Dr.Riddhi Mehta

Romance Inspirational

5.0  

Dr.Riddhi Mehta

Romance Inspirational

મહેકતી સુવાસ -૮

મહેકતી સુવાસ -૮

3 mins
659


આજે પહેલી વાર સામેથી ઈશિતા આકાશને હગ કરીને આઈ લવ યુ કહે છે. એટલે આકાશ બહુ જ ખુશ થઇ જાય છે કારણ કે આજે લગ્નના ત્રણ મહીના પુરા પુરા થવા આવ્યા છે, ત્યારે ઈશિતાએ આકાશના પ્રેમને સ્વીકાર્યો છે. આજે તેના ઈતજારનો ફાઈનલી અંત આવ્યો છે. એટલે તે બહુ ખુશ થઈને ઈશિતા ને ઉચકી લે છે. ખરેખર આજે ત્રણ મહિના પુરા થવા આવ્યા ત્યારે આજે ચાંદની શીતળતામાં બે હૈયાઓ સુહાગરાત માણી રહ્યા છે . આજે પહેલી વાર એકબીજાનો સાથ માણી રહ્યા છે.


આજે પુર્ણ સ્વરૂપમાં ઈશિતા આકાશની પત્ની બની ગઈ છે. તે આકાશ સાથે ખુશ છે. આકાશ પણ તેનુ એટલું જ ધ્યાન રાખે છે. ક્યારેક હજુ પણ ઈશિતા એકાતમાં હજુ તેને આદિની યાદ આવી જાય છે. પણ તે પોતાના ભવિષ્યનુ અને આકાશના પ્રેમાળ અને નિર્દોષ ચહેરાને જોઈ તે આદિત્યની યાદોને તેના દિલના એક ખુણામાં સમાવી લીધી છે. હવે ધીમે ધીમે ઈશિતા આકાશની ઓફીસ પણ જવા લાગી છે. રોજ બંને સાથે જાય , બપોરે સાથે લન્ચ કરે અને સાથે જ ઘરે આવે. ઈશિતાના ઘરમાં પગલાં સારા કહી શકાય કે તેનો બિઝનેસ પણ બહુ સારો ડેવલપ થઈ રહ્યો છે. ફોરેનમાં પણ હવે તેમનો બિઝનેસ ડેવલપ થઈ રહ્યો છે.


આજે આકાશ અને ઈશિતાની ફસ્ટ મેરેજ એનિવર્સરી છે. મોટી પાર્ટી રાખેલી છે. ત્યારે પાર્ટીમાં આજે આકાશ પાર્ટીમાં બધાની વચ્ચે ઈશિતાને પ્રપોઝ કરે છે અને પછી એ ઈશિતાના જીવનમાં આવ્યા પછી એની લાઈફ માં અને બિઝનેસમાં કેટલી પ્રગતિ થઈ છે તેની વાત કરે છે .પછી કેક કટ કરે છે અને બધા ડીનર કરે છે. બીજા દિવસે ઈશિતાના સાસુ તેને કહે છે દીકરા, હવે તમે બંને તમારી લાઈફમાં સેટલ થઈ ગયા છો. હવે અમને પણ આ ઘરમાં એકલતા લાગે છે. ઘરમાં એક ખોળાનુ ખુદનાર હોય તો ઘરની રોનક વધી જાય એટલે ઈશિતા સમજી જાય છે અને માત્ર હસીને હા કહે છે.

એક દિવસ ઈશિતા ઓફીસ ગઈ હોય છે ત્યાં અચાનક ચક્કર ખાઈને પડી જાય છે. એટલે આકાશ આવીને તેને હોસ્પિટલ લઈ જાય છે. અને ડૉક્ટર કહે છે કે તે પ્રેગનેન્ટ છે એટલે ઘરમાં અને આકાશ અને ઈશિતાના જીવનમાં ખુશી છવાઈ જાય છે. નવ મહિના પછી ઈશિતા એક તંદુરસ્ત, સુંદર દીકરાને જન્મ આપે છે. અને તેનું નામ આલોક પાડે છે. તે ધીમે ધીમે મોટો થાય છે. અને ત્રણ વર્ષ પછી તે બીજી એક દિકરીને જન્મ આપે છે તેનું નામ ઈરા પાડે છે. આમ બંને બાળકો મોટા થાય છે અને ઈશિતા અને આકાશની જિંદગી પણ ખુશી ખુશી આગળ વધી રહી છે.


 ફોનમાં રીગ વાગે છે અને ઈશિતા એકાએક ઝબકીને ઉભી થાય છે. તેની આંખોમાં આસું હોય છે. મોબાઈલ માં જુએ છે તો આકાશનુ નામ હોય છે. તે ઝડપથી જુએ છે કે સાજના છ વાગી ગયા છે. તે ફટાફટ ફોન ઉપાડે છે અને આકાશ તેને અને ઈરાને પાર્ટી માટે તૈયાર રહેવાનું કહે છે. આજે તેમની એક મોટી બિઝનેસ પાર્ટી રાખી છે આકાશે તેમાં એક ખાસ ગેસ્ટ આવવાના છે એવું પણ કહ્યુ છે. એ આકાશનો કોલ આવે છે ત્યારે તેને યાદ આવે છે.


ઈશિતા ભુતકાળની યાદોમાં એવી સરી ગઈ હતી કે આજે તેને સમયનુ પણ ધ્યાન ના રહ્યું. જાણે થોડા જ સમયમાં તેણે હજુ સુધીની આખી જિંદગી ફરી જીવી લીધી હતી. આકાશનો ફોન આવતા તે ફ્રેશ થઈને રેડી થાય છે. તે હવે તૈયાર થઈને અરીસા સામે ઉભી છે. આજે તે કાજીવરમની સિલ્કની સાડીમાં બહુ જ સરસ લાગી રહી હતી. ત્યાં પાછળ અરીસામાં એક જાણે તેની પ્રતિકૃતિ દેખાઈ તો જોયુ તે હતી ઈરા. તેની દીકરી તે હવે મોટી થઈને જાણે બીજી ઈશિતા લાગી રહી હતી. એટલામાં આકાશ આવે છે અને તે ઈશિતાને જોઈને તેને જોતો જ રહી જાય છે.


પાર્ટીમાં કોણ હશે ? 

શું થશે ત્યાં ?

જાણવા માટે વાંચતા રહો, મહેકતી સુવાસRate this content
Log in

Similar gujarati story from Romance