STORYMIRROR

Alpesh Barot

Drama Thriller

4  

Alpesh Barot

Drama Thriller

મિસિંગ-૧૦

મિસિંગ-૧૦

3 mins
505

રાત્રી દરમિયાન એક મહીલાની ધરપકડ મોટા ભાગે થઈ ન શકે! પણ અહીં ધરપકડ કરવી આવશ્યક હતી.

મહિલા પુલિસ કર્મીઓ સાથે, પુલીસ જાનકીના ઘરે આવી પહોંચી! પુલીસ કાફલાને જોઈને આસપાસના લોકો તમાશો જોવા બહાર ઉમિટી આવ્યા હતા.

જાનકી, બચવા માટે, હાથ પગ ઉછાળી રહી હતી. પણ તે ના કામિયાબ રહી! ચુસ્ત મહિલા પુલીસ તેને જોરથી એક હડબુથ વાળી મારી જીપમાં બેસાડી દીધી.


રીમાંડ રૂમમાં મહિલા પુલીસ કરમીએ! ગાળા ગળી કરતી જાનકીને ફરાવીને જોરથી તમાચો માર્યો!

" બહુ ઉછળ કુંદ નહિ કર, તારા પર મર્ડર,કિડનેપિંગના ચાર્જીસ છે."

"ફ*** મર્ડર,કિડનેપિંગ! અરે મેં જ  ઉદયપુરમાં મારા બોયફ્રેન્ડ ખોવાઈ જવા અંગે ફરિયાદ નોંધાવી છે."

" ફરિયાદ ફક્ત તારા પોતાના બચાવ માટે નોંધવી હશે! બાકી અમને બધી જ ખબર છે. તું હોટેલની બાર સંદીપ લગધીરકાને મળી હતી.." મહિના પુલીસ કર્મીએ કહ્યું.

"કોણ સંદીપ... હું કોઈ સંદીપ ને નથી ઓળખતી..."

"બહુ ડાઈ બહુ ડાઈ, વાંધો નહિ, હવે તારી ખરી રીમાંડ તો ઉદયપુર પુલીસ લેશે, જેણે તારો કબજો માંગ્યો છે."


              *****

આટલું ખરાબ વર્તન તો કોઈ પ્રાણીઓ સાથે પણ ન કરે! તેનો આખો શરીર લાલ થઈ ગયો હતો. સતત માર અને ત્રાસથી કંટાળી રાજએ કહ્યું.

"સા'બ યે સબ, મેંને આર્યન કે કહેને પર કિયાથા!"

"કોન આર્યન?" પાટલી ફરીથી પૂછ્યું.

"સા'બ વો મેરા બોસ હૈ.."

"કંહા હૈ, તેરા કુતા બોસ જલ્દી બક...****"

"સા'બ નહિ માલુમ..."

પાટલીએ ફરી એક દંદો પગ પર ફટકાર્યો...

"સા'બ મા કસમ નહિ પતા, વો ફ્રાસ મેં થે, કુછ કનસાઇનમેન્ટ કી બાત ચલ રહી થી... ઇસ કે અલાવ મેં કુછ નહિ જાનતા...."

"તુમ્હારે પાસ ઉસકી કોઈ ફોટો હૈ?"

"હાંજી સા'બ, લેપટોપ મેં હૈ.."


                *****


"સિંઘ, સાહેબે હું સાચું કહું છું. મારો આ હત્યા અને કિડનેપિંગ પાછળ કોઈ જ હાથ નથી... મને ફસાવામાં આવી રહી છે."

"ઠીક છે, જાનકી તારી વાત માની લઈએ એક ક્ષણ માટે, કે તું નિર્દોષ છે. પણ આ તસવીર?" 

હુડીમાં ચેહરો છુપાવેલ ટેટૂવાળા વ્યક્તિ સાથે, જાનકી ઊભી રહીને વાત કરી રહી હતી...

"સર, આ તો નિલ છે.જે મારી સાથે ઉભો તો.."

"નિલના હાથમાં આવો કોઈ પરમનેટ ટેટુ અમને તો જોવા નોહતો મળ્યો!"

"એ પરમનેટ નહિ, પણ એક સ્ટીકર હતો..."

"શુ થયું હતું તે દિવસે?"

"સર, મને પણ જરાક વિચિત્ર લાગ્યું! આ ફોટો આહડ મ્યુઝીયમ બહારનો છે. અમે મ્યુઝીયમ જોઈને નીકળ્યા! અને તેને મને એવું કહ્યું, કે હું દશ મિનિટમાં આવું! પછી તે ત્યાં થી પાંચ સાત મિનિટના અંતરે! લોકેશન શેર કરીને કહ્યું અહીં આવી જા! મને વિચિત્ર એ લાગ્યું કે નિલે પોતાના કપડાં કેમ ચેન્જ કર્યા! હાથમાં ટેટૂ, હુડી.... મેં પૂછ્યું પણ એને કહ્યું! મને ગમે છે ને મેં પહેર્યા..."

"તું ખૂબ સારી વાર્તાકાર છે.તું કહે ને અમે માની લઈએ...એટલા મૂર્ખ તો અમે નથી."

"હું સાચું કહું છું. સર..."

               *****


"ઓહ માય ગૉડ, આ કઈ રીતે સંભવ છે." પાટીલે કહ્યું.

"શુ થયું પાટિલ ?"

"સાહેબે આ ફોટો જોવો..."

ક્ષણેક માટે તો પટેલ પણ સ્તબ્ધ થઈ ગયા..

" આ કોણ છે?"

"સર આ જ મારો બોસ આર્યન છે."

"આર્યન નહિ નિલ..."

"ના સર તે આર્યન છે."

"નિલ......આર્યન બંને એક જ વ્યક્તિ છે. નિલે તેની જ કિડનેપિંગનું નાટક કર્યું છે?"


             ****

"મુંબઈથી તારા માટે કોઈ સારા સમાચાર તો નથી આવી રહ્યા જાનકી"

"સર હું કઇ સમજી નહી!"

"બહુ સમજવાની પણ જરૂર નથી! તું જેટલું સમજી, અને અમને સમજાવી રહી છો! તે બહુ છે. તું અને નિલ અમને ગુમરાહ કરી રહ્યા છો"

"સર એવું કંઈ નથી.."

"સાચું સાચું કે નિલ ક્યાં છુપાયો છે?"


ક્રમશ:



Rate this content
Log in

Similar gujarati story from Drama