End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

Dr.Riddhi Mehta

Drama Romance


5.0  

Dr.Riddhi Mehta

Drama Romance


મહેકતી સુવાસ -૭

મહેકતી સુવાસ -૭

4 mins 548 4 mins 548

સિમલાનું આહલાદક વાતાવરણ છે. મસ્ત ઠંડીમાં આકાશ અને ઈશિતા જેકેટ પહેરીને સવારની સહેલ કરી રહ્યા છે. બંને જણા વચ્ચે વચ્ચે થોડી વાતચીત કરી રહ્યા છે. પછી બંને જણા ચા પીવે છે અને નાસ્તો કરે છે. ઈશિતા હવે થોડી આકાશ ને સેટ થવાની કોશિશ કરી રહી છે. બંને એકબીજાને પોતાની પસંદ નાપસંદ ની વાતો કરે છે. આખો દિવસ બધા પ્લેસ ફરે છે. રાત્રે ફરી હોટલ જાય છે. રાત્રે મોડા સુધી વાતો કરે છે. પછી ઈશિતા વાતો કરતા કરતા આકાશ ના ખભા પર માથું ઢાળી ને સુઈ જાય છે. આકાશ પણ તેને નીહાળતો રાત્રે તેની પાસે એમ જ સુઈ જાય છે.


હવે ફરવાના આઠ દિવસ થઈ ગયા છે. બે દિવસ જ બાકી છે... આજે દિવસે બહુ ફર્યા હતા. પછી આવીને ઈશિતા લન્ચ લઈને સુઈ જાય છે. આકાશ ને ઉઘ નહોતી આવતી તે જાગતો હોય છે.

લગભગ રાત્રે બાર વાગે ઈશિતા ને ખરાબ સપનું આવતા અચાનક ગભરાઈ ને ઉઠી જાય છે. આકાશ તેને પુછે છે શુ થયુ તો તે બિહામણા સપનાની વાત કરે છે અને આકાશ ની બાજુ માં આવીને તેની પાસે તેને હગ કરીને સુઈ જાય છે. આકાશ તેના માથા પર હાથ ફેરવે છે અને કહે છે હુ તારી સાથે જ છું, તું સુઈ જા. એમ કરીને તેના કપાળ પર પ્રેમ અને રિસ્પેક્ટ થી કીસ કરે છે.

છતાં આકાશ હજુ સુધી જ્યાં સુધી ઈશિતા ની સંમતિ ના મળે ત્યાં તેમની પર્સનલ લાઈફ માં જરા પણ આગળ વધ્યો નથી.


ભલે તેમનુ હનીમુન કદાચ હનીમૂન થયુ નહોતું પણ ઈશિતા ધીરે ધીરે આકાશની નજીક જરૂર આવી રહી હતી એટલે હવે આકાશ ને એટલો તો ભરોસો થઈ ગયો હતો કે ઈશિતા તેની ચોક્કસ થશે અને તેના માટે ભલે ગમે તેટલો સમય લાગે તે રાહ જોવા તૈયાર છે.


આજે ફાઈનલી એ લોકો ઘરે આવવા ફ્લાઇટ માં બેસી ગયા છે. અને રાત્રે મોડા ઘરે આવી જાય છે. અને બીજા દિવસથી બધુ રૂટિન ચાલુ થઈ જાય છે. ઈશિતા પણ ઘરના બધા સાથે મિકસ થઈ છે. બધાના દિલમાં પણ તેને એક સ્થાન બનાવી દીધું છે.


આકાશ એટલો વ્યવસ્થિત અને પ્રેમાળ છે કે તેને હજુ સુધી કોઈને પણ અણસાર પણ નથી આવવા દીધો કે તેની અને ઈશિતા વચ્ચે હજુ સુધી પણ કોઈ પતિ પત્ની જેવા સંબંધ નથી.

એક દિવસ આકાશ ઈશિતા ને કહે છે કે તુ એજ્યુકેટેડ છે અને તુ ફ્રી હોય અને તારી ઈચ્છા હોય તો તુ આપણી ઓફીસ આવી શકે છે. ઘરેથી કોઈ ને કોઈ પ્રોબ્લેમ નહિ થાય. પણ ઈશિતા કહે છે કે હુ હમણાં ઘરે બધા સાથે રહેવા માગુ છુ પછી હુ ઓફીસ જોઈન કરીશ. તે પહેલા પોતાની મેરેજ લાઈફ માં ખુશ રહેવા ઈચ્છે છે.


આકાશ કહે છે તારી ઈચ્છા હોય ત્યારે કહેજે. થોડા દિવસ પછી ઈશિતાના મમ્મીની તબિયત વધારે ખરાબ થાય છે એટલે આકાશ અને તેના મમ્મી ઈશિતા ને તેમના ઘરે લઈ આવવા માટે કહે છે.

બીજા દિવસે આકાશ અને ઈશિતા જઈને તેના મમ્મી ને ગાડીમાં તેમના ઘરે લઈ આવે છે અને તેમને સાચવે છે. આકાશ પણ રોજ ઓફીસથી આવીને તેમની પાસે બેસે છે. તેમને સાચવે છે એ જોઈને તેમને ખુશી થાય છે કે હવે મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઈશિતા અહી બહુ ખુશ રહેશે મારી હયાતી નહી હોય તો પણ.


થોડા દિવસ બધાની સાથે ખુશીથી રહીને ઈશિતા ના મમ્મીની તબિયત વધારે બગડે છે અને તે ઈશિતા અને આકાશ ને બોલાવી ને કહે છે "મને આકાશ ના સ્વરૂપે આજે જમાઈ નહી પણ દિકરો મળ્યો છે. બેટા હવે ઈશિતા એકલી ના થઈ જાય તેનું ધ્યાન રાખજેે તેને સાચવજે."

આકાશ કહે છે હુ આ દુનિયા માં છુ ત્યાં સુધી તેને ક્યારેય દુઃખી નહી થવા દઉ. એવુ કહે છે એટલે તેમને દિલમાં રાહત થાય છે અને તેના ઘરે જ અંતિમ શ્વાસ લે છે. પછી તેમની બધી અંતિમ વિધિ પતાવે છે. પણ ઈશિતાની એની મમ્મીના ગયા પછી ચિંતામાં તેની તબિયત ખરાબ થઈ જાય છે. તે સરખુ ખાતીપીતી પણ નથી. તેને હોસ્પિટલમાં એડમિટ કરે છે અને પછી ઘરે લાવે છે પણ એટલા દિવસ આકાશ તેની બહુ જ સંભાળ રાખે છે. તે ઓફીસ પણ નથી ગયો. સતત તેની સાથે રહીને તેની તબિયત સુધારવાનો પ્રયત્ન કરે છે.


થોડા દિવસ પછી ઈશિતાની તબિયત સારી થાય છે. તેની આંખોમાં આંસુ સાથે તે આકાશ ને ભેટી પડે છે અને કહે છે મે તમને ઓળખવામાં બહુ મોડુ કરી દીધું. આઈ એમ સોરી...

..આઈ લવ યુ આકાશ........અને આકાશ પણ ખુશ થઈ જાય છે.


કેવો લાગ્યો આ ભાગ મિત્રો તમારા પ્રતિભાવ જણાવશો. આગળ નો ભાગ વાંચો મહેકતી સુવાસ .Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama