Hitakshi buch

Inspirational Others

3  

Hitakshi buch

Inspirational Others

મનમેળ સુખી જીવનની ચાવી

મનમેળ સુખી જીવનની ચાવી

3 mins
7.4K


'બીજા કોઈ મેળ હોય કે નહીં મનમેળ તો હોવો મારા જીવનની પ્રાથમિકતા હો ભાઈ.'

'રાવી તને હું જ્યારે પણ છોકરો જોવાનું કહું છું ત્યારે તારે...'

'શું મમ્મી ? મારે શું ? તું એમ જ કહેવા માંગે છે ને કે...'

'હા રાવી હું એજ કહેવા માગું છું... તારા નખરાઓથી તો હું ખરેખર ત્રાહિ પોકારી ગઈ છું. હમણાં બે દિવસ પહેલાં જ તે...'

'હવે તો મમ્મી હું પણ ખરેખર કંટાળી છું તારા આ જમાઈ જમાઈના રટણથી. તને નથી લાગતું તું વધું પડતી ચિંતા કરી રહી છે. મારે આ રીતે ખાઈમાં જોયા કર્યા વગર નથી પડવું અને મારા માટે તો મને સમજી પલકો પર...'

'રાવી ખોટા ભ્રમમાંથી બહાર આવી જાય તો ઘણું સારું. તું દુનિયાની સર્વોત્તમ સ્ત્રી નથી અને હું જાદુઈ લાકડી લઈ બધાની ઈચ્છા પૂરી કરનાર જિન. તારી ઉંમર વધતી જાય છે, હવે જરા સમજે તો સારું.'

'મમ્મી હું સમજુ જ છું અને એટલે જ કહું છું કે મને જ્યારે કોઈ મારા મનનો માણીગર અને પાણીદાર ગજું રાખનાર મળશે ત્યારે જ લગ્ન કરીશ.'

'તારા આ દિવાસ્વપ્નને હકીકતમાં તપદીલ કરવાના ખોટા વિચારો છોડી દે અને હું કહું એની સાથે લગ્ન માટે હા પાડી દે. પછી જો તારા માટે એકએકથી ચડિયાતા છોકરાઓની શોધી લાવું છું કે નહીં.'

'મોમ.... પ્લીઝ ( રાવી અકળામણમાં મમ્મીને બદલે મોમ કહેતી) મને કેવો જીવનસાથી જોઈએ છે એ પૃચ્છા કરવાને બદલે આ લિસ્ટ...'

'બેટા આ લિસ્ટ નથી. મારા તારા માટે સેવેલા સપના છે. અને જીવનસાથી કેવો હોવો જોઈએ એની વ્યાખ્યા માટે તું નાની છે. છોકરો તો સુખેથી રાખે અને પૈસેટકે સુખી હોય એટલે બસ...'

'મમ્મી.... બસ... મારે આવા કોઈ છોકરાને હું જીવનસાથી કે સહવાસી નહીં બનવું. મારે તો આખું આયખું મને સમજે અને અમારો મનમેળ સારો રહે એવો...'

(મમ્મી હસે છે) 'અરે આ મનમેળ જેવું કંઈ હોતું જ નથી... મનમેળ હોય નહીં એ કેળવવો પડે. અને એ તો થઈ જાય... આવું બધું ના વિચારાય. તને ખબર પણ છે મનમેળ કોને કહેવાય.'

'હમ્મ... કદાચ તારી મનમેળની વ્યાખ્યાથી મારી કઈક અલગ છે. છતાં જો હું મારી વાત કરું તો... મનમેળ એટલે મનને જાણી એકબીજાની કોઈપણ પરિસ્થિતિમાં મદદ કરવી, સાથ આપવો.'

'મનમેળ બે પરિવાર વચ્ચેની એક સુંદર કડી પુરવાર થાય છે. હું કઈ કહું એ પહેલાં સમજી જાય એવો વ્યક્તિ... સાથી... બડી... મિત્ર જોઈએ છે મારે. આ સંસારમાં પૈસા, માન આપનારા તો ઘણાં છે... મારે એમનું કામ નથી. મને હું જેવી છું એવી સ્વીકારી અઢળક પ્રેમ કરે એવો સાથી જોઈએ છે.'

'મમ્મી તને કદાચ આ અતિશયોક્તિ લાગશે પણ મને સાથે ઉભો હોય તો સારી જોડીની વ્યાખ્યાને પરિપૂર્ણ કરવામાં કોઈ રસ નથી. મારી આંખો એની આંખો સાથે ટકરાય અને સમજી જાય મારા દિલની વાત એ મારો ચિતચોર બનશે એ વાત તો નક્કી જ છે.'

'આપણાં સમાજમાં છોકરીઓને આદર્શ પતિની જે છવિ ઉભી કરવામાં આવી છે એવો બાહ્ય દેખાવ કરતો પતિના રૂપમાં સાહુકાર નહીં પાલવે હો... આજે આપણે ત્યાં પરંપરાના નામે ચાલતી રૂઢિચુસ્ત વ્યવસ્થાને કારણે છોકરી પોતાના મનને મારી ઘણીવાર લગ્નગ્રંથિથી બધાય છે. આવા સમયે એને કોઈ સલાહ આપવા તૈયાર નથી હોતું.'

'અમે બન્ને સાથે બેસી એકબીજાના પુરુષ કે સ્ત્રી મિત્રોની ખુલ્લા દિલથી વાત કરી શકીએ એવ સાથીની જરૂર છે નહીં કે માત્ર પતિનું લેબલ લગાડી ફરતો લાગણીવિહીન પતિ.'

'આપણાં સમાજમાં ખુલ્લા મનથી એકબીજાને જેવા છે એવા સ્વીકારવાની રીતિ છે જ નહીં પરિણામ સ્વરૂપ ઝઘડા, મનદુઃખ અને અંતે એ સબંધ મનમિલાપ માં પરિણમ્યો છે એવું કહેવાને બદલે મોટેરાઓ એ છુટા પડ્યાંના સમાચાર આપવા પડે છે. પ્રશ્નો, કુશકાઓ ઓછી અને સમજદારી વધારે એને મારા મતે મનમેળ કહેવાય.'

'માટે તું જો ખરેખર મારા માટે યોગ્ય જીવનસાથી શોધવા માંગતી હોય તો હવે દબાવ નલહવાને બદલે મનમેળની વ્યાખ્યા પરિપૂર્ણ કરે એવો સાથી શોધ... સબંધ માત્ર શબ્દોનો નહિ પરંતુ લાગણીઓના તાણાવાણાથી ગૂંથાયેલ એક ખુશનુમા અહેસાસ છે.'

રાવી એની મમ્મીને ગળે વળગી પડે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational