STORYMIRROR

Vishwadeep Barad

Crime Inspirational Others

3  

Vishwadeep Barad

Crime Inspirational Others

મોહીની

મોહીની

4 mins
28.4K


ઈશ્વર પણ નવરા બેઠા હોય !ત્યારે એ નવરાશના મુડમાં જે સૌંદર્યનું સર્જન કરે છે એ સૌદર્ય અફલાતુન અને અદભૂત હોય છે. એમાનું એક સર્જન સુલેખા હતી, રૂપરૂપનો અંબાર એટલે “સુલેખા” !બધા સાથે સુલેખાનો સ્વભાવ મળતાવડો અને ફ્રેન્ડલી હતો. સવારની કોલેજ પતી ગયાં બાદ ઘણીવાર કોલેજનાં મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં પણ જાય. મિત્રો એટલા સારા કે સુલેખાને પર્સમાંથી એક પણ પૈસો કાઢવાનો નહી ! સોસાયટીના છોકરાઓએ તેણીનું હુલામણું નામ. ”મોહીની” પાડ્યું હતું.

છોકરા પણ અંદરો અંદર બોલતા, ”મોહીની તો જ્યાં માયા-મુડી હોય ત્યાંજ મોહે !” મુકેશ એનો નજીકનો મિત્ર, ખાનગીમાં ઘણી વખત એમની સાથે મોજ-મજા માણે. એમની મમ્મી બિચારી ભોળી એટલે એનો પુરેપુરો ગેરલાભ લે.

’મમ્મી આજ હું આશાને ઘેર જાવછું એટલે સાંજે આવતા મોડું થશે !’ ‘ઑકે બેટી, પણ તારા પપ્પા ઘેર આવે તે પહેલાં ઘેર આવી જજે !’ આવી સ્વતંત્રાનો ગેરલાભે એ સોળ વર્ષની ઉમંરે સગર્ભા થઈ.

”એકની એક છોકરી. સમાજમાં બદનામ થઈ જશે તો આપણે શું કરીશું” મા-બાપની ચિંતાનો કોઈપાર ના રહ્યો ! એબૉરશન એજ છેલ્લો ઉપાય હતો. સુરજને વાદળાં ક્યાં સુધી ઢાંકી શકે ? આ વાત એક કાનેથી બીજા કાને ”કોઈને કહેતા નહી ” કહેતા-કહેતા સમાજમાં, સોસાયટીમાં ફેલાઈ ગઈ. ચારિત્ર અને બદનામીની હોળી.

ઉમેશ એજ સોસાયટીમાં રહેતો હતો. પણ છેલ્લા પાંચ વર્ષથી અમેરિકા રહેતો હતો. હા એ દેખાવે શ્યામ અને ચહેરા પર શીળીના ચાઠા હતાં પણ મળતાવડો અને માયાળુ હતો. એને ત્યાં બેઠા સુલેખાના સમચાર મળ્યા. સોસાયટીના એક મિત્રે ફોન કર્યો.

'આપણી જાણીતી-માનીતી મોહીનીએ મોટું લફરું કર્યું !'

'શું ?'

“She is pregnent..”

'કોનાથી ?'

'જવાદેને યાર એને તો ઘણાં યાર હતાં. ઉમેશને દુ:ખ થયું. સુલેખા પર ગુસ્સે થવાને બદલે “સોરી ફીલ કર્યું. અમેરિકામાં તો આવા ઘણાં કિસ્સા બને છે, બહાર પણ નથી આવતાં અને ભારતમાં છોકરી તુરતજ બદનામ થઈ જાય ! આ માટે શું પુરુષ જવાબદાર નહી? પુરુષ આવી ભુલ કરે તો કહેવાય કે એ તો રૉમીયો છે. નટખટ છે એમ કરી ચલાવી લેવાય અને સ્ત્રી ભૂલ કરે તો સમાજમાં તુરતજ બદનામ થઈ જાય અને ઉપનામ મળી જાય..વેશ્યા, બદચલન. ચારિત્રહીન ! માત્ર પુરષને આપણાં સમાજમાં બધા હક્ક આપ્યા છે. વિચારના વંટોળે ચડેલા ઉમેશે ભારત જવાનું નક્કી કર્યું. પોતાના મા-બાપને સુલેખા સાથે તેણી માની જાય તો લગ્ન કરવા વાત મૂકી.

ઉમેશના માતા-પિતાએ ઉમેશને કહ્યું કે "તું બધું જાણે છે છતાં." ”હા”

દીકરાની જીદ પાસે તેના મા-બાપ કશું ના બોલ્યા. સુલેખાના લગ્ન ધામધુમથી ઉમેશ સાથે થયાં. ગામમાં લોકો થોડી નિંદા, થોડી ચર્ચાઓ પણ કરી.

