The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Dr.Riddhi Mehta

Romance Inspirational

5.0  

Dr.Riddhi Mehta

Romance Inspirational

મહેકતી સુવાસ -૬

મહેકતી સુવાસ -૬

4 mins
525


ઈશિતા અત્યારે એની મમ્મીના ઘરે રહેવા આવી છે. મેરેજના પંદર દિવસ પછી. તેના મમ્મી તેને સાસરીનુ બધું પુછે છે એ ખુશ છે કે નહી તે જાણવા માટે. ઈશિતા કહે છે હા ઘરમાં બધા બહુ સારા માણસો છે મને દીકરીની જેમ જ રાખે છે. તે આકાશ વિશે પુછે છે તો કહે છે 'તે બહુ સારા છે મારી બહુ કેર કરે છે.'

પણ તે પણ ઈશિતાની મા હતી તે તેને બહુ સારી રીતે ઓળખતી હતી એટલે કહે છે 'તુ ભલે ગમે તે કહે પણ તારા ચહેરા અને વર્તન પરથી સાફ સમજાય છે કે તુ હજી તારા દામ્પત્યજીવનમાં આગળ વધી શકી નથી. બેટા જિંદગીમાં વર્તમાન સાથે ચાલવું જરુરી છે. મને ખબર છે પણ આદિત્યને એક ખરાબ સપનું સમજીને ભુલી જા. તારા ભવિષ્યનુ વિચાર અને આગળ વધ. આકાશ બહુ સારો છે એ તો કદાચ હવે તને પણ સમજાયું હશે આટલા દિવસમાં. તો હવે ધીમે ધીમે તેની સાથ આપવાની અને અપનાવવાની કોશિશ કર. હવે મારા શરીરનો પણ કોઈ ભરોસો નથી. પછી તુ એને પણ નહી અપનાવે તો તારૂ પોતાનુ કોઈ નહી રહે.'


ઈશિતા પણ વિચારે છે કે મમ્મીની વાત પણ સાચી છે હુ મારા લીધે આકાશની જિંદગી તો ના જ ખરાબ કરી શકુ ને. એમાં એના બિચારાનો શો વાક ? એ તો મને સાચા દિલથી ચાહે છે. એને તો મે આદિત્ય વિશે કંઈ કહ્યુ પણ નથી. એમાં તેનો શો વાક ? મારા કારણે હુ તેની જિંદગી ખરાબ નહી થવા દઉ. હુ હવે મારો પુરેપુરો પ્રયત્ન કરીશ તેને ખુશી આપવા માટે.'

પછી થોડા દિવસમાં આકાશના મમ્મીનો ફોન આવે છે 'બેટા હવે પાછી આવી જા આપણા ઘરે હવે તારા વિના આ ઘરમાં નથી ગમતું. અને તારા માટે એક સરપ્રાઈઝ છે તે તુ આવીશ ત્યારે મળશે. પછી બીજા દિવસે આકાશ ઈશિતાને લેવા આવે છે. પછી આખો દિવસ રહીને બંને જણા ઘરે જવા નીકળે છે. રસ્તામાં ગાડીમાં પણ બંને વચ્ચે એક મૌન છવાયેલુ હતુ. પણ આજે આકાશને ઈશિતા માં થોડો બદલાવ આવેલો દેખાય છે. તે ખુશ દેખાતી હતી પણ જાણે આકાશ સાથે આગળના તેના વર્તનની તે કંઈ બોલી શકતી નથી. એટલે આકાશ સામેથી વાત શરૂ કરે છે 'મમ્મીના ઘરેથી તો આવવાનું મન નહી થતું હોય ને? આટલા દિવસ ત્યાં શુ કર્યુ ?'

આવા બધા પ્રશ્નોના તે શાંતિથી જવાબ આપે છે. પછી આકાશ ઈશિતાને પુછીને તેને કે તેને કોઈ પ્રોબ્લેમ તો નથીને પછી ગાડીમાં સોન્ગ ચાલુ કરે છે બંને જણા સાભળી રહ્યા છે. ત્યાં બીજું સોન્ગ ચાલુ થાય છે,


'જબ કોઈ બાત બિગડ જાયે,

જબ કોઈ મુશ્કિલ પડ જાયે,

તુમ દેના સાથ મેરા !'

