STORYMIRROR

Rekha Shukla

Inspirational

4  

Rekha Shukla

Inspirational

મિલકત

મિલકત

4 mins
177

મમ્મી પપ્પાની મિલ્કતની વહેચણી થતી હતી. બધા પોતાના અભિપ્રાય આપી રહ્યા હતા. હું શાંતિથી પપ્પા મમ્મીના ફોટા સામે જોઈ બેઠો હતો. મિલ્કતની વહેચણીમાં આજે અગત્યનો ભાગ ભજવનારા મમ્મીની જીવલેણ બીમારી વખતે મોઢું ફેરવી ગયા હતા. મારી પત્ની સુધા એ દીકરી પણ ન કરે તેવી સેવા કરી હતી. તેનો સાક્ષી ભગવાન અને હું માત્ર હતો.

ઘડપણ અને સાથે માંદગી એપણ પથારીમાં પછી. એ યાચના અને યાતનાનું વર્ણન કરવું ઘણું દુઃખદ છે. છતાં આવા સંજોગોમાં સુધાએ એક આદર્શ પત્નીની ફરજ અદા કરી. આજે પણ જ્યારે મિલ્કતની વહેચણી થતી હતી એ સમયે પણ તે અંદરના રૂમમાં બેઠી હતી. સોનું, રોકડ, બેન્કની ફિક્સ, શેર, વગેરેની ઝીણવટ ભરી વહેચણી હાજર રહેલા ભાઈઓ અને બહેન કરી રહ્યા હતા..સાથે ભાઈઓની પત્ની અને બહેન બનેવીઓ પણ હાજર હતા. પિયર પક્ષની મિલ્કતમાં ભાગ પડતા હોય ત્યારે જમાઈને દૂર રાખનારી દીકરી કહો કે પત્ની સસુર પક્ષની મિલ્કતમાં ભાગ પડે ત્યારે કોર્ટના જજ જેવું કામ કરતી હોય છે. એ પણ હું મૂંગા મોઢે જૉઈ રહ્યો હતો.

મિલ્કતની બધી વહેચણી પુરી થયા પછી હું ઉભો થયો. મમ્મીના રૂમ માં ગયો. મમ્મી ના ચશ્મા, થાળી, વાટકો, ગાદલું, રજાઈ ઓશીકું, બેડપેન, પીવાનો પ્યાલો લોટો વહીલ ચેર વગેરે લઈ હું ક્રમશઃ બહાર આવ્યો. મેં ભીની આંખે કીધું....આની વહેચણી તો બાકી રહી ગઈ.

ત્યાં નાના ભાઈની વહુ બોલી આ બધું કોઈ ગરીબ બ્રાહ્મણને આપી દયો. આ વાપરેલી વસ્તુ કોણ વાપરશે !

હું મનમાં હસી પડ્યો. મમ્મીના પાર્થિવ શરીર ઉપરથી સોનાનાની બંગડી, ચેન, વિટી અને બુટ્ટી ઉતારવામાં અગ્રણીય રહેનાર નાનાભાઈની વહુને મારી માનું સોનુ વાપરેલ ન લાગ્યુ. તેનો તો ભાગ સરખે ભાગે પાડી લઈ લીધું. અને આ બધી વસ્તુ બ્રાહ્મણને આપી દેજો..વાહ રે દુનિયા વાહ.

મેં છેલ્લે કીધું "આપણા ઘરમાં બાપદાદા વખતની જૂની પૂજા છે. કોઈને સાથે લઈ જવાની ઈચ્છા હોય તો."

મને જવાબની ખબર હતી.છતાં પણ ..મેં વાત મૂકી

બધા એકબીજાની સામે જોવા લાગ્યા. કોઈ કહે ફાસ્ટ લાઈફમાં અમે પૂજા નહિ સાચવી શકીયે. કોઈ કહે મંદિરમાં પધરાવી દયો. કોઈ કહે તમેજ વર્ષોથી પૂજા કરો છો તમેજ રાખો.

વર્ષોથી મારી માની પૂજા સમજો કે સેવા અમેજ કરતા હતા. તો શું મા બાપની મિલ્કત મારી થઈ ગઈ ? હું મનોમન વિચારતો રહ્યો. હે પ્રભુ આ લોકોને ખબર નથી એ પૂજામાં કેટલી તાકાત છે. કદાચ તારી મૂર્તિ સોનાની ધાતુથી બની હોત તો આ લોકો પૂજા ઘરે લઈ જવા પડાપડી કરતા હોત. એ લોકો કદાચ એવું વિચારતા હતા હશે કે તારી પૂજા કરવાથી ફાયદો શુ ? સ્વાર્થી દુનિયા છે પ્રભુ. તે લોકોથી અંતર બનાવ્યું છે તેનું કારણ હું સમજી ગયો. ફાયદો ન મળે તો તને પણ આ લોકો વેચી નાખે.