"સાંભળ્યું..’પેલા રાજકોટના રાજુભાઈ રજવાડીની દીકરીના લગ્ન અમેરિકાથી આવેલા છોકરા સાથે થયાં.’

’હા યાર..પૈસો પરમેશ્વર ! જ્યાં જ્યાં પૈસો ત્યાં લક્ષ્મીને વરતા વાર શું ?"

"એ પણ ખરું. કદાચ મુરતિયાને અંધારામાં રાખ્યો હોય ! એવું પણ બને. આ બધી અફવાની સીમા પાર કરતી કરતી સુલેખા અમેરિકા આવી ગઈ.

અંજુ દસ વર્ષની આકાશ આઠ વર્ષનો, બન્ને બાળકો એની મમ્મી જેવા દેખાવડાનએ પપ્પા જેવા ભણવામા હોશિયાર છે.

“સુલેખા, તું કયાં સુધી આ બર્થ-કન્ટ્રોલની ટેબલેટસ લીધા કરીશ ? મે વાંચ્યું છે કે એની સાઈડ ઈફેક્ટમાં કેન્સર થવાની શક્યાતા ખરી.”

“તો તમે કહે છો કે હું ઑપરેશન કરાવી લઉ ? મને વાંધો નથી પણ તમને યાદ છેને કે લાસ્ટ ટાઈમ આકશના બર્થ સમયે ડોકટરે પેટમાંથી નાની ગાંઠ કાઢેલી એથી હવે મને બીજુ ઑપરેશન કરાવતા બીક લાગે છે.’

ઈ વાધો નહી’ તો હું ઑપરેશન કરાવી લઉ છું.'

'હા.તમને વાંધો ના હોય તો.'

'મને શું વાંધો ? આ બર્થ-કન્ટ્રોલની દવામાંથી છુટ્ટી !

એકાએક છાતીમાં દુ:ખાવાને કારણે ૯૧૧ ફોન કરી ઉમેશને ઈમરજન્સીમાં હોસ્પીટલ લઈ ગયાં ત્યારે ખબર પડી કે એમને હ્રદયમાં જતી ચાર નસો માં બ્લોક્સ છે અને તાત્કાલિક ઑપરેશન કરવું પડશે..

’સુલેખા ! મને કાંઈ પણ થઈ જાય તો અંજુ અને આકાશનું તું ધ્યાન રાખજે...’

'આવું શું બોલો છો..કશો વાંધો નહી આવે."

'રાકેશનો થોડી વાર પહેલાંજ મારા સેલ પર તમારા ખબર પૂછવા ફોન આવેલ..’

'હા, સુલેખા એ યંગ અને હોશિયાર છે એટલેજ મેં આપણાં લોન્ડ્રામેન્ટના ધંધામાં ભાગીદાર બનાવ્યો છે..’

'હા હવે થોડો આરામ કરો, ડૉકટરે બહું બોલાવાની ના કહી છે. તમો ચિંતા નહી કરતાં. તમને તો ખબર છે કે આપણાં મિત્ર સુરેશભાઈના ભાણેજ કાર્ડીયોલોગીસ્ટ ડૉકરટર મુકેશભાઈજ તમારું ઑપરેશન કરવાના છે અને એ બહું હોંશિયાર છે. કાલે અંજુ અને આકાશ બન્ને ને વહેલાં બ્રેક-ફાસ્ટ કરાવીને અહી આવી જઈશ... આઈ લવ યુ ઉમેશ.’

‘ઓકે, આઈ લવ યુ ટૂ.’

સુલેખા ઘેર આવી..થોડી ચિતાંમાં હતી. એક સાથે બે ઉપાધી આવી પડી છે. હે ! ભગવાન હું શું કરું. આ મારી ફરી ભુલ ! રાકેશ અને હું બન્ને કલિનિક જઈ લેબમાં યુરીન ટેસ્ટતો આપી આવ્યા. હે ભગવાન રીઝલ્ટ પૉઝીટીવ ના આવે તો સારું ! એ ચિંતા કીડાની જેમ કોરી ખાતી હતી ત્યાંજ રાકેશનો ફોન આવ્યો.

'સુલેખા..ઈટ્સ બેડ ન્યુઝ.'

'શું થયું ? રાકેશ મને બહુંજ ચિત્તા થાય છે.આપણે શુ કર્યું ?'

'સુલેખા ! રીઝલ્ટ..પૉઝીટીવ આવ્યું છે.તુ pregnant છે’

'ઓહ ગોડ ! ઉમેશનું કાલે ઑપરેશન છે. શું કરી શું?'

“એબોરશન સુલેખા એબૉરશન !'


Rate this content
Log in

Similar gujarati story from Crime