મહેકતી સુવાસ -૨
મહેકતી સુવાસ -૨


આદિત્ય અને ઈશિતા એકબીજા સાથે અજાણતા જ અથડાઈ જાય છે. બંને એકબીજા સામે જોઈ રહ્યા છે. પહેલી મુલાકાતમાં જ આદિત્ય ઈશિતામાં ખોવાઈ જાય છે. ઈશિતા હતી જ એવી રૂપાળી, નમણી અને ઘાટીલી, નાજુક કમર, લાબા કાળા સિલ્કી વાળ અને તેની સ્માઈલ એટલે તો જાણે સોનામાં સુગંધ ભળે ! ઈશિતા પણ જાણે આદિત્યને જુએ છે એટલે તેને આઈડિયા તો આવી જ જાય છે કે આ એજ છોકરો છે જેના અહીં રહેવાની મિતાલી આન્ટી વાત કરતા હતા. પણ કોણ જાણે કેમ આદિત્યને જોતા જ તેને એક અલગ પ્રકારની લાગણી થઈ હતી.
જો કે આદિત્ય પણ કાઈ કમ નહોતો તે પણ છ ફુટની હાઈટ, મધ્યમ બાધો, ક્લીન શેવ, ઘઉ વર્ણ, પણ ડોક્ટર તરીકે જાણે એક અલગ પ્રકારની જ જોરદાર પર્સનાલિટી હતી કે કોઈ પણ વ્યક્તિના મનમા તે એક નજરમાં જ દિલમાં વસી જતો. પછી એકાએક જાણે બંને વર્તમાનમાં આવી ગયા અને બંને એકબીજાને સોરી કહ્યું અને બંને એકબીજાને સ્માઈલ આપી. અને આદિત્ય બહાર ગયો. ઈશિતા અંદર જતા જતાં પણ બહાર જતા આદિત્ય ને જોઈ રહી હતી.
સાજે ઈશુની મમ્મીએ આદિત્યને જ્યાં સુધી તેનું બહાર જમવાનું સેટ ના થાય ત્યાં સુધી તેમના ઘરે જમવાનું કહ્યું. એક બે દિવસ તો ઈશુની મમ્મી તેને ત્યાં જમવાનુ મોકલાવતી પણ પછી તેમને તે વ્યવસ્થિત છોકરો લાગતા તેને રોજ ઘરે આવીને બધાની સાથે જ જમવા માટે કહ્યું. પછી તો રોજ આમ ચાલતુ. આદિત્યને રોજ એમના ઘરે જમવાનો ઈશિતાના મમ્મીનો ઓર્ડર આવી ગયો હતો. એટલે બધા સાથે જમે વાતો કરે. ઈશિતા એમબીએ માટે એન્ટરન્સ માટેની પણ કોલેજ સાથે તૈયારી કરતી. અને આદિત્યની પણ ઈન્ટરશીપ સારી ચાલતી હતી.
આમ તો ઈશુની મમ્મી જોબ પરથી ચાર વાગે આવી જતી પણ ક્યારેક વધારે કામ હોય તો લેટ થઈ જાય. તે કોલેજથી એક વાગતા સુધી તો આવી જતી. આદિત્યનુ તો અમુક સમયે જવાનું હોય કાઈ ફિક્સ ના હોય. હવે ઘણી વાર એવું થતુ કે આદિત્ય અને ઈશુ એકલા હોય ત્યારે તેના ઘરે બેસીને વાતો કરતા. આમને આમ તેમની ફ્રેન્ડશીપ બહુ સારી થઈ ગઈ હતી. બંને એકબીજા સાથે બધી જ વાત શેર કરતા. હવે ધીરે ધીરે બંનેના મનમાં એકબીજા માટે લાગણી બંધાઈ હતી જે સમય જતાં ફ્રેન્ડશીપ કરતા વધી ગઈ હતી. પણ કોઈ એકબીજાને કંઈ કહેતુ નહોતું. એક દિવસ ઈશિતાનો જન્મદિવસ હતો. એ દિવસે એ તેના માટે રેડ રોઝ અને સરસ ડાયમન્ડનુ નેકલેસ લઈ આવ્યો. અને ઈશિતાને આપ્યું. તેને બહુ જ ગમ્યું. અને તેને ઘુટણિયે બેસીને તેને રોઝ આપીને પ્રપ્રોઝ કર્યું. અને કહ્યું "હુ તને બહુ પ્રેમ કરુ છુ. અને મારી આખી લાઈફ તારી સાથે વીતાવવા ઈચ્છુ છુ. તુ મારી સાથે મેરેજ કરીશ ? " આ સાંભળીને ઈશિતા થોડી શરમાઈ ગઈ પણ તેને કંઈ જવાબ ના આપ્યો. એટલે આદિત્ય એ તેને વિચારવા માટે સમય આપ્યો.
ઈશિતા બે દિવસ બહુ વિચારે છે કે એ કંઈ ખોટું તો નથી કરી રહીને. કારણ કે તેની મમ્મી માટે તે એકમાત્ર આધાર હતી. તેના સારા ભવિષ્યનુ વિચારીને તેના મમ્મીએ નાની ઉંમરે વિધવા થવા છતાં બીજા લગ્ન નહોતા કર્યા. પછી તેને લાગ્યું કે આદિત્ય સારો છોકરો છે અને તેને મમ્મી તેને દીકરાની જેમ જ રાખે છે એટલે તે આ સંબંધ માટે ના નહી પાડે. એમ વિચારીને તે આદિત્યના ઘરે જાય છે જે તેમણે આદિત્યને રેન્ટ પર આપ્યું હતું. ઈશિતા ત્યાં પહોંચે છે આદિત્ય કંઈક વાચતો હોય છે તે પાછળથી ધીમેથી જઈને બેસી જાય છે અને તેના ખોળામાં માથું નાખીને સુઈ જાય છે.
અને તે કંઈક બોલવા જાય છે...ત્યાં જ કોઈ આવીને મીઠા મધુરા કંઠમાં તેને બુમો પાડતુ આવે છ મોમ...મોમ... જલ્દી મને કોલેજ જવાનું લેટ થાય છે અને તે અચાનક વિચારોમાંથી બહાર આવે છે.
ક્રમશ: