Dr.Riddhi Mehta

Romance Inspirational

3  

Dr.Riddhi Mehta

Romance Inspirational

મહેકતી સુવાસ -૧૩

મહેકતી સુવાસ -૧૩

3 mins
333


વાતાવરણ અત્યારે ખરેખર અત્યારે બહુ કરૂણ હતુ. ઈશિતા આકાશને સંભાળે છે તે તેની પાસે બેસીને કહે છે 'તમે મને તમારી જિંદગીમાથી તમે મને મુક્ત કેવી રીતે કરી શકો ? આપણે અગ્નિની સાક્ષી એ સાથ ફેરા ફર્યા છે. તમારી પર મારો પણ એટલો જ હક છે આકાશ."


"આપણા સંતાનો અને આપણો પરિવાર છે. લગ્નના આટલા વર્ષો પછી આ મોડ પર હુ કેવી રીતે તમને છોડી શકું ?

હા હુ એ વાત સ્વીકારૂ છુ કે આદિત્યને હુ પ્રેમ કરતી હતી અત્યારે પણ દિલના એક ખુણામાં તેને માટે સોફ્ટ કોર્નર છે .અને એ કદાચ મારા આખરી ક્ષણ સુધી રહેશે. પણ આકાશ હવે તમે મારો પ્રાણ છો. હવે મને તમારી આદત પડી ગઈ છે દરેક કામમાં, જીવનના દરેક રાહ પર. હુ તમારા વિના હવે નહી રહી શકુ. હવે આ ઈશિતા હંમેશા માટે આકાશની જ રહેશે. તમે જે આટલી નિ:સ્વાર્થ ભાવે મારાં માટે વિચારી શકો છો એનાથી મને તમારા પર વધારે માન થાય છે. હું ખરેખર નસીબદાર છું કે મારા જીવનમાં આકાશ અને આદિત્ય જેવા હમસફર અને દોસ્ત મળ્યા. બંને એ હંમેશા મારી ખુશી માટે જ વિચાર્યું છે ખરેખર આવો ઉમદા પ્રેમ કરવાવાળા નસીબદાર ને જ મળે છે.


ઈશિતા આદિત્ય ને કહે છે 'આદિ મને માફ કરજે હું હવે તારો સાથ નહી આપી શકું. કદાચ આદિ અને ઈશુનો મિલાપ એ આપણા નસીબમાં લખાયું જ નહી હોય !'

આદિત્ય કહે છે 'મારો પ્રેમ એટલો તુચ્છ નથી.એવુ હોત તો હુ તને વર્ષો પહેલાં જ મેળવવાની કોશિષ કરત ને ? સાચો પ્રેમ સામેવાળાની ખુશીમાં હોય છે. માટે તમે લોકો તમારી ખુશાલ જિંદગી જીવો અને પહેલા ની જેમ જ એકબીજા ને હંમેશાં સાથ આપજો.'

હા પણ ને વાધો ના હોય તો તમે બંને મારા દોસ્ત તો રહેશો ને હંમેશાં માટે ?

પછી આકાશ અને ઈશિતા બંને હસીને હા પાડે છે. એટલે વાતાવરણમાં થોડી નરમાશ આવી જાય છે એટલે હાસ્ય છવાઈ જાય છે. જાણે બધાના દિલનો ભાર હવે ઓછો થઈ ગયો છે એવુ લાગી રહ્યું છે.


પછી અચાનક આદિત્યના મોબાઈલ માં ફોન આવે છે જેની ત સાથે પાર્ટનરશીપમા હોસ્પિટલ ખોલી છે. ડૉ. અક્ષિતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ.

'હા અક્ષિતા' એવુ નામ સાભળતા આકાશને આદિત્ય એ કહેલી એક વાત યાદ આવે છે. કે તે આદિત્યના પ્રેમ માં પાગલ છે. અમેરિકામાં પણ તે લોકો સાથે હતા. તેમના ડિવોર્સ થઈ ગયા છે અને તેમની તેમના પહેલા હસબન્ડથી એક દિકરી પણ છે. તેમને આદિત્ય સાથે મેરેજ કરવા હતા પણ આદિ ઈશુના પ્રેમને ભુલી શકતો નહોતો એટલે તેણે આ લગ્ન માટે ક્યારેય હા નહોતી પાડી.


એટલે ફોન પુરો થતાં આકાશ ઈશિતાને સાઈડમાં લઈ જઈને અક્ષિતાની બધી વાત કરે છે એટલે ઈશિતા સામેથી જઈને કહે છે 'આદિ તુ પણ મેરેજ કરી લે ને ? ક્યાં સુધી આમ એકલો જીવીશ ?'

આદિત્ય કહે છે 'ના હવે આટલા વર્ષો તો ગયા, બાકીના પણ જતા રહેશે. અને હવે તો તુ અને આકાશ પણ છો જ ને.'

તો ઈશિતા કહે છે 'દોસ્ત અને હમસફર બંને અલગ વસ્તુઓ છે અમે તો હંમેશા તારી સાથે જ છીએ. પણ આ બાકીના વર્ષો કાઢવા જ કદાચ સારા હમસફરની જરૂર હોય છે.'

તારી ઈશુ આટલા વર્ષોમાં પહેલી વાર તારી પાસે કંઈક માગે છે એ પણ નહી આપે ?


ઈશિતા કહે અને આદિના માને તો સૂર્ય ઉલટી દિશામાં ઉગે. એટલે આદિ થોડી આનાકાની પછી આદિ અક્ષિતા સાથે મેરેજ માટે હા પાડી દે છે. પછી આદિ અક્ષિતાને વાત કરે છે એટલે એ ત્યાં ઈશિતાના ઘરે આવે છે પછી તેને ઈશિતા અને આકાશનો પરિચય કરાવી બધી જ વાત કરે છે જે જે તેને ખબર નહોતી. પછી આદિત્ય તેને પુછે છે જો હવે તુ મેરેજ કરવા માટે તૈયાર હોય તો કહે.....એટલે અક્ષિતા હા પાડે છે અને આદિત્ય પણ અક્ષિતાને તેની દિકરી સાથે સ્વીકારે છે.


થોડા દિવસ પછી બંનેના સાદાઈથી મેરેજ થાય છે. આકાશ અને ઈશિતા બંનેને અભિનંદન આપે છે. અને ઈશિતા અક્ષિતાને હંમેશા ખુશ રાખવાનુ આદિત્ય પાસે વચન માગે છે. અને ઈશિતા પણ આજે આદિત્યને પણ તેની જીવનસાથી મળવાથી તે પણ ખુશ છે અને એટલે જ આજે વર્ષો પછી આદિ અને ઈશુ એકબીજાને લાગણી અને ખુશીના આંસુ સાથે એકબીજાને ભેટી રહ્યા છે.


સાથે જ આકાશ અને અક્ષિતા પણ સામે જ રહીને આ પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમના સાક્ષી બની રહ્યા છે ! એટલે જ આજે પ્રણયની મહેકતી સુવાસ જે ચારેયના દિલોમા પ્રસરી રહી છે !


સંપૂર્ણ.


Rate this content
Log in

Similar gujarati story from Romance