Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!
Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!

Dr.Riddhi Mehta

Romance Tragedy Inspirational


5.0  

Dr.Riddhi Mehta

Romance Tragedy Inspirational


મહેકતી સુવાસ -૩

મહેકતી સુવાસ -૩

3 mins 499 3 mins 499

ઈશિતા એકદમ વિચારોમાંથી બહાર આવે છે તો સામેથી તેની દીકરી ઈરા ત્યાં બુમો પાડતી આવી રહી છે. ઈરા ઈશુને આમ સોફા પર બેઠેલી અને થોડી ચિંતામાં જુએ છે એટલે તે બાજુમાં આવીને પુછે છે. 'મોમ તારી તબિયત તો સારી છે ને ?'

એટલે ઈશુ વાત ટાળવા કહે છે 'બસ થોડી વીકનેસ લાગતી હતી એટલે સુતી છું.'


ઈરા તેની મમ્મી કહે છે તે સાચુ માનીને કહે છે 'ઓકે તો મોમ તુ આરામ કર, ગંગાબાઈને કહુ છુ તે તને અહી જમવા આપી જશે.

મોમ... બાય... લવ યુ... ટેક કેર.' કહીને ઈરા કોલેજ જવા નીકળી જાય છે. અને ઈશુ બેડ પર સુતા સુતા ફરી અતિતની યાદોમાં ખોવાઈ જાય છે.

હવે તો આદિત્ય અને ઈશિતા એકબીજાને પ્રેમથી આદિ અને ઈશુ કહીને જ બોલાવતા હતા. બંનેની દોસ્તી હવે પ્રેમમાં બદલાઈ ગઈ હતી. બંને સાથે બેસી વાચતા. ઈશુ એન્ટરન્સની અને આદિત્ય પણ હવે આગળ માસ્ટર કરીને તેને હાર્ટ સ્પેશિયાલિસ્ટ બનવુ હતું તે માટે તેને બે વર્ષ માટે જો ઈન્ડિયામાં સેટ ના થાય તો ફોરેન જવુ પડે તેમ હતુ. તેથી તે સારી તૈયારી કરવા ઈચ્છતો હતો જેથી બહાર ભણવા ન જવુ પડે. એકવાર ઈશુના મમ્મી બહાર ગયા હતા. તે ક્યાય પણ જાય લગભગ રાત્રે તો પાછા આવી જ જાય અથવા તો ઈશુને સાથે જ લઈ જાય. પણ એક વખતે કોઈના મરણ ના બેસણામા ગયા હતા ત્યાં થોડું દુર જવાનું હતું . સાજે તેમને નીકળવાનુ થોડું લેટ થઈ ગયું હતું તો તેમણે રોકાવું પડ્યું. તેમણે ઈશુને લેન્ડલાઈન પર ફોન કરી જણાવ્યું. ઈશુ એકલુ રોકાવાનુ હતું ઘરે એટલે તે આદિત્યના ઘરે ગઈ અને તેને કહ્યુ.


'આદિત્ય એ કહ્યું હું તારા ઘરે આવુ છુ આપણે સાથે વાંચીએ પછી તને ઉઘ આવે એટલે હું અહીં આવીને સુઈ જઈશ.'

ઈશુએ હા પાડી એટલે તે ત્યાં ગયો. આજે પહેલી વાર બંને એકબીજાને પ્રેમથી જમાડ્યુ. પછી બંને થોડી વાર વાચ્યું પણ બંનેનુ આજે વાંચવામા મન નહોતું લાગતું. બંને બહાર આવેલી બાલ્કનીમાં આવેલા હિચકા મા જઈને બેઠા એકબીજાના હાથમાં હાથ પરોવીને, આંખોથી આંખો મીલાવીને. રાતની એ મધુર ચાદનીની શીતળતામાં બંને એ પહેલી વાર એકબીજાને આલિંગન આપી ચુંબન કર્યું. પણ પછી અચાનક ઈશુ એ કહ્યુ,

'આદિ તુ મને છોડીને ક્યાય નહી જાય ને ? તુ બહાર ભણવા જશે તો મને ભુલી નહિ જાયને ? બીજી કોઈ સારી છોકરી મળી જાય તો ?'

આદિએ તેના મો પર હાથ રાખીને તેને બોલતા બંધ કરી દીધી અને કહ્યું , 'તુ હવે સર્વસ્વ છે. મારી દુનિયા છે. આમ પણ મારૂ આ દુનિયામાં તારા જેટલું કહી શકાય એવું કોઈ દિલની નજીક નથી. ભલે હુ દુનિયા ના કોઈ પણ છેડે જઈને આવુ મારા દિલમાં તારૂ સ્થાન ક્યારેય નહી બદલાય. આ આદિ હંમેશાં ઈશુનો જ રહેશે. પછી મોડે સુધી વાતો કરતા કરતા બંને એકબીજાના ખભા પર માથું ઢાળીને આખી રાત એમજ હિચકા પર સુઈ ગયા. હવે આમ જ વર્ષ પુરૂ થવા આવ્યું હતુ .


એક મહિનો જ બાકી છે આદિત્યની ઇન્ટર્નશીપ પુરી થવામાં. અને તેને બીજા એક મહિના પછી ન્યુયોર્ક બે વર્ષ સ્ટડી માટે પણ જવાનું નક્કી થઈ ગયું છે. એ માટે તેને એક સ્કોલરશીપ મળી હતી ગવર્મેન્ટ તરફથી. આદિત્ય આજે સામેથી ઈશિતા ના મમ્મી પાસે જઈને તેમની પાસે ઈશિતાનો હાથ માગે છે. અને મેરેજ તે ભણવાનું પુરૂ કરીને આવે એટલે કરશે એવું પણ કહે છે. ઈશિતાના મમ્મી પણ દિકરીની ખુશી જ ઈચ્છે છે એટલે તે રાજીખુશીથી આ સબંધ માટે હા પાડી દે છે.


આજે આદિત્યને ન્યુયોર્ક માટે જવા નીકળે છે. ઈશુની મમ્મી તેને આશીર્વાદ આપે છે અને શુકનમાં દહીં સાકર ખવડાવે છે. અને ઈશુ અને આદિ એકબીજાને ભેટીને બહુ રડે છે. કારણ કે હવે બે વર્ષ એકબીજાથી અલગ રહીને વિરહમાં વીતાવવાના હતા. એક ખુશી પણ હતી કે બંને હવે ફરી મળશે ત્યારે આદિત્યનુ હાર્ટ સ્પેશિયાલિસ્ટ બનવાનું સપનું પુરૂ થશે તે આર્થિક રીતે પણ સેટલ થઈ જશે અને બંનેના મેરેજ થશે એટલે બંને હંમેશાં માટે એક થઈ જશે.

શુ આદિ ન્યુયોર્ક જઈને ઈશુને ભુલી જશે ?

બંને ફરી મળશે કે હંમેશાં માટે જુદા થઈ જશે ?


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Romance