હત્યા
હત્યા
કામલપૂરા નામનું એક ગામ હતું. તે ગામમાં એક રાયચંદ શેઠ નામના એક જમીન દાર રહેતા હતા. તે બહુજ મોટા અને નામદાર જમીનદાર હતા. તે ગામમાં તેમનો એક વટહુકમ હતો. એમની સામે બોલવાની કોઈની પણ હિંમત જ ના થાય. તેઓ સ્વભાવમાં ખુબ જ નિર્દયી, લાલચુ અને કઠોર હૃદયના હતા. તેઓનો તેમના ઘરનાં સભ્યો પ્રતિ પણ બહુજ કઠોર સ્વભાવ હતો.
તેમના કુટુંબમાં તેમની પત્ની કમળા દેવી, તેમના બે પુત્રો વીરચંદ અને મૂળચંદ હતા અને તેમની એક દીકરી પણ હતી. જેનું નામ રિયા હતું. તેમના ઘરમાં નોકર તરીકે કામ કરતા રમેશ અને તેની પત્ની સવિતા પણ રહેતી હતી અને તેમનો ડ્રાઈવર શ્યામ પણ હતો.
શેઠ રાયચંદ દ્વારા એક મહાદેવનું મંદિર તેમના ગામમાં બંધાયેલું હતું. જેમાં દર શિવરાત્રી એ તેઓ મંદિરમાં સૌથી પહેલા પૂજા કરતા પછી બીજા બધા કરે તેવો નિયમ હતો. એક દિવસ મહાશિવરાત્રી પર તે સવારમાં પૂજા કરવા ગયા તે દિવસે ગામમાં મેળો હતો. ગામમાં ખુબ જ ભીડ હતી. ભીડ એટલી હતી કે શ્વાસ લેવાની પણ જગ્યા ન હતી. ત્યારે શેઠ રાયચંદ ને એક અજાણ્યા યુવાને પીઠ પાછળ ઘા ઝીંકીને મારી નાખ્યાં. ત્યાં ભીડમાં અફરાતફરી મચી ગઈ લોકો પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા. ત્યા શેઠનો પરિવાર આવ્યો ગયો અને પોલીસ પણ ત્યાં આવી ગઈ.
શેઠ રાયચંદ ના હત્યા કેસ નીડર પોલીસ અધિકારી વનરાજ ચૌધરી સાંભળી રહ્યા હતા.
તેમને ગામના લોકો દ્વારા તેમની નિર્દયી અને કઠોર સ્વભાવ વિશે જાણ્યું હતું. તેથી તેમને ગામ ના જ લોકો પર જ શખ હતો. કે રાયચંદ શેઠની હત્યા કરી કોને ? અને શા માટે ? આ પ્રશ્નો પોલીસ માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થવાનો હતો.
પણ પોલીસ પણ ક્યાં હાર માનવાની હતી, તેમને સબૂત ભેગા કરવા લગ્યા ત્યારે તેમને એક સબૂત મળ્યું કે શેઠ રાયચંદની હત્યા જે યુવાને કરી હતી તે કોઈ સ્ત્રી હતી. પણ અચાનક પોલીસ માટે આ કેસ બહુજ ભારે લાગ્યો જ્યારે શેઠ રાયચંદના પોસ્ટમોર્ટન રિપોર્ટ માં ઝેર દ્વારા મુત્યુ થયું હતું.
ત્યારે પોલીસ ને પણ ખબર પડી હત્યા તે સ્ત્રીએ નહિ પણ કોઈ બીજા વ્યક્તી કરી હતી જે શેઠ રાયચંદનો ખુબ જ કટ્ટર દુશ્મન હતો. ત્યારે સવાલ એ થાય કે પછી પેલી સ્ત્રી એ શેઠ રાયચંદને પીઠ પાછળ છરીના ઘા કેમ માર્યા? ત્યારે તે સ્ત્રી જવાબ આપે છે કે શેઠ રાયચંદ એ તેની જમીન તેના પતી ને છેતરીને લઈ લીધી હતી જેથી તેનાં પતિએ આત્મહત્યા કરી નાખી તેનો બદલો લેવા શેઠ રાયચંદ ને મારવા માંગતી હતી. ત્યારે પોલીસ ને ખબર પડી કે ઝેર તેમને મોતિચુરના લાડુમાં આપવામાં આવ્યું હતું. આ જાણ પોલીસે મંદિરના પૂજારીની અટકાયત કરી તેમનાથી જાણવા મળ્યું કે મોતિચુર ના લાડુ શેઠ રાયચંદના ઘરેથી જ આવે છે અને શેઠ રાયચંદ પોતાનો પ્રસાદ અલગ રખાવે છે.
