PRAVIN MAKWANA

Inspirational

2  

PRAVIN MAKWANA

Inspirational

મહિલા

મહિલા

1 min
438


મહિલા એટલે સન્માનનીય સ્ત્રી. કેટલો ભારેખમ શબ્દ લાગે છે નહિ ? અને કેમ ન હોય ? મહિલાની સાડી સાથે અગણિત જવાબદારીઓનું પોટલું જો બંધાયેલું હોય છે. અથવા કહો કે બાંધી દેવાયું હોય છે. ઘૂંઘટમાં સ્ત્રી સોહામણી લાગે; કહીને એની પહેચાનને ગુમનામીમાં ધકેલી દેવાય છે. મંગળસૂત્ર, કંગન, પાયલથી અલન્કૃત કરવાના નામે બેડીઓ પહેરાવી દેવાય છે. રસોડાની રાણી કહી એના જીવનનો મોટો સમય ગેસનો ચૂલ્હો, વાસણોની તકરાર, એક નાનકડી ઓરડી, અને કદાચ એક બારી વચ્ચે ગૂંગળાવી દેવાય છે. બહારની કઠોર દુનિયાથી રક્ષવાના નામે ઘરની ચાર દીવાલો વચ્ચે જકડી દેવાય છે. દુનિયા જાણે છે તારા સંવેદનશીલ સ્વભાવની કમજોરી, તો,એને જ તાકાત બનાવી તું દુનિયાને બતાવી દે. દરેક ક્ષેત્રમાં તું આગળ હતી, છે, અને રહીશ એ જતાવી દે. અસુરક્ષિતતાના ડર અને દબાવના માહોલમાંથી બસ હોંસલાથી બહાર નીકળ. બ્રહ્માંડ વસે છે તુજ ભીતરમાં. બસ આહવાન કર અને ઊડ આસમાનમાં.હાં, ભીની લાગણીઓને થોડી સૂકવવી પડશે. તપાવવી કે આગના હવાલે પણ કરવી પડશે. આમ તારું આંતરિક સૌંદર્ય; સુવર્ણ જેવું નિખારી; તારી તેજશક્તિથી સૂર્યને પણ શરમાવી દે.તું સોળમી નહીં એકવીસમી સદીની નારી છો. અડચણો આવશે નહીં; નાખશે લોકો તારી રાહમાં. તારી સુઝબુઝથી પ્રતિકૂળ પરિસ્થિતિને સુલજાવી દે. સીધા પહાડ પર ચઢાણ હશે ને રાહમાં કંટકની હાર હશે. પણ તું કુશળ યોદ્ધા બની વિઘ્નોને હંફાવી દે. "નારી તું નારાયણી" શબ્દોને સાચા અર્થમાં હવે સાર્થક કરી દે.'મહિલા' શબ્દના અર્થને હવે ઉજાગર કરી દે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational