એક છેલ્લી રાતે
એક છેલ્લી રાતે
આ વાત છે ત્રણ મિત્રો સુમિત, ગૌતમ અને રાજેશ. ત્રણે મિત્રો શહેરના વાતાવરણથી કંટાળી તેઓ તેના મિત્ર અજયના લગ્નમાં જઈ રહ્યા હતા. તેઓ ખુબજ ખુશ હતા.તેઓ આનંદથી જઈ રહ્યા હતા. રસ્તામાં આગળ જતાં તેમની ગાડી બગડી ગઈ. ત્યારે તે ત્રણે બહાર આવ્યા બહારનું વાતાવરણ કકળતી ઠંડીમાં એકદમ શાંત વાતાવરણ હતું. ત્યાં કોઈ જ ન હતું સિવાય જંગલ. તેઓ કોઈની મદદ મળશે તે આશાએ આગળકળી પડ્યા.
આગળ જતાં જ એક ગામ આવ્યું. તે ગામ સીમમાં જ એક લીમડાના ઝાડચે એક વૃદ્ધ કાકા ઠંડીમાં તાપણી કરી રહ્યા હતા. તે ત્રણે મિત્રો તે કાકા પાસે જઈને કહે છે કે, "કાકા અહીંયા કોઈ ગાડી રીપેર કરવાવાળો મળશે ?"ત્યારે તે કાકા જવાબ આપવા કહે છે કે, આ ઇલાકો એકદમ સુમસાન છે. અહીંયા કોઈ નહિ મળે. તમે બધા એક કામ કરો આજે અહીંયા જ રોકાઈ જાઓ. સવારે હું તમને અહીંયાથી દસ કિલોમીટર દૂર એક પેટ્રોલપંપ છે ત્યાં તમને લઇ જઇશ ત્યાં કોઈક મદદ મળી જશે. આ સાંભળીને સુમિત બોલ્યો, "કાકા, તમારી વાત સાચી છે પણ અહીંયા અમે ક્યાં રોકાશું ?"ત્યારે કાકા બોલ્યા, "મારા ઘરમાં હું એકલો જ રહું છું તમે બધા રોકાય જાઓ.આ સાંભળીને ત્રણે મિત્રો હા પાડ દીધી. તેઓ કાકાના ઘર તરફ ચાલવા લાગ્યાં.
તેઓ બધા વાતો કરતા કરતા જતાં હોય છે ત્યારે અચાનક ગૌતમ નજર ત્યાં એક કુવા પર પડી.તે કહે છે, "દોસ્તો ત્યાં એક કૂવો છે ચાલો જોઈને આવીએ.ત્યારે આ વાત સાંભળીને કાકા ગુસ્સામાં બોલ્યા, "ખબરદાર ત્યાં કુવા પાસે કોઈ ગયું છે તો. ત્યારે રાજેશ બોલ્યો, "શું થયું કાકા ? આટલા ગુસ્સા કેમ થયા ? રાજેશ વ્યંગ કરતા બોલ્યો, કેમ ત્યાં કોઈ ચુડેલ કે ભૂત છે" ? ત્યારે તે કાકા હલકી સ્મિત આપતા કહે છે કે, "હા ત્યાં આગળ કોઈક. અદ્રશ્ય શક્તિ રહે છે ! એમ કહીને કાકા આગળ ચાલવા લાગ્યાં. પણ તે બધાને ત્યાં જવું જ હતું. તેથી સુમિત કહે છે કે, "કાકા તમે અહીંયા ઊભા રહો અમે અમને હલકું થવું એટલે અમે જઈને આવીએ એમ કહીને તે ત્રણે તે કુવા પાસે ગયા અને ત્યાં હસવા લાગ્યા અને મજાક ઉડવવા લાગ્યાં અને તે ત્રણે ત્યાં પેશાબ પણ કરી લીધો. અને પાછા કાકા પાસે આવી ગયા અને તે બધા તે કાકાને ઘરે પોહચી ગયા. કાકા એ તેમને પાણી અને નાસ્તાનું સગવડ કરી આપી અને કહ્યું, "તમે બધા અહીંયા સૂઈ જાઓ હું મારા ખેતરમાં જઈને સૂઈ જઈશ કેમ કે ત્યાં કોઈ જાનવર ઘુસીના જાય તે માટે. અમે કહી કાકા ત્યાંથી જતાં રહ્યા.
રાતના ૧૧:૩૦ વાગ્યા હતા અને અચાનક તે ઘર નો દરવાજો ખખડ્યો. ઠક,,,,! ઠક,,,,,! ઠક,,,,!ઠક,,,,! આ સાંભળી સુમિત બોલ્યો કે, "પેલા કાકા હસે એમ વિચારીને દરવાજો ખોલ્યો પણ ત્યાં કોઈ ન હતું. તેને તેનો વ્હેમ લગ્યો અને પાછો સૂઈ ગયો થોડી વાર પછી પાછો દરવાજો ખખડ્યો, ઠક,,,,! ઠક,,,,!સુમિત પાછો દરવાજો ખોલ્યો પણ ત્યાં કોઈ ન હતું. તે પાછો અંદર ગયો અને અચાનક દરવાજો ખખડ્યો,"ઠક,,,,! ઠક,,,,! હવે સુમિતને ગુસ્સો આવ્યો અને તે ગુસ્સામાં તે ઘર બહાર આવીને જોવા લગ્યો પણ ત્યાં કોઈ જ નહતું એવામાં અચાનક પાછળથી કોઈક નો અવાજ આવ્યો,
"શું તમે મારી મદદ કરશો ?" સુમિત પાછળ ફરીને જુએ છે ત્યારે એક સુંદર યુવાન સ્ત્રી એક સફેદ સાડીમાં ઉદાસ ઊભી હતી. તે સ્ત્રીને જોઇને તે એકદમ મંત્રમુગ્ધ થય ગયો. અને કહેવા લગ્યો, "હાં જરૂર શું થયું બોલો." તે સ્ત્રી બોલી, "મારી દીકરી પેલા કુવામાં પડી ગઈ છે તેને બચાવી લોને." આ સાંભળીને સુમિત બોલ્યા, "હા જલદી ચાલો," એમ કહી તે સ્ત્રી અને સુમિત બંને તે કુવા પાસે આવી ગયા.કુવા પાસે આવતા જ તે સ્ત્રી જોરજોરથી હસવા લાગી,"હાં ,,,! હાં,,,,! આ જોઇને સુમિત બોલ્યો કેમ હસ્યા ત્યારે તે સ્ત્રી કહે છે, "આ તારી છેલ્લી રાત છે ! આમ કહી તે સ્ત્રી અદ્રશ્ય થઇ ગઇ. આ જોઈને સુમિતને ઠંડીમાં પણ પસીનો આવવાં લાગ્યો તે ખૂબ જ ડરી ગયો તે ભાગવા લાગ્યો ભાગતા ભાગતા તેચે પડી ગયો. પડતાં જ કોઈક અદ્રશ્ય શક્તિ એ તેનો પગ ખેંચીને કુવા પાસે લઈ ગયી. સુમિત રડવા લાગ્યો અને બોલ્યો,"બચાવો,,,! મને છોડી દે! તે કુવા પાસે આવતા જ અચાનક વાતાવરણ શાંત થઇ ગયું. ત્યારે ત્યા એક દસેક વર્ષનાની છોકરી આવી અને પૂછવા લાગી, "અંકલ ! તમે કેમ રડો છો, આજે તમારી છેલ્લી રાત છેને ? એમ કહીને અદ્રશ્ય થઇ ગઇ.આ જોઇને સુમિતના ડરનો કોઈ પાર જના રહ્યો. અને અચાનક કોઈક અદ્રશ્ય શક્તિ એ તેને હવામાં ઊંચકી લીધો અને અને તે ઊંડા કુવામાં ફેંકી દીધો.
બીજી બાજુ રાજેશને ઊંઘના આવવાથી તે જાગી ગયો અને તેણે જોયું કે સુમિત ન હતો અને દરવાજો પણ ખુલ્લો હતો તેને લાગ્યું કે સુમિત ક્યાંક જતો રહ્યો છે, તેને ગૌતમને જગાડ્યો. અને બંને જણાં સુમીતને શોધતાં શોધતાં આગળ આવી ગયા. ત્યારે ગૌતમ કહે છે કે, તું આ બાજુ સુમિતને શોધ હું પેલા કાકા પાસે જઈને આવું કદાચ તે ત્યા ગયો હશે. તેમ કહીને તે અલગ અલગ સુમિતને શોધવા લાગ્યાં.
