મિત્ર
મિત્ર


..અને વિશ્વાસ ના પિતાજીની તબિયત અચાનક બગડી ગઈ. ફેમિલી ડોક્ટર ને બતાવવા તેમણે સારી હોસ્પિટલમાં બોડી ચેકઅપ કરાવવા કહ્યું. મહિના ના છેલ્લા દિવસ હતા. વિશ્વાસ પાસે ફક્ત ₹૫૦૦ હતા. સારી હોસ્પિટલમાં ચેકઅપ ના ₹૧૫૦૦ થાય એમ હતા. વિશ્વાસ નું બેંક બેલેન્સ છેલ્લા છ માસથી મીનીમમ હતું અને નાણાકીય કટોકટી માં હતો. વિશ્વાસની દિકરી બાર સાયન્સમાં હતી. તેના ટ્યુશનની ફી ભરવાની બાકી હતી અને તે માટે ઓફિસમાંથી લોન માટે અરજી આપી હતી.
વિશ્વાસે તેની પત્ની આસ્થા ને આ માટે વાત કરી. આ સાંભળીને આસ્થા એ તેના સોનાના કંગન વિશ્વાસને આપ્યા.. કંગન ગીરવે મૂકી ને પિતાની સારી હોસ્પિટલમાં સારવાર કરાવવા કહ્યું અને બંને પતિ-પત્ની સહમત થયા અને એજ વખતે વિશ્વાસના પડોશી મિત્રને ખબર પડી કે, વિશ્વાસના પિતાની તબિયત ખરાબ થઈ છે. વિશ્વાસનો મિત્ર તેની પત્ની સાથે ખબર અંતર કાઢવા આવ્યા.. અને જતાં જતાં ₹૧૫૦૦ વિશ્વાસના હાથમાં મુકીને ગયા.. અને મદદ ની જરૂર પડે તો કહેવા જણાવ્યું.