"ત્યાં એકવાર જઈ આવે ને તો તને પણ ભૂત પ્રેત પર વિશ્વાસ થઈ જશે. આ વાત સાંભળી ને અજય કહેવા લાગ્યો કે આપણે બધા આજે રાતે ત્યાં એક વાર જઈ ને આવીએ. તે વાત સાંભળી પ્રિયા બોલી," ના હું નઈ આવું કેમ કે મને ડર લાગે છે. ત્યારે રાહુલ અને અજય તેને પોતાની સાથે આવવા મનાવી લીધી અને પ્રિયા પણ ત્યાં જવા તૈયાર થઈ ગઈ.
" પણ દોસ્તો આ ત્રણે નો નિર્ણય તેમને મોત તરફ લઈ જવાનો હતો એ તેમને ખબર નહતી. "
" રાતે તે ત્રણે ત્યાં જવા નીકળી ગયા અને રસ્તા માં એક ઝૂંપડી આવી તે ઝૂંપડી માં એક કાકા રહેતા હતા તેમને જોઈને તે બધા ઝૂંપડી માં ગયા ત્યાં જઈને કાકા ને પૂછવા લાગ્યા," કાકા આ વાત સાચી છે ? કે આ રસ્તા માં એક બંગલો આવે છે ત્યાં ભૂત પ્રેત રહે છે. ત્યારે તે કાકા બોલ્યા,"હા ત્યાં એક સ્ત્રી અને એક નાની છોકરી ની આત્મા રહે છે. આ સાંભળી ને અજય બોલ્યો,"શું કાકા તમે પણ આ બધી અંધવિશ્વાસ ની વાતો કરો છો ! આ ઉમરે મજાક કરો છો. ! ત્યારે કાકા બોલ્યા,"તમને બધા ને મારી વાતો મજાક લાગે છે તે તમારી જોવાની દૃષ્ટિ નો ફર્ક છે! બેટા બાકી તમારી મરજી કહી ને ત્યાં થી ચલ્યાં ગયા. અને રાહુલ,અજય અને પ્રિયા ત્રણે પણ ત્યાંથી બંગલા તરફ નીકળી ગયા.
કાળી અમાસ ની અંધારી રાતે શાંત વાતાવરણ માં તેઓ બધા તે બંગલા ને જોઈ રહ્યા હતા, તે બંગલો ખૂબજ ડરાવનો અને ખંડેર લાગતો હતો. અને બગલના ગેટ પર લાલ કાળા દોરાઓ થી તાળા ને બાંધીને રાખવામાં આવ્યું હતું. તેઓ બધા બંગલા ની દીવાલ કૂદી ને અંદર ગયા અને બંગલાની અંદર મુખ્ય દરવાજા ને તાળું હતું તે બધા તાળા ને તોડી ને અંદર ગયા. બંગલો અંદરથી બહું જ ડરાવનો અને બહુજ ખંડેર હાલતમાં હતો ત્યાં વર્ષોથી બંધ પડ્યો હોય તેવો લાગતો હતો. અને તે બંગલામાં વીજળીનું તો નામ જ નહતું.
તેઓ બધા બંગલા ની અંદર ટોર્ચની મદદથી ગયા અને બંગલાનો મુખ્ય દરવાજો બંધ થઈ ગયો ! અને અચાનક પાછળ કોઈનો જોર જોરથી હસવાનો અવાજ આવવા લાગ્યો. હા. . . . ! હા. . . . . ! હા. . . . . ! હા. . . . . ! આ અવાજ સાંભળીને રાહુલ અને પ્રિયા બંને બહુજ ડરી ગયા. અને અજયને પણ ડરનો અનુભવ થઈા લાગ્યો. ત્રણે તે બંગલામાંથી બહાર જવાનો નિર્ણય લીધો. પણ તે બધા ત્યાં ફસાય ગયા હતા. તેમને બધા એ બંગલા માંથી બહાર નીકળવા નો રસ્તો શોધવા લાગ્યા.
તે બધા બહાર જવાનો રસ્તો શોધતા હતા ને અચાનક પાછળ થી કોઈના ચીખો નો અવાજ આવ્યો ડરાવની અવાજો એવી આવી કે તે બધા સાંભળી ને એટલા બધા ડરી ગયા કે તે બધા ભાગવા લગ્યા અને ભાગતા ભાગતા તેઓ એકબીજાથી અલગ થઈ ગયા . અને અજય ભાગતા ભાગતા એક રૂમ માં આવી ગયો. રૂમ માં નો દરવાજો બંધ થઈ ગયો. ધબ. . . . !અને રૂમ ના એક ખૂણા માંથી કોઈ એક સ્ત્રી ના રડવા નો અવાજ આવવા લાગ્યો. ઉં. . . . અહ. . . . ઊં . . . . આ જોઈને અજય ના તો તેના હોશ જ ઉડી ગયા અને એને પૂછું કોણ છે તું ? ત્યારે તે સ્ત્રી એ કોઈ જવાબ ના આપ્યો. માટે અજયે થોડી હિમ્મત કરી ને તેને પાસે ગયો અને તેના ખભા પર હાથ મુકવો ને તે સ્ત્રી ગાયબ થઈ. આ બધું જોઈને અજય વધારે ડરવા લાગ્યો અને અચાનક તેનો પગ પકડી ને તેને પલંગ નીચે ખેંચી લીધો.
