Dr.Riddhi Mehta

Drama Romance

5.0  

Dr.Riddhi Mehta

Drama Romance

મહેકતી સુવાસ -૧૧

મહેકતી સુવાસ -૧૧

3 mins
419


(આદિત્ય ઈશિતા ના ઘરની બહાર બેસી દુઃખી થઈ રહ્યો છે. તે નિસાસો નાખી રહ્યો છે. )


આદિત્ય કહે છે, પછી મને અચાનક કંઈ યાદ આવતા મિતાલી આન્ટીના ઘરે ગયો. હુ તારા વિશે ડાયરેક્ટ તો એમને પુછી ના શકુ એટલે મે આન્ટીનું પુછ્યું. ત્યારે એમણે કહ્યુ કે ઈશિતા ના તો મેરેજ થઈ ગયા અને એમને કેન્સર હતુ એટલે એ થોડા સમયમાં એ પણ સ્વર્ગે સિધાવ્યા.


મારા પગ નીચેથી ધરતી સરકતી હતી. અને આસુંઓને તો મે મહા પરાણે રોકી રાખ્યા હતા આન્ટી સામે. આટલુ બધું થઈ ગયું હતું બે વર્ષમાં. તારા મેરેજ, આન્ટી ને કેન્સર અને તેમનું દેહાંત.

મને શું કરવુ કંઈ જ સમજાતું નહોતું. કેટલા અરમાનો સાથે ખુશ થઈને આવ્યો હતો ઈન્ડિયા અને અહી તો શુ નુ શુ થઈ ગયુ હતુ.

સાચું કહુ તો એક વાર મને એમ પણ થઈ ગયું હતું તે મારી રાહ પણ ના જોઈ ત્યારે બીજી જ પળે મને વિચાર આવ્યો કે બે વર્ષ એ કંઈ ઓછો સમય નથી. એક યુવાની ને ઉંબરે ઉભી રહેલી છોકરી માટે કાઢવા. અને એમાં પણ એવા વ્યક્તિ માટે જેના હવે તે ફરી પાછો આવશે કે નહી એ પણ કંઈ જ ખબર નથી.

મે વિચાર્યું કે તારી પણ મજબુરી હશે એટલે જ તે બીજા કોઈ સાથે મેરેજ કર્યા હશે ને? અને એમા પણ આન્ટીની બિમારી તો એમાં તુ પણ શુ કરે?

એટલે ઈશિતા સામે તે સમયની બધી વાત કરે છે કે તેના જીવનમાં બધુ શુ થયું હતુ.


પછી ઈશિતા રડતા રડતા પુછે છે આદિ તે મને શોધવાનો કે મળવાનો પ્રયત્ન ના કર્યો??

એટલે આદિત્ય કહે છે મે વિચાર્યું હતુ થોડો પ્રયત્ન પણ કર્યો હતો પણ પછી મને વિચાર આવ્યો કે હુ આ ખોટું કરી રહ્યો છું.

આ આઘાતમાંથી બહાર નીકળી ને તું માંડ કદાચ તારા પતિ સાથે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરી રહી હોઈશ અને હુ તારા એ સુખી સંસાર ને ઉજાળવા નહોતો ઈચ્છતો.

આપણો પ્રેમ પવિત્ર હતો, છે અને રહેશે. હુ એટલો પણ સ્વાર્થી નથી કે મારા સ્વાર્થ ખાતર બીજી બે જિંદગી ખરાબ કરુ.

અને સાચો પ્રેમ તો નિ:સ્વાર્થ હોય છે....... તે ફક્ત સામેવાળાની ખુશી ઈચ્છે છે. એટલે મે તને શોધવાનું અને મળવાનું મિશન અડધુ મુકી થોડા દિવસ મારા અંકલના ત્યાં રહી હુ પાછો અમેરિકા ચાલ્યો ગયો.


આગળ મે મારી મેડિકલ પ્રેક્ટિસ ત્યાં જ ચાલુ કરી. અને મારી મહેનત અને ભગવાનની કૃપાથી હુ ત્યાંના મેડિકલ દુનિયામાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે હુ ફેમસ થઈ ગયો.

હુ ત્યાં જ સ્થાયી થઈ ગયો પણ દર એક બે વર્ષે હુ અહી આવી જતો હતો. પણ તુ મને ક્યાય મળી ન જાય તે માટે હુ આ બાજુ ક્યાય ખાસ બહાર નહોતો નીકળતો.

પણ હવે હુ મારી પાછળની જિંદગી અહી ભારતમાં વિતાવવા ઈચ્છતો હતો તેથી હમણા જ મે મારી હોસ્પિટલ અહી શરૂ કરી . પણ હવે આટલા વર્ષો પછી હુ કદાચ નિશ્ચિત થઈ ગયો હતો કે આટલા વર્ષો નથી મળ્યા તો હવે કદાચ કોઈ દિવસ આપણે નહીં મળીએ.

પણ ભગવાનની કદાચ શુ મરજી હશે કે આપણે આજે ફરી મળ્યા??


અહી આવ્યા પછી એક વાર એક પાર્ટીમાં મારી આકાશ સાથે મારી મુલાકાત થઈ હતી. પછી અમે એક બે વાર મળ્યા હતા. અને તે હવે મારો સારો મિત્ર પણ બની ગયો છે. તેથી તેને કાલે મને પાર્ટીમા ચીફગેસ્ટ તરીકે આવવા આમંત્રણ આપ્યું પણ તુ એની પત્ની છે એ વાતની મને કાલે પાર્ટીમાં જ ખબર પડી.

આદિ અને ઈશુ બંનેની આંખોમાંથી આસું વહી રહ્યા છે ત્યારે ઈશુ માત્ર એક જ સવાલ પુછે છે આદિ તારૂ ફેમિલી ક્યાં છે??


શું જવાબ આપશે આદિત્ય?? તેને મેરેજ કર્યા હશે કે નહી?? અને આકાશ શુ કરવાનો છે??

જાણવા માટે વાંચતા રહો , મહેકતી સુવાસ



Rate this content
Log in

Similar gujarati story from Drama