રાજેશ સુમિતને અવાજ લગાવતા લગવતા આગળ આવે છે અને ત્યાં જુએ છે કે એક લીમડાના ઝાડચે એક નાની છોકરી હીંચકો ખાતી હતી.આ જોઈને તેને લાગે છે કે આટલી અડધી રાતે આ છોકરી હીંચકો ખાય છે ! તે છોકરી પાસે જઈને કહે છે કે, "બેટા! તું અહીંયા અડધી રાતે કેમ રમે છે ઘરે જઈને સુઇજા." ત્યારે તે છોકરી અંદર અંદર હસતા કહે કે, "અંકલ, આજે તમારી છેલ્લી રાત છે ! એમ કહીને તે છોકરી અદૃશ્ય થય જાય છે.આ જોઈને રાજેશ ખૂબ ડરી જાય છે અને દોડવા લાગે છે દોડતા દોડતા તેને કોઈકનો અવાજ આવે છે, "રાજેશ મને બચાવ હું આ કુવા પાસે છું. આ સાંભળી તેને લાગે છે કે તે સુમિત બોલે છે એમ સમજી તે કુવા પાસે દોડે છે, દોડતા દોડતા તે તેનો પગ લપસી જાય છે અને તે કુવા પાસે ભટકાઈને પડે છે, અને ત્યાં બેહોશ થયા જાય છે. તે હોશમાં આવે છે ત્યારે કોઈક અદૃશ્ય શક્તિ એ તેને કુવા ઉપર હવામાં ઊંચકી રખ્યો છે, અને અવાજ આવે છે કે, "આજે તારી છેલ્લી રાત છે !" અમે કહીને કોઈ તેને કુવામાં ફેંકી દે છે.
બીજી બાજુ ગૌતમ તે કાકા પાસે જઈને કહે છે કે, "કાકા મારો દોસ્ત, સુમિત ક્યાં ક ખોવાય ગયો છે ! ત્યારે તે કાકા કહે છે કે, "તમે બધા તે કુવા પાસે ગયા હતા ? ગૌતમ તેનો મોં ઊંધું કરીને જવાબ આપે છે, "હા અમે ગયા હતા. ત્યારે તે કાકા કહે છે કે,"તારા મિત્રોને હવે ભૂલી જા હવે કોઈ પાછું નઈ આવે તારો જીવ બચાવવો હોય તો જેટલો જલદી થાય એટલો જલદી અહીંયાથી કળ એમ કહીને કાકા ત્યાંથી જતાં રહ્યા.
આ સાંભળીને ગૌતમ ખૂબ જા ડરી ગયો અને તે ડરતા ડરતા તેની ગાડી તરફ દોડવા લાગ્યો દોડતા દોડતા તે તેની ગાડી સુધી પોહચી ગયો.પણ ત્યાં આજુબાજુ કોઈ જ નહતું તેવામાં એક ગાડી આવી ગૌતમ તેને રોકવા લગ્યો તે ગાડી ઊભી રહી તેમાંથી એક યુવાન બહાર આવ્યો અને બોલ્યો, "શું થયું ભાઈ? ત્યારે ગૌતમ જવાબ આપતા કેહ છે કે, "મારી ગાડી ખરાબ થયા ગઈ છે શું તમે મારી મદદ કરશો ?" ત્યારે તે યુવાન કહે કે ગાડી રીપેર કરવાનો સામાન સાથે જ રાખું છું હું દસ મિનિટમાં ગાડી રીપેર કરી દઈશ .અમે કહીને તે યુવાન ગાડી રીપેર કરી દે છે. ગૌતમ તેનો આભાર માને છે તે યુવાન ત્યાંથી જતો રહે છે અને ત્યાંથી ગૌતમ પણ ગાડી ચાલુ કરીનેકળી જાય છે.
તે જતો હોય છે અને તેની ગાડી પાછળ સીટમાંથી એક નાની છોકરી બોલે છે, "અંકલ ! આજે તમારી છેલ્લી રાત છે! આ સાંભળીને તે પાછળ જુવે છે કોઈ ન હતું. તેવામાં અચાનક ગાડીચે એક સ્ત્રી આવી જાય છે. તે ગાડી ઊભી રાખીને જુવે છે તો એક સ્ત્રીચે રસ્તામાં પડી છે. તેને વાગ્યું તો નથીને તે જોવા ગૌતમ તે સ્ત્રી પાસે જાય છે અને અચાનક તે સ્ત્રી ઊભી થઈને ગૌતમ આંખોમાં જોઇને કહે છે કે,"આજે તારી છેલ્લી રાત છે ! આટલું કહીને તે સ્ત્રી અદૃશ્ય થય જાય છે. અને ગૌતમને તો તે સ્ત્રી એ વશમાં કર્યો હોય તેમ તે ધીમે પગલે તે કુવા પાસે જાય છે અને કુવા ઉપર ઊભો રહીને કહે છે,"આજે મારી છેલ્લી રાત છે ! એમ કહીને તે કુવામાં કૂદી પડે છે.
આમ આ ત્રણે મિત્રો આ રાત છેલ્લી રાત બની જાય છે.!