નાની બહેન બોલી, "તમારે નવા ઘરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ ઘરમાં રહો પછી આ ઘરનો પણ ફેસલો કરી નાખીએ."

મેં કીધું, "એ ચિંતા ન કરો. તમે કોઈ ગ્રાહક શોધી લ્યો.મ હું અત્યારેજ ઘર ખાલ્લી કરવા તૈયાર છું."

"મતલબ"બધા એક સાથે બોલ્યા..

મતલબ સાફ છે, મારો...દીકરો દીપેન...અમને ઘણા વખતથી કેનેડા બોલાવે છે. પણ અમે મમ્મીની તબિયતને કારણે જતા ન હતા. મને એમ પણ હતું ભારત દેશ છોડી મારા ભાઈ બહેનથી મારે દૂર નથી જવું. પણ એ માત્ર મારો ભ્રમ હતો. અને જયારે ભ્રમ ભાંગે ત્યારે કાં તો ભગવાન મળે નહીંતર જીવન જીવવાની જડીબુટ્ટી મળે. હું તો.ખુશ છું. મને તો ભગવાને મળ્યો અને જડીબુટ્ટી પણ 

મારા પુત્ર દિપેનના શબ્દો મને યાદ આવ્યા. મારા પુત્ર દિપેનને કેનેડા જતા મેં રોક્યો ત્યારે તેણે મને કીધું હતું. "અહીં કોના માટે રહેવું છે. પપ્પા તમે હજુ તમારું પોતાનું મકાન પણ નથી બનાવ્યું. દાદા નાની ઉંમરે ગુજરી ગયા પછી ભાઈઓ અને બહેનની જવાબદારી નિભાવવામાં તમે કોઈ બચત પણ કરી શક્યા નથી. તમે એવું ઈચ્છો છો કે હું પણ આ ચક્કરમાં પડી મારુ ભવિષ્ય બગાડું ? દુનિયા ઉગતા સુરજ ને પૂજે છે પપ્પા. તક ભગવાન દરેક વ્યક્તિ ને આપે છે. કોઈ લાગણીથી કામ લે છે. કોઈ બુદ્ધિથી. તમે લાગણીથી કામ લીધું તેનું પરિણામ હું જૉઈ રહ્યો છું.

ત્યારે મને દીપેનની વાત સમજાઈ ન હતી. તે બાળક હોવા છતાં એ લાગણીનો વ્યાપાર સમજી ગયો હતો. એ કેનેડા જતા જતા એક શબ્દ બોલ્યો હતો, "પપ્પા જો દિખતા હે વો અપના નહિ. અપના હૈ વો દિખતા નહીં.

તમે તમારી અને મમ્મીની તબિયતનું ધ્યાન રાખજો."

સંસાર લાગણીશીલ વ્યક્તિઓની તબિયતથી બજાવે છે. સ્વાર્થી નહીં પણ જાગૃત રહેજો. ભોળા બનજો પણ ભોટ નહીં. થોડા પણ ગફલતમાં રહ્યા તો સંસાર તમારી લંગોટ પણ ખેંચી નાખશે. હક્ક વગરનું લેવું નહીં અને હક્કનું હોય તે છોડવું નહીં. હક્ક વગરનું લેવા જઇયે તો મહાભારતનું સર્જન થાય. અને હક્કનું જતું કરીયે તો રામાયણનું સર્જન થાય. એટલે ભવિષ્યમાં કોઈ પણ નિર્ણય લ્યો તો લાગણીશીલ બની ન લેતા.

મેં ભગવાનની પૂજા સામે જોઈ હસીને કીધું., "હે પ્રભુ તેં કેનેડા જોયું નથી ને ? હવે જ્યાં હું ત્યાં તું. મારી સાથે તું આવીશ ને ?.. ચલ સામાન તારો પેક કર...

મિત્રો,

ભગવાન ને સમજવા નો પ્રયત્ન કરશે તો સુખી થશો.

અને કોઈ વ્યક્તિ ને સમજવા પ્રયત્ન કરશો તો દુઃખી થશો

अपनों को आजमा कर तो देखो 

भगवान से मोहब्बत ना हो जाए तो कहना ...

સમાપ્ત


Rate this content
Log in

Similar gujarati story from Inspirational