Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Alpesh Barot

Drama Thriller


3  

Alpesh Barot

Drama Thriller


મિસિંગ-૩

મિસિંગ-૩

5 mins 451 5 mins 451

જાનકીને અકળામણ થઈ રહી હતી, કે આ બધું પપ્પાને કઈ રીતે કહેવું? પરિસ્થિતિ વકરી ચુકી છે. હું ક્યાં મોઢે વાત કરીશ? પપ્પાને સાંભળીને જ ઝટકો લાગશે! દરેક વસ્તુની મને છુટ આપી છે, આઝાદી આપી છે, તેમ છતાં જૂઠું બોલીને અહીં કેમ આવી ગઈ? પણ કહેવા સિવાય કોઈ ચારો જ નોહતો!

જેવું વિચાર્યું તેની બિલકુલ વિપરીત જ થયું. પપ્પાએ કહ્યું.

"મારો ગુસ્સો કરવાનો હવે કોઈ મતલબ નથી સરતો, હું સવારની પહેલી ફલાઈટથી જ ઉદયપુર આવું છું. ત્યાં સુધી તું તારી કાળજી રાખજે.. હું અહી મારા પોલીસ મિત્રોને કહીને ત્યાં તારી પુરતી મદદ કરે એવું કંઈ કરું છું.

"થેન્ક્સ પા...લવ યુ" જાનકીએ કહ્યું.


ઉદયપુર ગુલાબબાગ પોલીસ -થાણું, સુવ્યવસ્થિત લાગતું હતું. પોલીસ સ્ટેશનના મુખ્ય ઓરડામાં જ કેટલાક પોલીસ કર્મચારીઓ કોમ્યુટરમાં કામ કરી રહ્યા હતા. લેડી સબ ઇન્સપેક્ટર મેજ પર બેઠા હતા. કેટલીક ફાઈલો લાકડાના કબાટોમાં ગોઠવાયેલી જોઈ શકાતી હતી. મુખ્ય ઓરડામાં જ એક લોકઅપ હતી. જે પુલીસ સ્ટેશનમાં એન્ટ્રી મારતા જ દેખાઈ આવતી હતી. મારા અંદર પ્રવેશતા જ લોકઅપમાં બેઠેલા બે જણ કુતૂહલતાથી ઉભા થઈને જોવા માટે લોંખડના સળિયાવાળા દરવાજા પાસે આવીને ઊભા રહ્યા!

જાનકીએ લેડી કોન્સ્ટેબલ પાસે જઈને કહ્યું,

" પી.આઈ સિંઘ કો મિલના હૈ."

"સા'બ તો રાઉન્ડ પર ગયે હુવે હૈ..."

"કબ તક આયેંગે ?"

"રાઉન્ડ પર નિકલે હુવે કાફી સમય હો ચૂકા હૈ, બસ અભી આતે હી હોંગે! "

છેલ્લી ચાલીસ મિનિટથી તે મિસ્ટર. સિંઘની રાહ જોઈ રહી હતી. એક-એક ક્ષણ ભારે લાગી રહી હતી. તે સતત રડી રહી હતી. નિલ કેટલો ભોળો અને સરળ સ્વભાવનો હતો. ક્યારેય પણ ઉંચા અવાજમાં મેં તેને કોઈ સાથે વાત કરતા પણ જોયો નોહતો. તેવી વ્યક્તિનો કિડનેપિંગ કઈ રીતે સંભવ છે? પોલીસ સ્ટેશનની દિવાલ ઘડિયાળમાં અગિયારના ટકોરા પડ્યા, પી.આઈ સિંઘ કેટલાક કોન્સ્ટેબલ સાથે પોલીસ સ્ટેનશનમાં પ્રવેશ્યા... તેમનો કડક સ્વભાવ, તેમની કામ કરવાની રીતથી ફક્ત ઉદયપુર જ નહી આસપાસ ના દરેક જગ્યાના રીઢા ગુનેગારો તેનાથી ડરતા...

"લડકી કો અંદર ભેજો..."


પી.આઈએ કહ્યું.તેમની કેબિનમાં કાળા રંગના પાટિયા પર, મિસ્ટર. એ.બી.સિંઘ લખ્યું હતું. તેના ખભે સ્ટાર શોભી રહ્યા હતા. જાનકીએ અંદર પ્રવેશવા"મેં આઈ કમ ઇન સર?? "કહ્યું.

" આવ બેટા આવ... બેસ" સર્વિસ રિવોલ્વર તેણે મેજ પર મૂકી હાથ વડે ઈશારો કરતા કહ્યું.

"અમદાવાદથી બ્રહ્મભટ્ટ સાહેબનો ફોન હતો. હું તારી પૂરતી મદદ કરીશ..."

