Dr.Riddhi Mehta

Romance Inspirational

5.0  

Dr.Riddhi Mehta

Romance Inspirational

મહેકતી સુવાસ -૫

મહેકતી સુવાસ -૫

3 mins
636


આજે ઈશિતા એની જીવનની ડાયરી એની પોતાની પર્સનલ ડાયરીમાં લખી રહી હતી. તેમાં તેને પોતાની સુખ દુઃખની બધી જ વાતો તેમાં ઉતારી હતી. આ ડાયરી તેની સિવાય ફકત આદિત્ય એ વાંચી હતી. તેની મમ્મીને પણ તેની કંઈ જ ખબર નહોતી. આજે કદાચ તે છેલ્લી વાર લખતી હતી. કારણ કે આ તો તે હવે આકાશના ઘરે પણ લઈ જઈ શકે તેમ નથી કારણ કે તેમાં તો આદિત્યની યાદો પણ સંકળાયેલી છે. આજે તો લખતા લખતા ડાયરી પર તેના આસું પણ પડી રહ્યા હતા. પછી તે તેને સારી રીતે પેક કરીને તિજોરીમાં તેના એક ખાનામાં મુકી દે છે. કારણ કે હવે બે જ દિવસ પછી તેના આકાશ સાથે મેરેજ થવાના છે.


ચારે બાજુ ઢોલ નગારાં ને શરણાઈનો અવાજ સંભળાઈ રહ્યો છે. મસ્ત મોટો ઝાઝરમાન મંડપ ને ત્યાં મહેમાનો સરસ તૈયાર થઈ ને આવન જાવન કરી રહ્યાં છે. આ બીજું કંઈ નહી પણ આ આવતી કાલે થનારા ઈશિતા અને આકાશના લગ્નની જાહોજલાલી છે. ઈશુના મમ્મી ખુશ છે કે તેમની અંતિમ ઈચ્છા પુર્ણ થઈ રહી છે. તે બસ મેરેજ કરીને સુખી થાય એવી તેમની ઈચ્છા છે. બસ એક ખુશ નથી તો એ છે ઈશિતા.. તેની મમ્મીની ઈચ્છા પુરી કરવા તે મેરેજ કરી રહી છે. મહેદી રસમ ચાલુ થાય છે. ગીતો ગવાય છે. દુલ્હનના હાથમાં તે વરરાજાનુ નામ લખે છે પણ ઈશુ તો તે આકાશની જગ્યાએ આદિત્યનુ જ નામ માની રહી છે. પછી આખો દિવસ એક પછી એક હલ્દી રસમ, ગણેશ સ્થાપના થાય છે અને બધા રાત્રે દાંડિયા રાસ અને ડીજેના તાલે ઝુમી રહ્યાં છે. સવારે પાછી જાન આવવાની હતી એની તૈયારી કરવાની હતી.


જાન નીકળવાની તૈયારી થઈ રહી છે. આજે વરરાજા પણ ગોલ્ડન વર્કની પઠાણીમા સરસ હેન્ડસમ લાગી રહ્યો છે. તે ખુબ ખુશ છે આખરે તેને પણ એકદમ સુંદર, સંસ્કારી, એજ્યુકેટેડ છોકરી જીવનસાથી તરીકે મળી રહી હતી. તે પોતે પણ કંઈ કમ નહોતો છતા તે ઈશિતા પોતાની લાઈફ પાર્ટનર તરીકે મળશે એ વાતથી તે પોતાને નસીબદાર માની રહ્યો છે. કારણ કે સમાજમાં ઈશિતાની એજ્યુકેટેડ, દેખાવડી અને સાથે સંસ્કારી છોકરીઓમાં તેની ગણના થતી હતી. આ બાજુ ઈશિતા પણ દુલ્હન બનીને તૈયાર થઈ છે . દુલ્હનના કપડાંમાં તે અપ્સરાને પણ પાછી પાડે તેવી સુંદર લાગી રહી છે. આ જોઈને તેની મમ્મી પહેલાં તેની નજર ઉતારે છે. પછી તેને લગ્ન મંડપમાં લઈ જાય છે. હવે તો લગ્નનો સમય પણ આવી ગયો છે. એટલે ઈશિતાની આદિત્યના આવવાની રહી સહી આશા પણ નિરાશા બની જાય છે. ચોરીમાં પહોચતા જ આકાશ ઈશિતાને જોઈને તેના રૂપમાં પાગલ થઈ જાય છે તે આજે ખરેખર તેના સપનાની રાણી લાગી રહી હતી. પણ આકાશ એ વાત જરૂર જાણી જાય છે કે ઈશિતા ખુશ નથી.પણ એ વિચારે છે કે કદાચ મેરેજની દોડધામ અને ઉજાગરા અને થોડું ઘર છોડીને જવાના ટેન્શન ને લીધે હશે. એમ વિચારીને આગળ વિચારવાનુ બંધ કરી દે છે. અંતે લગ્ન પતી જાય છે ને તેની વિદાય પણ થઈ જાય છે.


ઈશિતાના લગ્નને આજે ચાર દિવસ થઈ ગયા છે. પણ હજુ સુધી તેમની વચ્ચે પતિ પત્નીનો કોઈ રિલેશન બંધાયો નહોતો.

આકાશ પણ સમજુ હતો તેને ઈશિતાને પુછ્યું પણ ખરૂ કે તે કોઈ મજબુરીમાં તો મેરેજ નથી કર્યા ને. ઈશિતા ના પાડે છે તે કહે છે મને થોડો સમય જોઈએ છે. આકાશ ખુશીથી તેને કહે છે, "તને જોઈએ તેટલો સમય તુ લઈ શકે છે મને કોઈ જ પ્રોબ્લેમ નથી હુ તારી રાહ જોઈશ, લાઈફ ટાઈમ પણ...

શુ ઈશિતા આકાશને સ્વીકારી શકશે ?

તે આદિત્યને ભુલી શકશે ?

આકાશ ને તેનો પ્રેમ મળશે ?

જાણવા માટે વાંચો મહેકતી સુવાસ



Rate this content
Log in

Similar gujarati story from Romance