STORYMIRROR

Dr.Riddhi Mehta

Romance Inspirational

5.0  

Dr.Riddhi Mehta

Romance Inspirational

મહેકતી સુવાસ - ૧૨

મહેકતી સુવાસ - ૧૨

4 mins
466


આદિત્ય ઈશિતાને કંઈ જવાબ આપે તે પહેલાં જ ડોરબેલ વાગે છે. એટલે બંને જાણે કંઈ થયુ ના હોય તેમ ફ્રેશ થઈને બેસી જાય છે અને દરવાજો ખોલે છે તો આકાશ હોય છે. એટલે ઈશિતા આકાશને 'કામ પતી ગયું' એમ પુછે છે એટલે આકાશ 'હા' પાડે છે અને એ હસીને પુછે છે કે 'વાતો પતી ગઈ કે નહી ?' એટલે આદિત્ય અને ઈશિતા બંને એકબીજા સામે જુએ છે કે આકાશ કેમ આમ કહે છે. કારણ કે તેણે ક્યારેય આકાશને આદિત્ય વિશે કંઈ જ કહ્યુ નહોતું. પછી તેને એમ પણ યાદ આવે છે કે આકાશ, આદિત્ય કે જે ગમે તેટલો મોટો વ્યક્તિ હોય પણ કોઈ અજાણ્યા પુરૂષ પાસે આટલો સમય મને બેસવાનું કહીને ઓફીસ ના કોઈ પણ મહત્વના કામ માટે ના જાય એટલો તો તે આકાશને ઓળખતી હતી.


આદિત્ય વિચારે છે કે તેને આકાશ સાથેની દોસ્તી થયા પછી તેને એવુ જણાવ્યું હતુ કે તેને કોઈ છોકરી ગમતી હતી એની બધી વાતો પણ એનુ નામ નહોતું કહ્યું તો આકાશ કેમ આમ કહે છે. ઈશિતા ટેન્શનમાં આવી જાય છે એટલે આકાશ તેની પાસે આવીને બેસે છે અને હસીને કહે છે 'તુ ચિંતા ના કર મને બધી ખબર છે. આજે મને ખરેખર તારા પર ગર્વ છે કે તે તારા મમ્મીની ખાતર મારી સાથે મેરેજ તો કર્યા, પણ મારા માટે થઈને તારી બધુ જીવન અને ખુશીઓ કુરબાન કરી દીધી. કદાચ આટલા વર્ષો જો મને ખબર ના પડી હોત તો તુ મને ક્યારેય ના જણાવત. આ જ સુધી તે મને દુનિયાની બધી જ ખુશીઓ આપી છે. પણ તારૂ દુઃખ તો તે મને ક્યારેય જણાવ્યું જ નહી. મને તારા થી કોઈ ફરિયાદ નથી પણ તે મને એટલો પણ પોતાનો ના માન્યો કે તે આટલા વર્ષોમાં આ વાત ક્યારેય ના જણાવી ?'


ઈશિતા રડીને આકાશને સોરી કહે છે અને તેના ખોળામાં માથુ ઢાળી દે છે અને કહે છે 'આદિત્ય મારો ભુતકાળ હતો અને હવે હુ તેને ક્યારેય નહોતી મળવાની અને હુ એ વાત કરીને તમને દુઃખી કરવા નહોતી માગતી. પણ આ બધુ તમને કેવી રીતે ખબર પડી ?'

આકાશ કહે છે 'આ બધી વાત 'તારા મમ્મી અને આદિત્ય સિવાય તે કોઈને ખબર છે ?' તેને મને આ બધુ જ કહ્યું.

ઈશિતા 'ના' પાડે છે. એટલે આકાશ બધી વાત જણાવે છે......

તારી મમ્મી 'ના ડેથ પછી થોડા દિવસ પછી આપણે ત્યાં બધો સામાનને સરખો કરવા ગયા હતા. ત્યાં આપણે બંને અલગ અ

લગ રૂમમાં બધો સામાન સરખો કરતા હતા. ત્યારે તારા રૂમમાં તિજોરી જોતા તેમાં બધુ કાઢતા એક બે વસ્તુઓ નીચે પડી તે પેક હતી. પણ પેકિંગ બરાબર નહોતું તેથી તે પડીને ખુલી ગઈ હતી. અને સંજોગાવશાત એ ડાયરી ખુલી ગઈ હતી અને તેમાં આદિત્ય વિશે કંઈક લખ્યું હતું. સોરી પણ આ જોઈને એ ડાયરી વાચવાની ઈચ્છા ને હુ રોકી ના શક્યો. અને આ માટે કદાચ હુ તારી પરમિશન પણ લેવાની મારી હિંમત નહોતી તેથી મે તેને એક સાઈડમાં તને ખબર ના પડે તેમ મુકી દીધી અને પછી આપણે બઘું પતાવીને ઘરે આવી ગયા. પછી મે અહી આવીને તે ડાયરી ઓફીસ લઈ જતો અને ત્યાં જ મે વાંચી અને પુરી કરી હતી. એ વખતે આકાશ ઓફિસેથી એ ડાયરી લઈને આવ્યો હોય છે તે ઈશિતાને આપે છે અને કહે છે આટલા વર્ષો મે તેને સાચવી હવે તારી અમાનત તને સુપરત કરૂ છુ.'


પછી આકાશ કહે છે આ ડાયરી પુરી કરતાં કરતા મારી આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. પણ એ વખતે હુ પણ તને હેલ્પ કરી શકુ તેમ નહોતો. કારણ કે આદિત્ય ક્યાં હતો શુ થયુ હતુ એ કોઈને પણ ખબર નહોતી. આથી મે એ વખતે જ નિર્ણય કર્યો હતો કે હુ મારી રીતે પ્રયત્ન કરતો રહીશ અને નસીબ જોગે જ્યારે પણ તે મળશે તો એને હુ ઈશિતા સાથે મળાવીશ. અને જો નહિ મળે તો હુ તને લાઈફ ટાઈમ જરા પણ દુઃખ કે તફલીક નહી પડવા દઉ કે તને ક્યારેય મારી સાથે લગ્ન કરવાનો અફસોસ નહીં થાય.


સદનસીબે બે મહિના પહેલા મને એક પાર્ટીમાં આદિત્ય મળ્યો. અમે સારા ફ્રેન્ડ પણ બન્યા. અને તેની સાથે થોડી વાતચીતમાં મને થોડી શંકા થઈ એટલે મે તેને વિશ્વાસમાં લઈને બધી વાત પુછી ત્યારે મને ફાઈનલી ખબર પડી ગઈ કે આ આ એજ આદિત્ય છે જેનો મને અને મારી ઈશિતા કે જે આ લાગણીઓ ઉડે ઉડે છુપાવી ને બેઠી છે, તેનો વર્ષો થી ઈતજાર કરી રહી છે.

આજે હવે હુ તને આદિત્ય સાથે રહેવા મારા બંધનમાથી મુક્ત કરૂ છુ એના માટે મારા તરફથી તને સંપૂર્ણ આઝાદી છે. કહેતા કહેતા આકાશ જાણે પોતાના શરીરની ઉર્જા જતી રહી હોય તેમ આંખોમાં આસું સાથે સોફા પર ફસડાઈ પડે છે.


શુ કરશે ઈશિતા ?

કોને સ્વીકારશે ઈશિતા ?

પણ આકાશ નો શુ છે નિર્ણય ?

જાણવા માટે વાંચો આગળનો ભાગ મહેકતી સુવાસ


Rate this content
Log in

Similar gujarati story from Romance