તે એક રાજસ્થાની હોવા છતાં, અમુક શબ્દોને છોડી ખૂબ જ સરસ ગુજરાતી બોલતા હતા.

"સંપૂર્ણ ઘટના કઈ રીતે બની?"

"અમે સજ્જનગઢથી આવ્યા, હું ફ્રેશ થવા ગઈ, નિલ અમારા બંને માટે જમવાનું પાર્સલ લેવા ગયો હતો. તેણે તો કહ્યુ,આપણે હોટેલનું જ જમીએ પણ મને દાલ-બાટી રેસ્ટોરન્ટ નો ચુરમો બહુ પસંદ હતો. અમે બંને પહેલા જ દિવસે ત્યાં ગયા હતાં. અમારી હોટેલથી ખૂબ જ નજીક હોવાથી મેં ત્યાંથી પાર્સલ લઇ આવવાની જીદ કરી હતી."

" સવારથી તેનો વર્તન કેવો હતો?"

"ખૂબ જ નોર્મલ.... હા ભારતીય લોક કલા મંડળ પાસે તે કોઈ ઊંડા વિચારોમાં હોય તેવું લાગતું હતું. આચાનકથી બહાર જોતો, ફરી વિચારોમાં ડૂબી જતો. ઘણી વખત તેને મેં કઈ પૂછ્યું, અમારી વચ્ચે એક ઇંચ નો પણ અંતર નોહતો, તેમ છતા તે મને સાંભળતો નોહતો..." જાનકીએ કહ્યું.

"આ થાકના લક્ષણ પણ હોઈ શકે છે? તમે ખૂબ મુસાફરી કરી હોય, તેના કારણે પણ આવું થઈ શકે છે. ખરું ને?"

"જી સર..."

"અત્યારે તો બધાં ઉંઘી ગયા હશે અને બધું ક્લોઝ થઈ ગયું હશે. તેમ છતાં, ફક્ત તારા માટે થઈ હું અમારી ટીમને મોકલું છું. બાકી તે એરિયાના સી.સી.ટી.વી હું જાતે કાલ સવારે તપાસ કરીશ...."

"કઈ નહિ થાય નિલને..."

જાનકીના આંસુઓ ફરી શુરું થઈ ગયા.


પી.આઈ. સિંઘએ ભાવુકતાથી કહ્યું,"જો બેટા મારી પણ તારી જ ઉંમરની એક દીકરી છે. તેની ખુશી માટે હું કઈ પણ કરી શકું છું. જા, શાંતિથી ઉંઘી જા.બાકીની તપાસ કાલે સવારે કરીશ... ત્યાં સુધી તારા પપ્પા પણ અહીં ઉદયપુરમાં આવી જશે..."

"ઠીક છે.અંકલ... સોરી..સર....." જાનકીએ કહ્યું.

"સર કરતા અંકલ સારું લાગે છે. મને તું અંકલ કહેજે બેટા..."

પી.આઈએ બેલ મારી કોન્સ્ટેબલને અંદર બોલાવ્યો..

(સેલ્યુટ મારતા)" જય હિંદ સા'બ.."

"ઇસે હોટેલ તક છોડ દો, ઓર હાં, આજ કી રાત વહી હોટેલ કે બહાર રૂકના..."

"ઠીક હૈ સા'બ, જય હિંદ" (સેલ્યુટ મારતો)

જાનકીને મહેન્દ્રાની તે જીપમાં બેસાડી હોટેલમાં મૂકી પોતે બહાર જીપમાં જ બેસી રહ્યો.


"ક્યાં લગતા હૈ? કયું કિયા હોગા ઇસ લડકે કા કિડનેપ જાધવ? " ડ્રાઈવર સીટ પર બેઠા બેઠા તોમરે કહ્યું.

"મુને પેસો કો મામલો લગતો હૈ"

" કલ તક ખંડણી માંગને કે લિયે વો લોગ જરૂર ફોન કરેંગે..."

***


સિંઘ બે કોન્સ્ટેબલ સાથે સવારની પહેલી કિરણ સાથે ગુલાબબાગ એરિયાની હોટેલમાં સિવિલ પોશાકમાં જ આવી ગયા.. જેથી સામાન્ય જનતાને કોઈ જાતની તકલીફ ન થાય, કાઉન્ટર ઉપર આવીને પહેલા તો તેમણે પોતાનું આઈ કાર્ડ બતવાતા કહ્યું." પી.આઈ સિંઘ. તમારા વિસ્તારમાં એક કિડનેપિંગ થયું છે. મને રોડ પરનો સીસીટીવી ફૂટેજ જોવો છે "

"જી સા'બ,આઈએ. "કહેતા તેણે હોટેલના મેનેજમેન્ટ રૂમમાં લઇ ગયા....

ત્યાં એક સ્ક્રીન સામે ઓપરેટર બેઠો હતો.

"કલ રાત કે છે સે નો બજે તકી ફૂટેજ દિખાઓ..."

આ તે જ હોટેલ હતી,જ્યાં નિલ અને જાનકી રોકાયાં હતાં.

સી.સી.ટીવીમાં સમય હતો ૬:૪૫. એક કાર આવીને હોટેલની બહાર ઉભી રહી...

"નંબર જરા ઝુમ કરના...

RJ **** " જાધવે ડાયરીમાં નોંધી લીધા...

ઠીક ૭:૦૩ નિલ હોટેલના ઓરડાની બહાર આવ્યો. જે મુખ્ય રોડ સુધી તેને જોઈ શકાતો હતો. ત્યાંથી તેણે પશ્ચિમ દિશામાં ટર્ન લીધો હતો.

"આપણે હવે ત્યાં મુખ્ય રોડ પરની કોઈ હોટેલનો સી.સી.ટીવી ફૂટેજ જોવાનો છે."

સી.સી.ટીવીમાં તેણે બંને તરફના કેમેરા જોયા, એક તરફ તે હોટેલથી નીકળી મુખ્ય રસ્તા પર આવ્યો, મુખ્ય રસ્તાથી તે રસ્તો વળતો હતો. ત્યાં સુધી તેને જોઈ શકતો હતો. સમય હતો ૭:૦૫..

"જાધવ, અહીં હોટેલથી તે રેસ્ટોરન્ટ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે?"

"સા'બ જ્યાદા સે જ્યાદા આઠ મિનિટ...."


તે વળાંક પાસેની એક હોટેલમાં આવ્યા. નિલ અહીં પહોંચ્યો ત્યારે સમય થયો હતો- ૭:૧૦ મિનિટ

અહીંથી આગળ વધતા બીજી હોટેલનો સી.સી ટીવી ફૂટેજ જોતા અહીં સુધી નિલ પોહચ્યો જ નોહતો. બને હોટેલ વચ્ચે ૧૦૦ મીટરનો એરિયા એવો હતો જ્યાં કોઈ હોટેલ નોહતી, ન કોઈ જાતના કેમરા....

"સા'બ, કીડનેપર બહોત ચાલાક લગતે હૈ..." તોમરે કહ્યું.

"હા, બધું પહેલાથી જ પ્લાન કરેલું હતું. હવે આપણે તે જોવાનું રહેશે કે અહીંથી આ દશ મિનિટના સમયમાં કેટલા વાહનો પસાર થયા ? તેમાંથી કયાં વાહનો શંકાસ્પદ લાગે છે. "

બંને હોટેલના સી.સી.ટીવી ફૂટેજને બારીકીથી જોવામાં આવી રહી હતી. ખાસ તે દશ મિનિટના અંતરમાં કેટલા સાધનો પસાર થયા હતા. બંને તરફથી વાહન આવી શકે છે. જેથી એક એક ક્ષણ જે સી.સી. ટીવીમાં રેકોર્ડિંગ થઈ હતી તે ખૂબ ઉપયોગી હતી.


સાંજનો સમય હતો. તેથી અવરજવર પણ ખૂબ વધુ હતી. વાહનો આવતા હતા- જતા હતા.

"સા'બ એક વેન નીકલી હૈ અભી.." કોન્સ્ટેબલ તોમરે કહ્યું.

સિંઘ પાસેની બીજી હોટેલમાં હતા. જેથી જાધવે ફોન કરીને કહ્યું.

"સા'બ યહાં એક સફેદ રંગ કી વેન નિકલી હૈ. સમય હુવા હૈ ૭:૧૨"

ફોન ચાલુ હતો. સિંઘ ત્યાં સી.સી.ટીવી ફૂટેજ જોઈ રહ્યા હતા. "૧૦૦મીટરનુ અંતર એટલે, એક વેનને ૪૦થી ૫૦ સેંકેન્ડમાં અહીં આવી જવું જોઈતું હતું. અહીં સમય થયો છે- ૭:૨૦.હજુ સુધી કોઈ જાતની વેન અહીં આવી નથી..."

"સા"બ એક ઓર કાલે કાંચ વાલી કાર ભી ઠીક એક મિનિટ કે બાદ નિકલી થી...ક્યા વો વહાં સે નીકલી?" જાધવે કહ્યું.

સિંઘે ઓપરેટરને ફરી ફૂટેજ ૭:૧૦થી શરૂ કરવાનું કહ્યું.

"હા જાદવ, વો કાર નિકલ ગઈ....નિલની કીડનેપિંગ એક સો દશ ટકા આ વેનમાં જ થઈ હોવી જોઈએ...."


ક્રમશ:Rate this content
Log in

More gujarati story from Alpesh Barot

Similar gujarati story from Drama