રાહુલ અજય અને પ્રિયા શોધતો હતો અને પાછળથી કોઈનો અવાજ આવ્યો," અંકલ ! તમે તમારા દોસ્તો ને શોધો છો ? ત્યારે રાહુલ પાછળ. ફરીને જોયું તો એક નાની છોકરી જે દસેક વર્ષ ની હશે અને તેને જોઈને રાહુલ એ તેને પૂછ્યું," બેટા તું કોણ છે? અને તું મારા દોસ્તોને ક્યાં જોયા ? ત્યારે એ છોકરી હલ્કી સ્મિત આપતાં કહ્યું," મારી પાછળ આવો ! રાહુલ પણ તેની પાછળ ગયો. તે છોકરી એક રૂમ માં ગયી રૂમ માં જતા અચાનક રૂમ નો દરવાજો બંધ થઈ ગયો. અને તે છોકરી અદૃશ્ય થઈ ગઈ. આ જોઈને રાહુલ બહુજ ગભરાય ગયો અને તે રૂમ ની આજબાજુ જોવા લાગ્યો અને તેની નજર એક જૂની લાકડા ની પેટી પર પડી. તે પેટી જોવા ગયો અને તે પેટી ખોલતા જ તેના હોશ ઉડી ગયા જાણે કોઈ એ તેના હૃદય પર ઈન્દ્રના વજ્રનો આઘાત કર્યો ન હોય ! તે પેટી માં તેના દોસ્ત અજય નું માથું અને ધડ અલગ કરી ને મૂક્યા હતા. આ બધું જોઈને રાહુલ ખૂબજ ડરવા અને રડવા લાગ્યો. અને તે રૂમમાં કોઈ આવતું હોય તેવો તેને અહેસાસ થયા એટલે તે ગભરાય ગયો અને તે પલંગ પાછળ જઈને સંતાય ગયો. તે દરવાજો ધીરે થી ખુલ્યો, ! રાહુલ બહુજ ગભરાય ગયો હતો અને અવાજ આવ્યો,"અજય ! રાહુલ. . ! કોઈ છે અહીંયા ? ત્યારે રાહુલ પલંગ પાછળ થી બહાર આવ્યો અને રડવા લાગ્યો અને બોલ્યો ," પ્રિયા ! અજય ના ટુકડા પેલી પેટી માં છે આત્મા એ તેને મારી નખ્યો. આ સાંભળી ને પ્રિયા ને પણ આઘાત લાગ્યો .
પ્રિયા અજય ને જોય ને ખુબ જ ડરી ગઈ અને અચાનક રાહુલ ને કોઈએ હવા માં ઉછાળી ને જમીન પર પટક્યો ! અને બીજી વાર ઊંચકી ને બંગલાની બહાર ફેંકી દીધો તે એટલી ઊંચાઈ થી નીચે પડતાં જ તેનું માથું ફાટી જવાથી તે મૃત્યુ પામ્યો. આ બધા દૃશ્યો જોઈને પ્રિયા બેભાન થઈ ગઈ અને જ્યારે સવારે હોશ આવ્યો ત્યારે તે પોતાની જાતને એક હોસ્પિટલ માં જુએ છે! ત્યારે તે બોલવા લાગી હું અહીંયા ક્યાં થી આવી? મારા દોસ્ત ક્યાં છે ? ત્યારે એક વૃદ્ધ કાકા અંદર આવ્યા તે કાકા બીજું કોઈ નહીં પણ પેલા ઝૂંપડીવાળા કાકા હતા. તે કાકા બોલ્યા," બેટા,! હવે તારી તબિયત કેવી છે ? સારું છે ને ? ત્યારે પ્રિયા બોલી," મારા દોસ્ત ક્યાં છે ? ત્યારે કાકા દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે," જ્યારે હું સવારે તે બંગલામાં તમને બધાને જોવા આવ્યો ત્યારે મેં જોયું કે તારા એકની લાશ જમીન પર પડેલી હતી. અને બીજા દોસ્ત ની લાશ ના ટુકડા એક પેટી માં હતી અને તું બેભાન અવસ્થામાં હતી એટલે હું તેને હોસ્પિટલમાં લઈને આવ્યો છું, બેટા તારું ધ્યાન રાખજે ! એમ કહી ને કાકા ત્યાંથી ચાલ્યા ગયા.
તે આત્મા એ પ્રિયા ને પણ ના છોડી. તે રાત ના અંધારા માં પ્રિયા ના વોર્ડ રૂમ માં આવી ને બોલવા લાગી," તારા બંને દોસ્ત તો મરી ગયા હવે તારો વારો છે ! અમે કહી ને હસવા લાગી ! અચાનક પ્રિયાની આંખ ખોલી ગઈ અને તે સપનામાંથી બહાર આવી ! પણ તેને જોયેલાં દૃશ્યો અને તેના દોસ્તોને મોતના ઘાટ ઉતારતા જોઈને તે ખૂબ જ તણાવ અને ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તે ખૂબ જ ડરી ગઈ, અને તે ડર ના કારણે તે હોસ્પિટલ ના છત પરથી નીચે કૂદી ને આત્મહત્યા કરી લીધી. અને આમ આ ત્રણે દોસ્તો નો દુઃખદ અંત થયો.