અનાયાસે બંનેથી એકબીજા સામે જોવાઈ જાય છે. જાણે આકાશ આંખોથી કહી રહ્યો છે. કે કોઈ પણ પરિસ્થિતિમાં હુ તારી સાથ જ છુ. આકાશ રસ્તામાં એક સારી રેસ્ટોરન્ટ પાસે ગાડી ઉભી રાખે છે ઈશિતાને તે ડીનર કરવા જાય છે. આકાશ ને તો હજુ એ પણ ખબર નહોતી કે ઈશિતાની પસંદ શુ છે. તેથી તે ઈશિતાને પુછીને તેની ફેવરિટ પંજાબી ડીશ અને સ્ટાટર, સુપ વગેરે ઓર્ડર કરે છે. પછી જમીને નીકળે છે ત્યારે ઈશિતા આકાશને કહે છે 'જમવાનું સરસ હતુ . થેન્ક યુ.'


આકાશ જવાબ આપતા કહે છે, 'આ મારી ફેવરિટ રેસ્ટોરન્ટ છે. હુ અહી ઘણી વાર આવુ છુ જમવા માટે. ખાસ કરીને જ્યારે હુ બહુ ખુશ કે બહુ અપસેટ હોઉ ત્યારે. પણ હવે તો મેડમ તમને પણ પસંદ છે એટલે હવે જલ્દી આવતા રહીશુ. હવે તો તમારો હુકમ સર આંખો પર !' આવુ સાભળતા જ ઈશિતાથી હસી જવાયું કારણ કે આકાશને આવો મજાક કરતો પહેલી વાર જોયો હતો.

પછી બંને જણા ગાડીમાં ઘરે પહોંચે છે. તો ઘરે બધા તેમની રાહ જોતા હોય છે. બધા ઈશિતાને જોઈને ખુશ થઇ જાય છે. પછી ઈશિતાનો દિયર તેને સરપ્રાઇઝ આપવા ઉતાવળો થાય છે. જે ખરેખર આકાશ માટે પણ સરપ્રાઇઝ જ હોય છે. તે ઈશિતાના હાથમાં કવર આપે છે તે ખોલીને જુએ છે તો તેમાં સિમલા મનાલીનુ હનીમુન પેકેજ હોય છે. ઈશિતા તે આકાશને આપે છે અને તેની સામે જુએ છે. તો આકાશ ઈશારામાં કહે છે આની તેને પણ કંઈ જ ખબર નથી. પછી બંને કંઈ બોલતા નથી. બધા થોડી વાર વાતો કરીને સુવા જાય છે.


બેડરૂમમાં આવીને આકાશ કહેછે મને આ વાતની જરા પણ નથી ખબર નહી તો હુ ના જ પાડત. પણ હજુ પણ વાધો નથી હુ કાલે બિઝનેસનુ કાઈ બહાનું કાઢીને ના પાડી દઈશ. તુ ચિંતા ના કરીશ. ઈશિતાને છેલ્લે નીકળતા તેની મમ્મી એ કહેલી વાત યાદ આવે છે, "જો બેટા હવે તારી જીવનની નૈયા તારા હાથમાં છે. તુ ક્યારેય આકાશને આદિત્યની સાથે સરખાવીશ નહી. આકાશ તારૂ વર્તમાન છે. હવે તુ જો તુ તેને પ્રેમ કરીશ તો તને બીજા કોઈના પ્રેમની જરૂર નહી પડે. તારૂ આજ તેને સમર્પિત કરી દે તુ આખી જિંદગી ખુશ રહીશ નહી તો આખી લાઈફ પસ્તાવવાના દિવસો આવશે તારા હાથમાં કંઈ નહી રહે. "


આ વાત યાદ કરીને ઈશિતા આકાશને કહેછે તેની કોઈ જરૂર નથી આપણે સીમલા જઈશુ. આકાશ કહે છે કે તુ મને ખુશ રાખવા હા ના પાડ. મને જરા પણ ખરાબ નહી લાગે.' ત્યારે ઈશિતા કહે છે, 'હુ મારી ઈચ્છાથી કહુ છુ એટલે આકાશ મનમાં ખુશ થઈ જાય છે.'

બંનેની હા પડતા બંને જણા બે દિવસ પછી સિમલા હનીમુન માટે નીકળી જાય છે.


શું ઈશિતા પોતાની જાત ને આકાશ ને સમર્પિત કરી શકશે ? 

શું થશે આગળ જાણવા માટે વાંચતા રહો... મહેકતી સુવાસ


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Romance