Alpesh Barot

Drama Thriller

3  

Alpesh Barot

Drama Thriller

મિસિંગ-૧૨

મિસિંગ-૧૨

3 mins
208


રાત પડખું ફરી ઉંઘી ગઈ હતી. ઉદયપુર શહેર મીઠી ઊંઘ લઈ રહ્યો હતો. પણ જાનકીની આંખોથી ઊંઘ કોસો દૂર છે. સમય સમયની વાત છે. સમય બદલતા વાર નથી લાગતી! હજુ થોડા દિવસો પહેલા જ એક આલિશાન મહેલ જેવી હોટલમાં એ.સી.મા મીઠી ઊંઘ લઈ રહેલી જાનકી આજે એક જેલના ગંદા ઓરડામાં ઊંઘી રહી હતી? ના ફક્ત મર્દાની જેમ આંખો બંધ કરી પડી હતી.


***

કોલેજનો પહેલો દિવસ! અમદાવાદ શહેરની એક વિખ્યાત ઇનજીરિંગ કોલેજ હતી. પહેલા દિવસ પહેલા વર્ષના વિધાર્થીઓ નવા મિત્રો બનાવી રહ્યા હતા. કોઈ પોતાની ભૂતકાળની વાતો કરતો હતો. કોઈ ભવિષ્યના સપનાઓ જોતો હતો.

એક ચેહરો, ખૂબ જ ઉદાસ હતો. જાનકી તેની તરફ જોઈ રહી! પોતાની જેમ તે પણ એકલો જ હતો.જાનકી જાણે તેના ચહેરાની રેખાઓ વાંચી રહી હતી.

રવિએ પણ જાનકી તરફ જોયું! જાનકીએ તેના હોઠ મલકાવ્યા! પણ રવિ શરમથી નીચું જોઈ ગયો.

"હૈ, હું જાનકી છું."

"હું રવિ.."

"કોઈ ફ્રેન્ડ નથી?"

"ના, હું ભુજ કચ્છથી આવું છું. અમદાવાદ મારા માટે સાવ નવું છે."

"ચાલ જ્યાં સુધી તારું કોઈ ફ્રેન્ડ નથી બનતું ત્યાં સુધી હું કંપની આપીશ, તને ગમશે?"

રવિ નીચું જોઈ ગયો!

"શરમાય છે?"

"ના, ક્યાર આમ છોકરીથી વાત નથી કરી, તો.."

"તો હકલાવાનું?"

રવિ ચૂપ રહ્યો..

"સોરી સોરી... મારી આદત છે મજાક કરવાની... તને ફાવશે ને?"

"હમ્મ.."


***


"કેમ લેક્ચર પછી ફટાફટ તું ગાયબ થઈ જાય છે?"

"જોબ માટે એક બે જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જવાનું થાય છે એટલે..."

"તો શું થયું, જોબ મળી?"

"હજુ નહિ! પણ મળી જશે.."

"મારી નજરમાં છે એક જોબ તું કરીશ?"

"હા ચોક્કસ.."

"તો આ લે કાર્ડ, ત્યાં પહોંચી જજે...જોબ તારી પાકી..."

***


" મને હવે ખબર પડી... કે તે તારી ઓફીસ હતી. સોરી જાનકી પણ હું ત્યાં જોબ નહિ કરું, તે મારા માટે જે કર્યું તે બદલ તારો ખૂબ ખૂબ આભાર.." રવિ એક જ શ્વાસે બોલી ગયો.

" મને ખબર છે. તને સ્વાભિમાનનો ભૂત ચડ્યો છે. વિચાર જોબ ન મળી હોત તો ?મેં તને હેરાન પરેશાન થતા જોયો છે. અને હા મારા પપ્પા તને મફતના પૈસા નથી આપતા... તું મહેનત કરે છે. એના આપે છે. બંનેનું કામ થાય છે. વિચારી લેજે, જો તું આ જોબ છોડીને જઈશ તો મારી મિત્રતા પણ અહીં જ છોડી ને જતો રહેજે..."

"તું ફસાવે છે." રવિએ કહ્યું.


***

એ સવાર! મને હજુ યાદ છે. કેમ ભૂલી શકું, તે દિવસે મારો જન્મ દિવસ હતો. સવારથી ઘરે કોઈ ગુલદસ્તાઓ મોકલતો હતો. અંદર શેર લખતો! કવિતાઓની પંક્તિઓ લખતો...

"બે કોણ છે આ ઇડીયટ?"

દર ત્રીસ મિનિટે કઈને કઈ વસ્તુઓ કોઈ મોકલતો હતું. પપ્પા અને હું બંને હેરાન હતા.

મારા માથે ચિંતાઓની રેખાઓ દેખાઈ રહી હતી. ત્યાર જ એક અજાણ્યા નંબર થી મારા ફોનની રિંગ રણકી ફોનની પહેલી પારથી આવાજ આવ્યો..

"કેવી લાગી સરપ્રાઈ?"

અવાજ ઓળખતા વાર ન લાગી..

"તું હતો ઇડીયટ જે મને સવારથી હેરાન કરે છે?"

"આઈ લવ યુ"

"શું કીધું?"

"આઈ લવ યુ"

"સવારથી કોઈ મળ્યું નથી?"

" મને તો એવી સવાર જોઈએ, મારી આસપાસ તું જ તું હોય! મારા માટે ગરમાગરમ ચા બનાવી ને લાવ! જટકતી ઝુલ્ફો ને જોઈ હું તને અપલક તાકતો જ રહું... વિલ યુ મેરી મી? "

"બહુ ઉતાવળ આવી ગઈ છે ભૈસા'બ પરણવાની?"

"પરણવાની તો ઠીક પણ પ્રેમ પામવાની ઉતાવળ બહુ છે.."


જાનકીની આંખ ખુલી ગઈ! સૂરજની કિરણો, બારીમાંથી જેલના ઓરડામાં આવી રહી હતી. 

રવિ મૃત્યુ પામ્યો છે. તે એહસાસ પણ તેના માટે કમકમાવી દે તેવો હતો. સાથે રહેવાના સાથે જીવવાની ભવોભવના વચનો વાદાઓ તોડી ને રવિ! કોઈ બીજી દુનિયામાં જતો રહ્યો હતો. નિલ સાથે પ્રેમનો નાટક કરવો તેના માટે સહેલો નોહતો....

હવે તેનો મકસદ ફક્ત ચાંદનીની હત્યા નો બદલો લેવાનો નહિ! પણ તેના પ્રેમી રવીની હત્યાનો પણ હતો.


ક્રમશ



Rate this content
Log in

Similar gujarati story from Drama