End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

Dr.Riddhi Mehta

Romance Tragedy Inspirational


5.0  

Dr.Riddhi Mehta

Romance Tragedy Inspirational


મહેકતી સુવાસ -૪

મહેકતી સુવાસ -૪

3 mins 512 3 mins 512

બે વર્ષ પછી...

આજે ઈશિતાનુ એમબીએ પુરૂ થવા આવ્યું છે. તેની આદિત્ય સાથે ન્યુયોર્ક જઈને પણ ફોન પર વાતો થતી જ્યારે બંને ફ્રી હોય ત્યારે. આદિત્યનુ પણ ભણવાનું પતવા આવ્યું છે. તે પ્લાન કરે છે ભણવાનું પતાવીને તે કાયમ માટે ઈન્ડિયા આવી જશે. પછી આપણે મેરેજ કરી લઈશુ. ઈશિતા તેની મમ્મીની ચિંતા કરતા આદિત્યને કહે છે 'આપણા મેરેજ થઈ જશે પછી મમ્મી સાવ એકલી થઈ જશે. એટલે આદિ કહે છે, તારી મમ્મી મારી પણ મમ્મી જ છે તે આપણી સાથે જ રહેશે આપણા લગ્ન પછી પણ. તેમણે હજુ સુધી એક દિકરાની જેમ જ રાખ્યો છે હવે મારી પણ ફરજ બને છે તેમને સાચવવાની.'


'તુ એની જરા પણ ચિંતા ન કરીશ. પછી થોડી વાતો કરીને બંને એકબીજાને 'લવ યુ, ટેક કેર' કહીને ફોન મુકી દે છે.

હવે આદિત્યને ઈન્ડિયા આવવાના દિવસો બહુ નજીક આવી ગયા છે. તેને અત્યારે કામ વધારે હોવાથી તેની ઈશુ જોડે થોડી ઓછી વાત થતી. ઈશુએ તેને પાછા ફરવાની ડેટનુ પુછ્યું તો આદિ એ કહ્યું 'બહુ જલ્દી આવીશ પણ ક્યારે એ સરપ્રાઈઝ રહેશે !'


રોજ એમની વાત ફોન પર વાત થાય છે. અને એક રાત્રે એ લોકોએ મોડા સુધી બહુ વાતો કરી. આજે તો મેરેજમાં શુ કરશું નહીં શુ નહી બધું જ નક્કી કરી દીધુ હતુ. આજે તો બંને એ વાતો કરતા કરતા સપનાના મહેલ રચી દીધા હતા. અને બંને એકબીજાને રોજ કરતાં વધારે મિસ કરી રહ્યા હતા. પછી આદિએ ઈશુને કહ્યુ કે 'કાલે થોડું કામ વધારે છે એટલે વાત નહી થાય ફ્રી થઈશ એટલે વાત કરીશું. અને છેલ્લે બાય... લવ યુ... મિસ યુ... ટેક કેર' કહીને વાત પુરી કરી. એ પછી એક દિવસ તો આદિએ ના પાડી હોવાથી વાત ના થઈ. તેને બીજા દિવસે પણ રાહ જોઈ. આખરે તેને સામેથી કોલ કર્યા પણ ફોન બંધ જ આવતો હતો.


આજે ત્રણ મહિના થઈ ગયા હતા. આદિત્ય સાથે ના કંઈ વાત થઈ હતી ના કોઈ સમાચાર, ના તે પાછો આવ્યો હતો. આમ ને આમ જ એક વર્ષ થઈ ગયું. એક દિવસ આખરે ઈશુની મમ્મીએ દિલ પર પથ્થર રાખીને કહ્યુ કે 'બેટા હવે આદિત્ય નહી આવે તુ તેને ભુલી જા. તે હવે નહી આવે. તેને આવવું હોત તો આવી જ જાત ને ! કદાચ તેને ત્યાં જ સેટલ થવું હશે કે પછી તેને બીજી કોઈ છોકરી મળી ગઈ હોય. કંઈ પણ હોય હવે તે નહી આવે.'


પણ ઈશુ માનતી નથી તે કહે છે 'આદિ ચોક્કસ આવશે તે ક્યારેય મારી સાથે દગો ના કરી શકે. અથવા તે કોઈ મુશ્કેલીમાં ફસાઈ ના ગયો હોય !'

આમ થોડો સમય ચાલે છે પછી એક વાર ઈશુના મમ્મીની તબિયત વધારે ખરાબ થઈ જાય છે. અને તેમને કેન્સરનુ નિદાન થાય છે. ધીમે ધીમે તબિયત વધારે ખરાબ થતી જાય છે એટલે તે ઈશુને મેરેજ કરી લેવા કહે છે. આમ તો તેના માટે ઘણી વાતો આવતી હતી પણ તે આદિના લીધે ના પાડતી હતી.

અત્યારે હવે એક આકાશ નામના છોકરાની વાત આવી હતી. તે બિઝનેસમેન હતો. દેખાવડો અને સ્વભાવે પણ સારો હતો. ઘર પણ પ્રતિષ્ઠિત હતુ. તેની પાસે હવે ના પાડવાનું કોઈ કારણ નહોતું અને તેની મમ્મીની પણ તે મેરેજ કરીને સારા ઘરે સેટલ થઈને ખુશ રહે એવી અંતિમ ઈચ્છા હતી એટલે કમને પણ ઈશિતા એ આકાશ સાથે લગ્ન માટે હા પાડી દીધી.

શુ ઈશુના આકાશ સાથે લગ્ન થઈ જશે કે આદિત્ય પાછો આવી જશે મેરેજ પહેલા ?

જાણવા માટે વાચતા રહો, મહેકતી સુવાસ


ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Romance