ત્યારે પોલીસને તેમનાં ઘર ના સભ્યો પર શંકા થઈ. ત્યારે જાણવા મળ્યું કે શેઠ રાયચંદનો મોટો છોકરો વીરચંદને તેના વ્યાપાર માટે રૂપિયા જોયતા હતા. શેઠ રાયચંદે તેને રૂપિયા આપવાની ના પાડી હતી. તેથી પોલીસે તેને પૂછ પરછ કરી પણ તેને સ્વીકાર્યું નહિ તેને તેના પપ્પા ની હત્યા કરી છે. પછી પોલીસને જાણવા મળ્યું કે શેઠ રાયચંદનો નાનો દીકરો મૂળચંદને તેના આગળ અભ્યાસ માટે રૂપિયા જોતાં હતાં પણ એને પણ શેઠ રાયચંદે એક રૂપિયો ના આપ્યો જેથી પોલીસે તેની પણ પૂછપરછ કરી તેને પણ હત્યા ન હતી કરી.
પણ પછી પોલીસને શેઠ રાયચંદનો નોકર રમેશના વિરુદ્ધ સબૂત મળ્યા તેથી રમેશને પોલીસે પકડી પડ્યો અને તેને પૂછ્યું કેમ તે તારા માલિક, શેઠ રાયચંદની હત્યા કરી ત્યારે તે બોલ્યો," હા મેં કરી છે શેઠની હત્યા કેમ તે મને અને મારી પત્ની ને રોજ અપમાનિત અને વધારે કામ કરાવી ને ઓછો પગાર આપતાં અને એટલું જ નહિ પણ તેમને મારી જમીન પણ મને ફસાવી ને પોતાની કરી લીધી. એટલે મેં બદલો લેવા માટે તેમને મોતિચુર લાડુમાં જે શેઠ પોતાનો અલગ રખાવે છે તેમાં મેં ઝેર નાખ્યું હતું. હું ગુનો સ્વીકારતા કહ્યુ છું કે," મેં શેઠ રાયચંદની હત્યા કરી છે !
ત્યારબાદ અદાલતે રમેશ ને ૧૫ વર્ષની સખ્ત જેલની સજા સંભળાવી દીધી.
પણ દોસ્તો શેઠ રાયચંદની હત્યા રમેશે નહિ પણ શેઠ રાયચંદની પત્ની કમળા દેવીએ કરી હતી. કમળા દેવીએ શેઠ રાયચંદની હત્યા એટલા માટે કરી હતી કે શેઠ રાયચંદ તેમની દીકરી રિયા ને ખૂબજ ડરાવતા અને શારીરિક પીડાઓ આપતાં હતાં અને એટલું જ નહિ શેઠ રાયચંદ પોતાની પત્ની ને ક્યારે ક્યારેય તેને સમ્માન અને પત્નીનો દરજ્જો આપ્યો જ નહીં અને તેના દીકરાઓ ને ક્યારે પુત્ર નો દરજ્જો નહીં પણ તેઓનું અપમાન કર્યું છે. આ કારણથી કમળા દેવીએ શેઠ રાયચંદ ને તેમના પ્રસાદના લાડુમાં ઝેર આપી ને હત્યા કરી નાખી.
પણ એક સવાલ તો હજુ બાકી રહ્યો કે રમેશે કમળા દેવીનો ગુનો પોતાના માથે કેમ લીધો. તેનો જવાબ એક જ છે," રૂપિયા "! રમેશે બહુજ દેવામાં હતો અને તેની પાસે ઘર ચલાવવામાં કંઈ જ નહોતું. ત્યારે કમળાદેવી એ રમેશ ને વચન આપ્યું,કે "તું આ ગુનો સ્વીકારે તો હું તારું બધું જ દેવું ચૂકવી દઈશ અને તારા પરિવારનું ભરણપોષણ કરીશ અને તારી જમીન પણ આપી દઈશ. આમ રમેશ લાલચમાં આવીને તેને કમળા દેવીનો ગુનો સ્વીકારી લીધો.
આ બધા માં રમેશે વગર ગુનાએ તેને તેના જીવન ના ૧૫ વર્ષ બગાડ્યા. અને શેઠ રાયચંદ ને તેના ખરાબ સ્વભાવ અને તેના પરિવાર પ્રત્યે ખરાબ વર્તન કારણે તેને તેનો જીવ ગુમાવ્યો પડ્યો.
આ વાર્તા પરથી એ બોધ મળે છે કે," માણસે પોતના પરિવાર અને બીજા લોકો પ્રત્યે તેનો સ્વભાવ સારો અને વિનમ્ર રાખવો જોઈએ અને વધારે લાલચ ના કરવી જોઈએ.
